વલસાડઃ વાપીમાં કોરોના મહામારીના સમયે લોકડાઉનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ, પત્રકારો માટે વાપીમાં લઘુઉદ્યોગ ભારતી સંઘની સંસ્થા શ્રી ગુરૂજી સ્મૃતિ સેવાસમિતિ અને ઔદ્યોગિક એકમોની મદદથી 2500 અમુલ પ્રો વિટામિન પાવડરનું વિતરણ કરાયું હતું. સતત ફિલ્ડમાં રહેતા આ સાચા વોરિયર્સની અને તેમના પરિવારના સ્વાસ્થ્યની કામના કરી હતી. જિલ્લાના 2500 પોલીસ કર્મચારીઓ માટે આ પહેલા અન્ય ઔદ્યોગિક સંસ્થાઓ દ્વારા 1.75 લાખ જેટલી વિટામિનની ટેબલેટ પણ પૂરી પાડવામાં આવી છે.
આવા સમયે વાપી GIDCના પોલીસ ઇન્સ્પેક્ટર એન. કે. કામળિયાએ જણાવ્યું હતું કે, અન્ય કેટલીક સંસ્થાઓ દ્વારા પણ પોલીસની અને તેમના પરિવારોની સ્વાસ્થ્યની કાળજી લેવામાં આવી છે. આ માટે 40 હજાર Cobadex Czs વિટામિન Tablet, 20 હજાર CALVIT D3K ટેબલેટ્સ, 60 હજાર જેટલી મલ્ટીવિટામીન ટેબલેટ્સ, 30 હજાર જેટલી ડાયાબિટીસ અને અન્ય વિટામિનની ટેબલેટ્સ પુરી પાડવામાં આવી છે. સમાજના આવા દાતાઓ તરફથી આ અમૂલ્ય ભેટ પોલીસ કર્મચારીઓ અને પરિવારો માટે સાચા અર્થમાં કરેલી મદદ સમાન છે.