ETV Bharat / state

7.5 લાખ માનવજીવનને સેવા આપનારની ઈમરજન્સી 108 ખખડધજ હાલતમાં... - conditions

વાપીઃ અકસ્માત કે આપાતકાલીન સેવાના સમયે લોકોના માનસપટ પર જો કોઈ નામ આવે તો એ છે, 108 એમ્બ્યુલન્સ, પણ આપને જાણીને નવાઈ લાગશે કે 24×7 સતત માર્ગો પર દોડતી 108 સેવાની મોટાભાગની એમ્બ્યુલન્સ યોગ્ય જાળવણીના અભાવે ખખડધજ બની છે. આ માટે ETV ભારતનો વાપીનો એક એક્સક્લુઝીવ રિપોર્ટ પ્રકાશિત કરી. તંત્રને સજાગ કરવાની કોશિશ કરી છે.

7.5 લાખ માનવજીવને સેવાઆપનારની 108 ખખડધજ
author img

By

Published : Jul 21, 2019, 9:29 AM IST

હાલના વડાપ્રધાન અને તત્કાલીન ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ 2007માં 53 108 GVK EMRI એમ્બ્યુલન્સ સાથે સેવાનો પ્રારંભ કર્યો હતો. આજે ગુજરાતમાં અંદાજિત 650થી વધારે 108 GVK EMRI એમ્બ્યુલન્સ દરેક જિલ્લામાં કાર્યરત છે. અત્યાર સુધીમાં 90 લાખ કરતાં વધુ લોકોને કટોકટીના સમયે જેવા કે અકસ્માત યા અન્ય વિપદાની વિકટ સ્થિતીમાં મૂકાઇ ગયેલા અંદાજે 7.5 લાખ માનવજીવને આ સેવાએ બચાવ્યા છે. એટલું જ નહીં 35 લાખથી વધુ મહિલાઓને પ્રસુતિ સંબંધી સેવાઓ 108 દ્વારા અપાઇ છે, પરંતુ હાલ આ સેવામાં વપરાતી મોટાભાગની એમ્બ્યુલન્સ યોગ્ય માવજતના અભાવે ખખડધજ બની ગઈ છે.

વલસાડ જિલ્લાની વાત કરવામાં આવે તો વલસાડ જિલ્લામાં 19 જેટલી 108 GVK EMRI એમ્બ્યુલન્સ કાર્યરત છે. જેમાં મોટાભાગની 108 GVK EMRI એમ્બ્યુલન્સ અંતરિયાળ ગામડાઓ દોડી રહી છે. જેમાની કેટલીક એમ્બ્યુલન્સ કાટ ખાઈ ગઈ છે, સ્ટિયરિંગ જામ થઈ ગયા છે, દરવાજા તૂટી ગયા છે, ડ્રાઇવર માટે પાછળ તરફ જોવાના મિરર તૂટી ગયા છે, સાયરન માટેની લાઈટ ચાલતી નથી, તો અમુકની બેટરી ખરાબ થઈ ગઈ હોય ધક્કા મારી સ્ટારટ્સ કરવી પડે છે.

7.5 લાખ માનવજીવને સેવાઆપનારની 108 ખખડધજ

દરવાજાની બારીના કાચ નથી, અધૂરામાં પૂરુ દર્દીઓને લઈ ગયા બાદ કે લાવ્યા બાદ એમ્બ્યુલન્સને પાઇલોટ અને EMT ડૉકટર્સે જાતે સાફ કરવી પડે છે. આટલુ જ નહી પણ અંતરિયાળ ગામડાઓમાં ક્યારેક ડીઝલ ખૂટી જાય છે, તો રસ્તામાં બગડી જાય છે. તાત્કાલિક અન્ય એમ્બ્યુલન્સની સેવા પણ ઉપલબ્ધ થતી નથી. ઉમરગામ તાલુકામાં કુલ 4 એમ્બયલન્સ છે. જેમાં 2 એમ્બ્યુલન્સ ખખડધજ છે. આવી દરેક તાલુકામાં છે. પાલઘરના સામાજિક સેવાના કાર્યકર હરબન સિંઘે જણાવ્યું કે, મહારાષ્ટ્ર રાજ્યમાં પણ એમ્બ્યુલન્સના આવા અનેક પ્રશ્નો છે. આ અંગે વલસાડ, નવસારી અને ડાંગના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠક્કર અને વલસાડ જિલ્લા નિમેશ પટેલ સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, એમ્બ્યુલન્સના પ્રશ્નો અંગે ઉચ્ચ લેવલે રજૂઆત કરી છે, પરંતુ નવી ગાડીઓ આવતા થોડો સમય લાગી શકે છે.

