વલસાડઃ મુંબઈના અલીબાગ ખાતે થયેલું નિસર્ગનું વાવાઝોડાની અસર વલસાડ જિલ્લામાં પણ મહદઅંશે થઈ શકે છે અને તકેદારીના ભાગરૂપે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ વિશેષ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે.
દરિયાકિનારાના વિસ્તારમાં ત્રણ કિલોમીટર એરિયામાં રહેતા કાચા મકાન ધરાવતા લોકોને સેન્ટર હોમમાં ખસેડવામાં આવ્યા છે અને આ તમામ લોકોને એક દિવસ દરમિયાન ભોજન નાસ્તો સહિતની તમામ વ્યવસ્થાઓ અહીં ઉભી કરવામાં આવી છે. સાથે કોવિડ-19 ની મહામારી પણ ચાલી રહી હોય લોકોને સોશિયલ ડિસન્ટન્સ રાખવા અને માસ્કનું વિતરણ કરાયુ છે.
મુંબઈના અલીબાગ વિસ્તારમાં 170 કિલોમીટરની ઝડપે ત્રાટકેલા નામનું વાવાઝોડુંની મહદઅંશે અસર વલસાડ જિલ્લાના દરિયાકાંઠામાં પણ થઈ શકે છે. જો કે, તકેદારીના ભાગરૂપે કોઈ માલ મિલકતને નુકસાન ન થાય તેવા હેતુથી વલસાડ જિલ્લા વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું છે.
દરિયાકાંઠાના 35 જેટલા ગામોમાં રહેતા 33 હજાર લોકોને 84 જેટલા શેલ્ટર હોમમાં સ્થાળાંતરિત કરવામાં આવ્યા છે અને તમામ શેલ્ટર હોમમાં તેઓને ખાવા-પીવા તેમજ નાસ્તા અંગેની પણ વિશેષ વ્યવસ્થાઓ વહીવટીતંત્ર દ્વારા ઉભી કરવામાં આવી છે. સાથે-સાથે કોરોનાની બીમારી પણ ચાલી રહી છે જેને અનુલક્ષીને સોશિયલ ડિસન્ટન્સ સાથે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
લોકોને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું છે. મેડિકલની એક ટીમ દ્વારા આ તમામ લોકોનું મેડીકલ પરિક્ષણ પણ કરાઈ રહ્યું છે. જેમાં વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શેલ્ટર હોમ ખસેડવામાં આવેલા આ લોકો માટે વિશેષ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે.
નોંધનીય છે કે, વલસાડના દરિયા કાંઠા વિસ્તારમાં આવતા ત્રણ કિલોમીટરની રેન્જમાં તમામ કાચા મકાનોમાં રહેતા લોકોને તકેદારીના ભાગરૂપે ખસેડવામાં આવ્યા છે. જેથી કોઈ જાનહાની ન બને તેમજ તેઓના માટે તમામ વ્યવસ્થાઓ વહીવટીતંત્ર દ્વારા વિવિધ સ્કૂલો કે કોમ્યુનિટી હોલમાં ઉભી કરવામાં આવી છે.