ETV Bharat / state

વલસાડ જિલ્લામાં કોરોનાના નવા 22 કેસ નોંધાયા, 3 દર્દીના મોત - Valsad Korona News

વૈશ્વિક મહામારી કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધતું જઈ રહ્યું છે. ત્યારે વલસાડ જિલ્લામાં ગુરુવારના રોજ નવા 22 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે 3 દર્દીના મૃત્યુ થયા હતા.

વલસાડ કોરોના ન્યૂઝ
વલસાડ કોરોના ન્યૂઝ
author img

By

Published : Jul 30, 2020, 8:15 PM IST

વલસાડ: વૈશ્વિક મહામારી કોરોનાનું સંક્રમણ વલસાડ જિલ્લામાં વધતું જઈ રહ્યું છે, ત્યારે ગુરુવારના રોજ 22 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા.

સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં 15 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. તો દમણમાં પણ 20 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા.

જેની સામે 28 કોરોના પોઝિટિવ દર્દીઓએ સારવારમાંથી રજા મેળવી હતી. કોરોના વાઇરસે વધુ 3 દર્દીઓનો ભોગ લીધો હતો.

વલસાડ જિલ્લામાં નોંધાયેલા 22 નવા કોરોના પોઝિટિવ દર્દીઓમાંથી 16 દર્દીઓ વલસાડ તાલુકાના છે. બે દર્દીઓ વાપીના છે. જ્યારે પારડી, ઉમરગામ, ધરમપુર અને કપરાડાના એક એક દર્દી નો સમાવેશ થાય છે.

જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 632 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાઇ ચૂક્યા છે. જેમાંથી હાલ 382 દર્દીઓએ સારવારમાંથી મુક્તિ મેળવી છે. જ્યારે 184 દર્દીઓ કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

વલસાડ જિલ્લામાં  કોરોનના નવા 22 કેસ નોંધાયા, 3 દર્દીના મૃત્યુ થયા

જિલ્લામાં ગુરુવારના રોજ થયેલા 3 મૃત્યુ સાથે કુલ મૃત્યુ સંખ્યાની વાત કરીએ તો અત્યાર સુધીમાં 6 દર્દીઓના મોત કોરોના વાઇરસના કારણે થયા છે. જ્યારે 60 દર્દીઓના મોત કોરોના પોઝિટિવ પરંતુ અન્ય બીમારીઓથી થયા છે. બહારના અન્ય 3 દર્દીઓ મળીને કુલ 69 દર્દીઓ મોતને ભેટ્યા છે. વલસાડની જેમ સંઘપ્રદેશ દમણમાં પણ કોરોનાની સંખ્યામાં વધારો થઈ હતો. દમણમાં 20 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. જેની સામે 12 દર્દીઓને રજા આપવામાં આવી હતી.

દમણમાં હાલ કુલ 166 દર્દીઓ એક્ટિવ દર્દીઓ તરીકે સારવાર લઈ રહ્યા છે. જ્યારે 370 દર્દીઓને સારવારમાથી રજા આપવામાં આવી છે. દમણમાં કુલ 108 કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

એ જ રીતે સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં નવા 15 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. 5 દર્દીઓને રજા આપવામાં આવી હતી. દાદરા નગર હવેલીમાં કુલ એક્ટિવ કેસનો આંકડો 209 પર પહોંચ્યો છે.

જેની સામે 281 દર્દીઓને સારવારમાંથી રજા આપવામાં આવી છે. અહીં કુલ 207 કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.