ETV Bharat / state

આનંદો...હવે ટ્રેનમાં બેસવા ટિકિટ રિઝર્વેશન કરાવી નહી પડે - વલસાડના સમાચાર

લોકડાઉનમાં ટ્રેનો બંધ હોવાથી નિયમિત પ્રવાસ કરતા હજારો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. પરંતુ પશ્ચિમ રેલવેએ 33 જેટલી અનરિઝર્વ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો હતો. જેના કારણે પ્રવાસીઓને મોટી રાહત થઈ છે.

રેલવે વિભાગ દ્વારા 12 માસ બાદ 33 અનરિઝર્વ ટ્રેનો શરૂ કરવામાં આવી

author img

By

Published : Mar 7, 2021, 9:03 AM IST

  • રેલવે વિભાગ દ્વારા 12 માસ બાદ 33 અનરિઝર્વ ટ્રેનો શરૂ કરવામાં આવી
  • અગાઉ માત્ર રિઝર્વેશન કરાવ્યા બાદ મુસાફરી કરી શકાતી હતી
  • પ્રથમ દિવસે વાપી,વલસાડ અને સુરત જનારા પ્રવાસીઓએ પ્રવાસ કર્યો
  • 33 અનરિઝર્વ પૈકી 4 ટ્રેનો વલસાડ, વાપી અને સુરત વચ્ચે દોડશે

વલસાડઃ લોકડાઉનમાં ટ્રેનો બંધ હોવાથી નિયમિત પ્રવાસ કરતા હજારો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. પશ્ચિમ રેલવેએ 33 જેટલી અનરિઝર્વ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો હતો. જેના કારણે પ્રવાસીઓને મોટી રાહત થઈ છે. આ ટ્રેનોમાં પ્રવાસીઓએ પહેલાની જેમ ટિકિટ કઢાવીને બેસવાનું રહેશે. સીઝન પાસની સુવિધા ચાલુ ન કરાતા પાસહોલ્ડરોમાં નારાજગી યથાવત છે. લોકડાઉન પુર્ણ થયા બાદ પણ મુંબઇ અમદાવાદ વચ્ચે લોકલ ટ્રેનો બંધ હોવાથી પ્રવાસીઓએ ખાનગી વાહનનો સહારો લેવો પડતો હતો. ત્રણ ગણા નાણાં ખર્ચીને પ્રવાસ કરવાની ફરજ લોકોને પડી હતી. અંદાજે 1 વર્ષ પછી ટ્રેનો દોડતી થતાં વાપી અપડાઉન કરનારા લોકોને ચોક્કસ ફાયદો થશે. છેલ્લા એક વર્ષથી અપડાઉન કરનારા લોકોને ભારે હાલાકીનો સામનો ભોગવવો પડ્યો હતો. જેનો હવે અંત આવશે.

પ્રથમ દિવસે વાપી,વલસાડ અને સુરત જનારા પ્રવાસીઓએ પ્રવાસ કર્યો

આ પણ વાંચોઃ વેરાવળથી મુંબઈ-બાંદ્રાની સીધી ટ્રેન 23 ફેબ્રુઆરીથી રોજ દોડશે

વાપી-વલસાડના પ્રવાસીઓને રાહત થશે

આ 33 ટ્રેનોમાં 4 ટ્રેનો વલસાડ-વાપી પણ ઉભી રહેશે. જેમાં સુરત-વલસાડ, વલસાડ-ઉમરગામ અને મુંબઇ સેન્ટ્રલ-વલસાડનો સમાવેશ થાય છે. જેથી કરીને સ્થાનિક પ્રવાસીઓને હવે ટ્રેનની સુવિધા મળી રહેશે. આમ ટ્રેન શરૂ થતાં કોલેજના વિધાર્થીઓ અને રોજિંદા અપડાઉન કરનાર પ્રવાસીઓમાં આનંદ ફેલાયો છે. જોકે હજુ સુધી પાસના ઉપયોગ અંગે રેલવે દ્વારા કોઈ જાહેરાત ન થતાં પાસાધરકોમાં નારાજગી જોવા મળી રહી છે.

33 અનરિઝર્વ પૈકી 4 ટ્રેનો વલસાડ, વાપી અને સુરત વચ્ચે દોડશે

આ પણ વાંચોઃ ભાવનગરની દરેક ટ્રેનો માર્ચના અંત સુધીમાં થશે શરૂ: GM

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.