ETV Bharat / state

કોરોનાથી મૃત્યુ પામેલા પારડી પાલિકાના હેડ ક્લાર્કના પરિવારને 25 લાખનો ચેક અર્પણ

author img

By

Published : Feb 17, 2021, 4:50 PM IST

પારડી નગરપાલિકામાં હેડ ક્લાર્ક તરીકે કામ કરતાં બ્રિજેન ભગવતી શંકર પંડ્યા કોરોના કાળ દરમિયાન કોરોનાથી સંક્રમિત બન્યા હતા. જે બાદ તેમનું અવસાન થયું હતું, ત્યારે હેડ ક્લાર્કના પરિવારને માનનીય મુખ્યમંત્રીશ્રીના રાહત નિધિ ફંડમાંથી રૂપિયા 25 લાખનો ચેક આજે નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર તેમજ તમામ સભ્યોની હાજરીમાં એનાયત કરવામાં આવ્યો હતો.

બ્રિજેન પંડ્યા પરિવારને 25 લાખનો ચેક આપ્યો

  • કોરોનાકાળ દરમિયાન પારડીના નગરપાલિકાના હેડ કલાર્ક કોરોનાથી સંક્રમિત
  • કોરોનાકાળમાં સંક્રમિત થયા બાદ તેમનું સારવાર દરમિયાન અવસાન થયું હતું
  • નગરપાલિકા દ્વારા 25 લાખનો ચેક એનાયત કરાયો

વલસાડ : પારડી નગરપાલિકાના હેડક્લાર્ક બ્રિજેન ભગવતી શંકર પંડ્યા વૈશ્વિક મહામારીના સમયે પારડી નગરપાલિકામાં કચેરી ખાતે ફરજ બજાવતા હતા. આ ફરજ દરમિયાન કોરોના સંક્રમિત થયા હતા. જેથી તેમણે તારીખ 2-7-2020ના રોજ વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. કોરોનાની બિમારીને કારણે તેમનું 14-7-2020ના રોજ અવસાન થયું હતું.

ફરજ દરમિયાન સંક્રમિત થયેલા હોવાથી 25 લાખનો ચેક

બ્રિજેન પંડ્યા ફરજ દરમિયાન સંક્રમિત થયેલા હોવાથી આ બાબતની જાણકારી ગાંધીનગર કરવામાં આવી હતી. આવશ્યક સેવાઓના ભાગરૂપે ફરજ બજાવનાર સંક્રમિત થાય એવા સંજોગોમાં માનનીય મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાંથી રૂપિયા 25 લાખ ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તે મુજબ આજે તેમના પરિવારના સભ્યોને 25 લાખના ચેકનું વિતરણ કરાયું હતું.

25 લાખનો ચેક બ્રિજેન પંડ્યા પરિવારને અપાયો

આવશ્યક સેવાઓના ભાગરૂપે ફરજ બજાવનારા સંક્રમિત થાય એવા સંજોગોમાં માનનીય મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 25 લાખ રૂપિયા ચુકવવાનું નિયત થયેલું છે. જે મુજબ પારડી પાલિકાના સ્વર્ગીય પંડ્યાના વારસદાર તેમની પત્ની હેમાંગીબેન પંડ્યા એ 25 લાખની સહાય મુખ્યમંત્રી રાહત નિધિમાંથી ચૂકવવાનો હુકમ 16 જાન્યુઆરીએ ગાંધીનગર સચિવાલયમાં કરવામાં આવ્યો હતો. જે મુજબ પારડી પાલિકાના સભાખંડમાં પારડી નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર તેમજ સભ્યો અને કર્મચારીઓની હાજરીમાં સ્વર્ગીય બ્રિજેન પંડ્યાના ધર્મપત્ની હેમાંગીબેન પંડ્યાને રૂપિયા 25 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.