વલસાડ: વાપી નજીક આવેલા કરવડ ગામે રહેતા શ્રમિક પરિવારના ત્રણ વર્ષીય પુત્રને તેની માતા ખોળામાં બેસાડીને તેની મોટી બહેનને ભણાવી રહી હતી. તે દરમિયાન દિવાલના કાણામાંથી સાપ ઘુસી જતા બાળકને ડંખ માર્યો હતો. જેથી તેને તાત્કાલીક સારવાર અર્થે સાઈનાથ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જ્યાં ડૉક્ટર ડી.સી. પટેલે આ બાળકની તાત્કાલિક સારવાર શરૂ કરી હતી અને 24 કલાકની સારવાર બાદ તેને નવજીવન આપ્યું હતું. હાલ આ બાળકના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળી રહ્યો છે અને પગલે પરિવારજનોને પણ રાહત થઇ છે.
નોંધનીય છે કે, ડૉક્ટર ડી.સી. પટેલ સર્પદંશની સારવાર માટે જાણીતા છે અને અત્યાર સુધીમાં તેમણે પાંચ હજારથી વધુ લોકોના જીવ બચાવ્યા છે.