ETV Bharat / state

વલસાડ જિલ્લામાં 173 વ્‍યક્‍તિઓ હોમ કોરોન્ટાઈન, 235 આઇસોલેશન બેડ અને 18 આઇ.સી.યુ. બેડની વ્‍યવસ્‍થા કરાઈ - વલસાડ કોરોના વાઈરસ ન્યૂઝ

વલસાડ જિલ્લામાં 171 વ્‍યક્‍તિઓને હોમ કોરોન્ટાઈન અને બે સરકારી ફેસીલીટીમાં કોરોન્ટાઈન મળી કુલ 173 વ્‍યક્‍તિઓ હોમક્વૉરેન્ટાઈનમાં છે. હાઉસ ટુ હાઉસ સર્વેમાં 17,94,859 (98.56 ટકા) વ્‍યક્‍તિઓનો સર્વે કરવામાં આવ્‍યો છે. જેમાં 34 શંકાસ્‍પદ વ્‍યક્‍તિઓની તપાસ કરાતાં તમામના રીપોર્ટ નેગેટીવ આવ્‍યા છે.

173 home quarantine in valsad
વલસાડ જિલ્લામાં ૧૭૩ વ્‍યક્‍તિઓ હોમક્વૉરેન્ટાઈન
author img

By

Published : Apr 1, 2020, 11:57 PM IST

Updated : Apr 2, 2020, 12:02 AM IST

વલસાડ : કોરોના વાઈરસના સંક્રમણના શંકાસ્‍પદ કેસ જે દિલ્‍હીની હોટસ્‍પોટ દ્વારા અલગ તારવવામાં આવ્‍યા છે, તે પૈકી જેમના સરનામાં વલસાડ જિલ્લામાં મળ્‍યા છે. તેવા 39 વ્‍યક્‍તિઓમાંથી 19 વ્‍યક્‍તિઓને હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્‍યા છે.

વધુ ચકાસણી કરતાં બાકીના 20 જેટલા વ્‍યક્‍તિમાંથી એક વ્‍યક્‍તિ જિલ્લા બહાર અને 19 વ્‍યક્‍તિઓ રાજ્ય બહારના છે. વલસાડ જિલ્લા તંત્ર દ્વારા રોગચાળો વધવાની સંભવિત સ્‍થિતિને પહોંચી વળવા આગોતરી વ્‍યવસ્‍થા પણ ગોઠવવવામાં આવી છે. જે પૈકી વલસાડ જિલ્લાની જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ કૉલેજ અને હોસ્‍પિટલ, વલસાડ ખાતે આઇસોલેશન બેડની સંખ્‍યા વધારીને 100 અને આઇ.સી.યુ. બેડની સંખ્‍યા 18 કરવામાં આવી છે.

આ ઉપરાંત ઇ.એસ.આઇ.સી. હોસ્‍પિટલ વાપી ખાતે 75 આઇસોલેશન બેડ, વેવ હોસ્‍પિટલ મોતીવાડા-પારડી ખાતે 30 આઇસોલેશન બેડ અને શ્રીસાંઇનાથ હોસ્‍પિટલ ધરમપુર ખાતે 30 આઇસોલેશન બેડની વ્‍યવસ્‍થા અગમચેતીના ભાગરૂપે કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં અત્યાર સુધી કોવિડ-૧૯નો એકપણ પોઝિટિવ કેસ જોવા મળ્‍યો નથી.

Last Updated : Apr 2, 2020, 12:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.