- વલસાડના ધરમપુરમાંથી પોલીસે 4 જુગાર રમતા વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા
- પોલીસે 17,560નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો
- ચકલી-પોપટનો જુગાર રમતા લોકો ઝડપાયા
વલસાડ: ધરમપુરમાં આવેલા તામછડી ગામે તાડપાડા હટવાડા વિસ્તારમાં જુગાર રમતા ચાર લોકોને પોલીસે ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી દાવના પૈસા અને અંગજડતી કરતા 17,560 રૂપિયા નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. ચાર લોકોની જુગાર રમતા ધરપકડ કરી હતી.
હાટ બજારની ખુલ્લી જગ્યા માં ચકલી પોપટનો જુગાર રમતા હતા
ધરમપુર પોલીસને મળેલી જુગારની પૂર્વ બાતમીને આધારે જાણ થતા ધરમપુર પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ નરેશ શાંતિલાલ વસાવા અને હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર ચંદુભાઈ તામછડી ગામે તાડપાડામાં હોટ બજારમાં દરોડા પાડ્યા અને તેની ખુલ્લી જગ્યા ઉપર રેડ પાડતા સ્થળ ઉપર ચાર લોકો ચકલી પોપટનો જુગાર રમાડતા હતા.
આ પણ વાંચો : ધરમપુર પોલીસે વાઘવડ ગામે જુગાર રમતા 5ને ઝડપી લીધા
કોણ કોણ જુગાર રમતા ઝડપાયા
જેમાં જુગાર રમાડનાર ગણેશજી કાનાત રહે પેણધા ,ગણેશ કાકડ ભાંવર રહે મેંણધા, ગમન ધનાભાઈ દાધવ રહે પેણધા,નિલેશ રવજી સાપટા રહે તામછડી ની ધરપકડ કરી હતી, જેઓ સાથે બેસી ચકલી પોપટના ચિત્રો સાથે જુગાર રમતા હતા.
આ પણ વાંચો : વલસાડના પારનેરામાં જુગાર રમતા 10 શકુનીઓ ઝડપાયા, 3 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે
ઝડપાયેલા ઈસમોની તપાસ કરતા 17,560નો મુદ્દામાલ મળ્યો
ઝડપાયેલા વ્યક્તિઓની તપાસ કરતાં સત્તર હજાર હજાર પાંચસો રૂપિયા મળી આવ્યા હતા જ્યારે દાવમાં મુકેલા 1,060 રૂપિયા મળી કુલ રૂપિયા 17,560નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. અને ચાર લોકો સામે જુગાર ધારાની કલમ મુજબ ગુનો દાખલ કરી ધરમપુર પોલીસ વધુ તપાસ કરી રહી છે.