ETV Bharat / state

વાપી ટાઉન અને GIDCને જોડતાં 10.50 કરોડના 1.2 કિમી લાંબા રસ્તાનું કરાયું ખાતમુહૂર્ત

author img

By

Published : Dec 5, 2020, 7:32 PM IST

વાપીમાં વાપી ટાઉન અને GIDC ને જોડતા નવા રસ્તાનું GIDCના MD થેંનારસન અને પારડીના ધારાસભ્ય, વાપી નગરપાલિકાના પ્રમુખના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. 1.2 કિલોમીટરનો આ ફોરલેન રસ્તો 10.50 કરોડના ખર્ચે અને 1 વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે.

વાપી ટાઉન અને GIDCને જોડતાં 10.50 કરોડના 1.2 કીમી લાંબા રસ્તાનું કરાયું ખાતમુહૂર્ત

  • વાપીમાં 1.2 કિલોમીટર ફોરલેન માર્ગનું ખાતમુહૂર્ત
  • રુપિયા 10.50 કરોડના ખર્ચે બનશે માર્ગ
  • વાપી GIDC, નોટિફાઇડ અને નગરપાલિકાનો સંયુક્ત પ્રોજેકટ

વાપીઃ શનિવારે વાપી નગરપાલિકાના પ્રમુખ વિઠ્ઠલ પટેલ, GIDCના MD થેંનારસન અને પારડીના ધારાસભ્ય કનુ દેસાઈના હસ્તે 10.50 કરોડના ફોરલેન માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વાપી ટાઉન અને વાપી GIDCને જોડતો 1.2 કિલોમીટરનો આ માર્ગ વાપીની જનતા માટે આશીર્વાદ રૂપ બની ટ્રાફિક સમસ્યા હળવી કરશે તેવી અપેક્ષા મહાનુભાવોએ સેવી હતી. વાપીમાં વાપી ટાઉન અને વાપી GIDCને જોડતો એક ઓવર બ્રિજ અને એક રેલવે ગરનાળું એમ 2 જ મુખ્ય માર્ગો છે. એમાં પણ ઓવરબ્રિજ રેલવે ફ્રેઈટ કોરિડોરમાં નડતરરૂપ હોય, સમયમર્યાદા પૂર્ણ થવા આવી હોય તેને તોડી નવો બનાવવાની કામગીરી હાથ ધરતા પહેલા ટ્રાફિક સમસ્યાને ધ્યાને રાખી વાપી GIDC, નોટિફાઇડ ઓથોરિટીના 80 ટકા અને વાપી નગરપાલિકાના 20 ટકા રકમની ફાળવણી સાથે GIDCના J ટાઈપ વિસ્તારથી વાપી ટાઉનમાં જવા માટે 1.2 કિ.મી લાંબો માર્ગ બનાવવા માટે ખાતમુહૂર્ત કરાયું છે.

વાપી ટાઉન અને GIDCને જોડતાં 10.50 કરોડના 1.2 કિમી લાંબા રસ્તાનું કરાયું ખાતમુહૂર્ત

એક વર્ષમાં માર્ગ પૂર્ણ થશે

10.50 કરોડના ખર્ચે બનનાર આ માર્ગ ડિવાઈડર સાથેનો ફોરલેન હશે. બન્ને તરફ સ્ટ્રીટલાઈટ, વરસાદી પાણીના નિકાલની સુવિધા સાથે 1 વર્ષની સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે.

ટ્રાફિક સમસ્યા હળવી થશે

માર્ગ બન્યા બાદ વાપી ટાઉન અને GIDCમાં આવાગમન કરતા વાહનચાલકો માટે ટ્રાફિક સમસ્યા હળવી થશે. આ ઉપરાંત સમયની સાથે અન્ય ફાયદાઓ થશે. તેવું GIDCના MD થેંનારસન, વાપી નગરપાલિકાના પ્રમુખ વિઠ્ઠલ પટેલ અને પારડી વિધાનસભાન ધારાસભ્ય કનુ દેસાઈએ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.