જો કે, 108 GVK EMRI એમ્બ્યુલન્સ સેવા અંગે વધુ મળતી માહિતી મુજબ આ સેવા પેટે દરેક એમ્બ્યુલન્સને દર મહિને ખર્ચ અને ડીઝલ પેટે અંદાજિત 60 હજાર રૂપિયા ફાળવવામાં આવે છે. જે મુજબ જિલ્લાની 19 એમ્બ્યુલન્સ માટે દર મહિને 11.40 લાખ જેવી અને વર્ષે 1,36,80,000 જેટલી માતબર રકમ ચુકવવામાં આવે છે. શું આ રકમ એમ્બ્યુલન્સના સમારકામમાં ખર્ચવાને બદલે અધિકારીઓ-કર્મચારીઓના ખિસ્સામાં જાય છે? તે પ્રશ્ન ઉઠ્યો છે. જો આ અંગે સરકાર યોગ્ય તપાસ કરે તો કદાચ આ રાજ્યવ્યાપી કૌભાંડ બાહર આવે તેમ છે.

ઉલ્લેખનીય છે કે, 108 GVK EMRI એમ્બ્યુલન્સનો સૌપ્રથમ વિચાર નિવૃત્ત ડૉક્ટર અને આંધ્રપ્રદેશ વિકલાંગ વિભાગના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. એ.પી.રંગ રાવને આવ્યો હતો. જે બાદ આ 108 સેવા શરૂઆતમાં કર્ણાટકમાં અને આંધ્રપ્રદેશમાં રામલિંગા રાજુ દ્વારા શરૂ કરવામાં આવી હતી અને તેમના પરિવાર ડૉ. વાય.એસ.એસ. રાજશેખર રેડ્ડી, જેઓ આંધ્ર પ્રદેશના તત્કાલીન મુખ્યપ્રધાન હતા, તેઓએ EMRI સાથે કરાર કર્યા હતા. હાલમાં 108 એ ભારતમાં 22 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં જાહેર ખાનગી ભાગીદારી હેઠળ ઇમરજન્સી સેવા માટે તરીકે કાર્યરત છે. આ સિસ્ટમ મૂળરૂપે સત્યમ ઇન્ફોટેક દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી. જેને હવે સિસ્ટમમાં જ રહેલા કટકીબાજોએ કાટ લગાવી દીધો છે.

Intro:નોંધ :- IRB ની જેમ આ સ્ટોરી અંગે પણ કલ્પેશભાઈ સાથે વાત કરી તેમની સૂચના મુજબ અપલોડ કરવી......બની શકે કે વલસાડ ના ઉમરગામ, વાપી તાલુકાની જેમ રાજ્યના અન્ય તાલુકા જિલ્લામાં પણ આવી ખખડધજ એમ્બ્યુલન્સ હોય

વાપી :- અકસ્માત કે આપાતકાલીન સેવા સમયે લોકોના માનસપટ પર જો કોઈ નામ આવે તો તે છે 108 એમ્બ્યુલન્સ!, પણ આપને જાણીને નવાઈ લાગશે કે 24 ×7 સતત માર્ગો પર દોડતી 108ની મોટાભાગની એમ્બ્યુલન્સ યોગ્ય જાળવણીના અભાવે ખાખડધજ બની છે. વાંચો ETV ભારતનો એક્સક્લુઝીવ રીપોર્ટ

Body:ગુજરાતમાં અંદાજિત 650થી વધારે 108 GVK EMRI એમ્બ્યુલન્સ દરેક જિલ્લામાં કાર્યરત છે. હાલના વડા પ્રધાન અને તત્કાલીન ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ 2007માં 53 108 GVK EMRI એમ્બ્યુલન્સ સાથે આ સેવાનો પ્રારંભ કર્યો હતો. ત્યારથી, અત્યાર સુધીમાં 90 લાખ કરતાં વધુ લોકોને કટોકટી વેળાએ સેવા સાથે અકસ્માત કે અન્ય વિપદામાં વિકટ સ્થિતીમાં મૂકાઇ ગયેલા અંદાજે 7.5 લાખ માનવજીવને આ સેવાએ બચાવ્યા છે. એટલું જ નહિ 35 લાખથી વધુ મહિલાઓને પ્રસુતિ સંબંધી સેવાઓ 108 દ્વારા અપાઇ છે.

પરંતુ, હાલ આ સેવામાં વપરાતી મોટાભાગની એમ્બ્યુલન્સ યોગ્ય રખરખાવના અભાવે ખખડધજ બની છે. એકલા વલસાડ જિલ્લાની વાત કરીએ તો, વલસાડ જિલ્લામાં 19 જેટલી 108 GVK EMRI એમ્બ્યુલન્સ  કાર્યરત છે. જેેમાં મોટાભાગની 108 GVK EMRI એમ્બ્યુલન્સ અંતરીયાળ ગામડાઓ દોડી રહી છે. જેમાની કેટલીક એમ્બ્યુલન્સ કાટ ખાઈ ગઈ છે. સ્ટિયરિંગ જામ થઈ ગયા છે. દરવાજા તૂટી ગયા છે. ડ્રાઇવર માટે પાછળ તરફ જોવાના મિરર તૂટી ગયા છે. સાયરન માટેની લાઈટ ચાલતી નથી. બેટરી ખરાબ થઈ ગઈ હોય ધક્કા મારી સ્ટારટ્સ કરવી પડે છે. દરવાજાની બારીના કાચ નથી. 

