ETV Bharat / state

ધરમપુરમાં લોકોના જીવ બચાવનાર 108ના પાયલોટ જિંદગીની જંગ હાર્યા - 108 employees

કોરોના કાળમાં સૌથી વધુ સુરક્ષિત અને સમયસૂચકતા મુજબ સારવાર આપવામાં સફળ રહી છે તો એ સરકારની 108 સેવા છે. પરંતુ જયારે 108ના સારથી જે અનેક લોકોના જીવ બચાવ્યા બાદ પોતે જ હોસ્પિટલમાં દમ તોડી દે તો પરિવાર જનો સાથે સાથે 108 કર્મચારીઓમાં પણ શોકની કાલિમા પ્રવર્તી છે. ધરમપુરમાં 4 વર્ષ અગાઉ 108 ના પાયલોટ તરીકે જોડાયેલા પ્રથમ વલસાડ સિવિલ સારવાર અને તે બાદ સુરત સિવિલમાં શ્વાસની તકલીફને કારણે દમ તોડ્યો જેને પગલે પરિવારમાં શોકનું મોજું ફરીવળ્યું છે.

covid-19
covid-19
author img

By

Published : Apr 28, 2021, 10:16 AM IST

  • ધરમપુરના 108 એમ્બ્યુલન્સના કર્મચારીનુ મોત
  • 200થી વધુ સંક્રમિત લોકોના જીવ બચાવનાર પોતે જિંદગીની જંગ હારી ગયો
  • શ્વાસ લેવાની મુશ્કેલી પડતા તેને સારવાર માટે વલસાડ અને તે બાદ સુરત ખસેડવામાં આવ્યો હતો

વલસાડઃ ધરમપુર તાલુકાના કેળવણી ગામના વતની અને વર્ષ 2017માં સિદુમ્બર પોઇન્ટ ઉપરથી 108ના પાયલોટ તરીકે જોડાયેલા માગુરિયા કિશોર ભાઈ રેવાલ ભાઈ તેમની 4 વર્ષની ડ્યુટી દરમિયાન અનેક લોકોને અકસ્માત હોય ડીલેવરી હોય કે કોઈપણ ઘટના કે હાલ કોરોનાના આ સમય માં પણ તેમણે 200થી વધુ સંક્રમિતોને હોસ્પિટલ સુધી પહોંચાડી જીવ બચાવ્યા છે પરંતુ ગત રોજ તેમની પોતાની તબિયત લથડી પડતા શ્વાસ લેવામાં તકલીફ ઉભી થતા સારવાર માટે સત્વરે વલસાડ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં 3 દિવસ બાદ તેમને વધુ સારવાર અર્થે સુરત સિવિલમાં લઇ જવાય હતા. જ્યાં તેમણે હોસ્પિટલના બિછાને સારવાર દરમિયાન જિંદગી અને મોતની જંગમાં જિંદગી હારી ગયા હતા

આ પણ વાંચોઃ 108 ઈમરજન્સીના 120 કર્મચારીઓ રજા વગર 24 કલાક બજાવી રહ્યા છે ફરજ

108 કર્મચારીઓમાં શોકની લાગણી પ્રવર્તી છે.

વલસાડ જિલ્લામાંમાં કુલ 22 જેટલી 108 એબ્યુલન્સ કાર્યરત છે અને દરેક તાલુકામાં આવેલી 108ના કર્મચારીઓ એક બીજાથી કામ સાથે પણ પરિચિત હોતા હોય છે. ત્યારે કોરોના કાળમાં લોકોના જીવ બચાવનાર પાયલોટ ખુદ જિંદગીથી જંગ હારી જતા પરિવાર જનોની સાથે- સાથે 108 કર્મચારીઓ તેમના સંપર્કમાં આવનાર તેના તમામ મિત્રો શોકમાં ગરકાવ થઇ ગયા છે.

ધરમપુરમાં લોકોના જીવ બચાવનાર 108ના પાયલોટ જિંદગીની જંગ હાર્યા
તેમને શ્વાસ લેવામાં મુશ્ક્લી પડતી હતી જેને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

સામાન્ય રીતે કોરોનાથી પીડિત વ્યક્તિને શ્વાસની મુશ્કેલી પડતી હોય છે અને ઓક્સિજન લેવલ ઓછું થતા શ્વાસ લેવામાં મુશ્કેલી સર્જાતી હોય છે ત્યારે કિશોર ભાઈને પણ શ્વાસમાં મુશ્કેલી પડતા તેમને પ્રથમ સારવાર માટે સિવિલમાં અને તે બાદ સુરત સિવિલમાં ખસેડવામાં આવતા ત્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

અનેક લોકોના જીવ તેમણે છેલ્લા 4 વર્ષ દરમિયાન હોસ્પિટલ સુધી પોહચાડીને બચાવ્યા છે.

108 એમ્બ્યુલન્સમાં 2017માં પાયલોટ તરીકે જોડાયા બાદ તેમણે સિદુમ્બર સહીત અનેક સ્થળેથી અકસ્માત હોય પ્રસુતિની વેદના વાળી મહિલાઓ હોય કે અન્ય કોઈ પણ ગંભીર કેસ તમામ લોકોને તેમણે 108 માધ્યમ દ્વારા હોસ્પિટલ સુધી પોહચાડીને નવ જીવન આપ્યું છે. આમ એક અગરબત્તીની જેમ ચોમેર સુગંધ આપીને પોતે બુઝાઈ જવું એવું અનેરું વ્યક્તિત્વ કિશોર ભાઈ અચાનક અવસાન થતા 108 કર્મચારીઓ પણ ભાવુક બન્યા હતા.

આ પણ વાંચોઃ રાજકોટમાં એક 108 એમ્બ્યુલન્સ એવરેજ 17 કેસ કરે છે હેન્ડલ

108માં ફરજ બજાવતા કર્મચારીના પરિવારને મેડીક્લેમ સહીત અન્ય બનતી તમામ મદદ કરાશે.

અનેક લોકોને મોતના મુખ માંથી ઉગારી લેનાર આજે સ્વંય મોતને ભેટી જતા કર્મચારીઓમાં શોકની લાગણી પ્રવર્તી છે. તો 108ના મુખ્ય આધિકારીએ જણાવ્યું કે તેમનો હજુ રિપોર્ટ આવવાનો બાકી છે. જોકે 108 કર્મચારીને બનતી તમામ મદદ કરવામાં આવશે. તેના મેડીક્લેમ સહીતની ચીજો પરિવારને મદદરૂપ થશે.

આમ અનેક લોકોને મોતના મુખ માંથી બચાવનાર 108નો પાયલોટ સ્વંય સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવાર સહીત 108 કર્મચારીઓમાં શોકની લાગણી પ્રવર્તી છે અને એક સેવાભાવી વ્યક્તિત્વ ગુમાવવા થી સદા તેની ખોટ પડશે તેવું 108 ના અધિકારી એ ભાવુક થઇ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.