ETV Bharat / state

વલસાડ GMERS એસોસિએશનની 200 સ્ટાફ નર્સ અને 80 તબીબોએ પડતર માગને લઇ કરી હડતાળ

author img

By

Published : May 12, 2021, 7:32 PM IST

વલસાડ ખાતે આવેલી GMERS હોસ્પિટલમાં ફરજ બજાવતા 200 સ્ટાફ નર્સ અને 80 ફેકલ્ટી ડૉક્ટરો પડતર માગને લઇને આજે બુધવારે બપોરે 12 વાગ્યાથી અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરી ગયા છે. GPF, સાતમા પગાર પંચ સહિતની અનેક માગ ન સંતોષાતા આખરે સરકાર સાથે કોઈ નિવેડો નહિ આવતા આખરે હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ છે.

News of strike in Valsad
News of strike in Valsad
  • વલસાડની GMERS હોસ્પિટલમાં 200 સ્ટાફ નર્સ અને 80થી વધુ ડૉક્ટરો હડતાળ પર ઉતર્યા
  • GPF, સાતમા પગાર પંચ અને કાયમી કરવાની પડતર માગ
  • સરકાર સાથે અનેક વાટાઘાટો નિષ્ફળ જતા હડતાળ
  • પડતર માગ ન સતોષાતા આખરે સ્ટાફ નર્સ અને ફેકલ્ટી તબીબો હડતાળ પર

વલસાડ : શહેરમાં આવેલી GMERS હોસ્પિટલમાં સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા 200 સ્ટાફ નર્સ અને 80થી વધુ ફેકલ્ટી ડૉક્ટરો પડતર માગને કારણે આજે બુધવારે બપોરે 12 વાગ્યાથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. આજે તમામ નર્સ અને તબીબ પોતાના કામથી અળગા રહીને હોસ્પિટલ પરિસરમાં એકત્ર થઈને હાથમાં બેનરો પકડીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.

વલસાડમાં હડતાળના સમાચાર
વલસાડમાં હડતાળના સમાચાર

આ પણ વાંચો : સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય કર્મીઓ 22 એપ્રિલથી હડતાળ પર

શું છે તેમની પડતર માગ જેના કારણે ઉતર્યા હડતાળ પર નર્સ અને તબીબો

આજે બુધવારે અચાનક હડતાળ પર ઉતરી ગયેલા GMERS હોસ્પિટલ વલસાડના કર્મચારીઓએ તેમના પગારમાં વધારો કરવા, તેમજ તેમના સ્પેશિયલ ભથ્થામાં વધારો કરવામાં આવે તેવી માગ કરી છે. સાથે સાથે સાતમા પગાર પંચ પણ લાગુ કરવામાં આવે તેવી માગ તેમના દ્વારા કરવામાં આવી છે. જોકે આ સમગ્ર બાબતે સરકારમાં અગાઉ પણ અનેક વાટાઘાટો ચલાવવામાં આવી હતી, પરંતુ તે નિષ્ફળ જતા આખરે GMERS એસોસિએશન અંતર્ગત કામ કરતા હોસ્પિટલમાં 200 નર્સ અને 80થી વધુ ફેકલ્ટી ડૉક્ટરો આજે બુધવારે અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે.

વલસાડમાં હડતાળના સમાચાર
વલસાડમાં હડતાળના સમાચાર

અચાનક હડતાળને પગલે કોવિડની સારવાર લઈ રહેલા દર્દીને આંશિક અસર પણ નહીં પહોંચે

વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ગોવિંદ ના દર્દીઓને હાલ યોગ્ય પ્રમાણમાં સારવાર આપવામાં આવી રહી છે. તો આજે અચાનક 12:00થી GMERS એસોસિએશન અંતર્ગત કામ કરતા 200 સ્ટાફ નર્સ અને 80થી વધુ ફેકલ્ટી ડૉક્ટરો હડતાળ પર ઉતર્યા છે, પરંતુ તેની કોઈ પણ અસર સારવાર લઈ રહેલા દર્દીઓને પડતી નથી. જે અંગેની જાણકારી આજે બુધવારે વલસાડ સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ ડૉક્ટર ભાવેશ ગોયાણી આપી હતી.

વલસાડમાં હડતાળના સમાચાર
વલસાડમાં હડતાળના સમાચાર

આ પણ વાંચો : સોલા સિવિલ હોસ્પિટલના નર્સિગ સ્ટાફની અચોક્કસ મુદ્દતની હડતાળ શરૂ

હાલ વલસાડ જિલ્લામાં કુલ 253 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે

વલસાડ સિવિલ હોસ્પિટલના ઈન્ચાર્જ સુપરિટેન્ડન્ટ ડૉક્ટર ભાવેશભાઈએ જણાવ્યું કે, નર્સ અને ડૉક્ટરોની હડતાળની કોઈ પણ અસર પહોંચી નથી અને કમેન્ટમાં હાલ વલસાડ જિલ્લામાં સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર 46 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જ્યારે ઓક્સિજન બેડ ઉપર 296 જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. આમ કુલ 253 જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યા છે, તેમને હડતાળ થવાને કારણે કોઈ પણ સારવારમાં અસર પડી નથી. હાલમાં તેમની પાસે 220થી વધુ નશો કામ કરી રહી છે. જ્યારે 200થી વધુ ડૉક્ટરો હાલ સારવાર માટે કામ કરી રહ્યા છે અને બન્ને પાણીમાં તેમની કામગીરી ચાલી રહી છે. આમ વલસાડ સિવિલ હોસ્પિટલમાં આજે પડતર માંગણીઓને લઇને સ્ટાફ નર્સ તેમજ ફેકલ્ટી ડૉક્ટર હડતાળ કરી શકાય, પરંતુ તેમની હડતાળ કરવા છતાં પણ covid-19 સારવાર લઈ રહેલા કોઈપણ દર્દીઓને તેની અસર પહોંચી નથી. જોકે આ હડતાળ આગામી અચોક્કસ મુદતની હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.