અધૂરામાં પૂરું દર્દીઓને લઈ ગયા બાદ કે લાવ્યા બાદ એમ્બ્યુલન્સને પાઇલોટ અને EMT ડોકટરોએ જાતે સાફ કરવી પડે છે. કર્મચારીઓ માટે યોગ્ય રહેવાની સગવડ ઉપલબ્ધ નથી. અંતરીયાળ ગામડાઓમાં  ક્યારેક ડીઝલ ખૂટી જાય છે. રસ્તામાં બગડી જાય છે. ત્યારે, તાત્કાલિક અન્ય એમ્બ્યુલન્સની સેવા ઉપલબ્ધ નથી. ઉમરગામ તાલુકામાં કુલ 4 એમ્બયલન્સ છે. જેમાં 2 એમ્બ્યુલન્સ ખખડધજ છે. આવી દરેક તાલુકામાં છે. એ સાથે જ મહારાષ્ટ્ર રાજ્યમાં પણ હોવાનું પાલઘરના સામાજિક સેવાના કાર્યકર હરબન સિંઘે જણાવ્યું હતું. આ અંગે વલસાડ, નવસારી અને ડાંગના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠક્કર અને વલસાડ જિલ્લા નિમેશ પટેલ સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ અંગે ઉચ્ચ લેવલે રજુઆત કરી છે. પરંતુ નવી ગાડીઓ આવતા થોડો સમય લાગી શકે છે.

જો કે 108 GVK EMRI એમ્બ્યુલન્સ સેવા અંગે વધુ મળતી માહિતી મુજબ આ સેવા પેટે દરેક એમ્બ્યુલન્સને દર મહિને ખર્ચ અને ડીઝલ પેટે અંદાજિત 60 હજાર રૂપિયા ફાળવવામાં આવે છે. જે મુજબ જિલ્લાની 19 એમ્બ્યુલન્સ માટે દર મહિને 11.40 લાખ જેવી અને વર્ષે દહાડે 1,36,80,000 જેટલી માતબર રકમ ચુકવવામાં આવે છે. તો શું આ રકમ એમ્બ્યુલન્સના સમારકામમાં ખર્ચવાને બદલે અધિકારીઓ-કર્મચારીઓના ખિસ્સામાં જાય છે. તે સવાલ ઉઠ્યો છે. જો આ અંગે સરકાર યોગ્ય તપાસ કરે તો કદાચ આ રાજ્યવ્યાપી કૌભાંડ નીકળી શકે તેમ છે.   

Conclusion:ઉલ્લેખનીય છે કે, 108 GVK EMRI એમ્બ્યુલન્સનો સૌપ્રથમ વિચાર નિવૃત્ત ડૉક્ટર અને આંધ્ર પ્રદેશ વિકલાંગ વિભાગના ભૂતપૂર્વ ડિરેક્ટર ડો. એ.પી.રંગ રાવને આવ્યા હતો. જે બાદ આ 108 સેવા શરૂઆતમાં કર્ણાટકમાં અને આંધ્ર પ્રદેશમાં રામલિંગા રાજુ દ્વારા શરૂ કરવામાં આવી હતી. અને તેમના પરિવાર ડો. વાય.એસ.એસ. રાજશેખર રેડ્ડી, જેઓ આંધ્ર પ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી હતા, તેઓએ EMRI સાથે કરાર કર્યા હતા. હાલમાં 108 એ ભારતમાં 22 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં જાહેેર ખાનગી ભાગીદારી હેઠળ ઇમરજન્સી સેવા તરીકે કાર્યરત છે. આ સિસ્ટમ મૂળરૂપે સત્યમ ઇન્ફોટેક દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી. જેને હવે સિસ્ટમમાં જ રહેલા કટકીબાજોએ કાટ લગાવી દીધો છે.

Bite :- હરબન સિંઘ, સ્ટેટ પ્રભારી, માનવાધિકાર મિશન

મેરૂ ગઢવી, etv ભારત, વાપી

નોંધ :- IRB ની જેમ આ સ્ટોરી અંગે પણ કલ્પેશભાઈ સાથે વાત કરી તેમની સૂચના મુજબ અપલોડ કરવી......બની શકે કે વલસાડ ના ઉમરગામ, વાપી તાલુકાની જેમ રાજ્યના અન્ય તાલુકા જિલ્લામાં પણ આવી ખખડધજ એમ્બ્યુલન્સ હોય
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.