ETV Bharat / state

વાપીના વેપારીએ નોટબંદીના 3 વર્ષ બાદ ખ્યાતનામ વકીલબંધુઓ પર લગાવ્યો છેતરપિંડીનો આક્ષેપ - RTGS

વાપીઃ સમગ્ર દેશમાં 8 નવેમ્બર 2016ના રોજ 500 અને 1000ના દરની નોટો પર અચાનક નોટબંધી લાદવામાં આવી હતી. આ સમયે વાપીમાં પંજાબ નેશનલ બેંકમાં ગણેશ કાર્ગોના નામે બેંક ખાતું ધરાવતા નિલેશ ખોરાશીએ વાપીના જાણીતા વકીલબંધુઓ પર અપહરણ અને પોતાના બેંક એકાઉન્ટનો દુરઉપયોગ કર્યો હોવાની ફરીયાદ નોંધાવી છે.

ફરીયાદી
author img

By

Published : Jun 9, 2019, 7:26 PM IST

આ સમગ્ર મામલે નિલેશ ખોરાશીએ જણાવ્યું કે, જે તે વખતે આ વકીલ બંધુ મેહુલ કક્કડ-સચિન કક્કડ અને બેંક મેનેજર સહિત 18 વ્યક્તિઓએ તેનું અપહરણ કરી મોબાઈલ, ATM કાર્ડ, સહિતની ચીજવસ્તુઓ લૂંટી લીધી હતી અને પાછળથી 1.24 કરોડની રકમ RTGS થકી મુંબઈની બંધન બેંકમાં ટ્રાન્સફર કરી હતી. તદ્ઉપરાંત 14.24 લાખનો અન્ય DD પણ બનાવ્યો હતો.

જ્યારે આ સમગ્ર મામલે વકીલબંધુ મેહુલ કક્કડ અને સચિન કક્કડે જણાવ્યું કે, “આ મામલો બંને ભાઈઓને બદનામ કરવા માટેનો છે. તેમની પ્રતિષ્ઠાને બદનામ કરી આર્થિક રીતે પાયમાલ કરવા ફરિયાદીએ ખોટી ઉપજાવી કાઢેલી ફરિયાદ નોંધાવી છે. હકીકતમાં નિલેશ ખોરાશીએ પોતાના ત્રણ ક્લાયન્ટસ સાથે અનુક્રમે 28.59 લાખ, 25 લાખ અને 28 લાખની છેતરપિંડી કરી હતી. જે કેસ સંદર્ભે નિલેશ અમારા પર દાઝ કાઢી રહ્યો છે. નિલેશે આ પહેલા પણ ફરિયાદ કરી હતી, જે બેઝલેસ અને બોગસ હતી.” સાથે ફરીયાદમાં જે મેનેજરનો ઉલ્લેખ કરરવામાં આવ્યો છે તેમને વકીલબંધુઓને એળખતા પણ ન હોવાનું જણાવ્યું છે.

વાપીના વેપારીએ નોટબંદીના 3 વર્ષ બાદ ખ્યાતનામ વકીલબંધુઓ પર લગાવ્યો છેતરપિંડીનો આક્ષેપ

સાથે જ નિલેશ ખોરાશીએ આ સમગ્ર પ્રકરણમાં પોલીસ અધિકારીઓ સામે પણ ફરિયાદ ન લેવાના અને તપાસ ન કરવાના ગંભીર આક્ષેપો હાઇકોર્ટમાં કર્યા છે. હાઇકોર્ટના આદેશ સાથે ઉના પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ ઝીરો નંબરથી વાપીના GIDC પોલીસ સ્ટેશને આવતા GIDC પોલીસે સમગ્ર કૌભાંડ અંગે વધુ તપાસ હાથ ધરી છે. જેમાં હજુ સુધી કોઈ ખાસ મહત્વની કડી મળી નથી.

ત્યારે આ સમગ્ર કૌભાંડમાં કેટલાક એવા સવાલો પણ ઉઠી રહ્યા છે, જેમાં ખુદ ફરિયાદી જ આરોપી સાબિત થઈ શકે છે. જેમ કે, નિલેશના કહેવા મુજબ તેમનું અપહરણ કરી તેમના બેંકના નંબર, ATM અને મોબાઇલ ફોન લૂંટી લેવાયા હતા, તો તે બાદ નિલેશે કેમ તાત્કાલિક પોતાનો ફોન નંબર બંધ ન કરાવ્યો ? શા માટે પોતાનું બેંક એકાઉન્ટ બંધ ન કરાવ્યું ? અને સૌથી મહત્વની વાત છે કે, જે તે સમયે શા માટે તેણે પોલીસમાં ફરિયાદ ન નોંધાવી ? આ સમગ્ર મામલે નિલેશ કહે છે કે, તે ડરી ગયો હતો તો હવે એનો ડર કેમ ગાયબ થઈ ગયો એ પણ ત્રણ વર્ષ બાદ ?

વધુમાં ફરિયાદી નિલેશ એવું પણ જણાવે છે કે, નોટબંધી વખતે વાપીમાં અંદાજિત 12 બેંકમાં કુલ 100 કરોડના ગેરકાયદેસર ટ્રાન્જેક્શન થયેલા છે. જેમાં એક વ્યક્તિનું બોગસ એકાઉન્ટ પણ ખોલવામાં આવ્યું હતું, આ ઈસમ હાલમાં આફ્રિકામાં છે. આ સમગ્ર કૌભાંડમાં પોલીસ અને રાજકીય લોકોની પણ ભૂમિકા હોવાની શંકા નિલેશ વ્યક્ત કરે છે. ત્યારે આટલી બધી માહિતી તેની પાસે આવી ક્યાંથી અને એ પણ ત્રણ વર્ષ બાદ ? તેવા અનેક સવાલો હાલ વાપીના પ્રબુદ્ધ નાગરિકોમાં ઉઠ્યા છે. હવે પોલીસ આ સમગ્ર મામલે કેવી તપાસ કરે છે અને તપાસમાં શું બહાર આવે છે તેના પર સૌ કોઈ મીટ માંડીને બેઠું છે.

Slug :- 78 લાખની છેતરપિંડી કરનારે 18 ઇસમો સામે નોંધાવી 1.24 કરોડની ફરિયાદ!

Location :- વાપી

વાપી :- વાપીમાં જાણીતા વકીલ બંધુઓએ નોટબંધી વખતે 1.24 કરોડ જેવી માતબર રકમ એકાઉન્ટમાં નાખી તાત્કાલિક RTGS કરી પોતાના એકાઉન્ટનો ગેર ઉપયોગ કર્યો હોવાની ફરિયાદ એક ફરિયાદીએ ઉનામાં નોંધાવી ઝીરો નંબરથી વાપી GIDC પોલીસ મથકે આવતા ત્રણ વર્ષ બાદ નોટબંધીનું ભૂત ધુણ્યું છે. ફરિયાદી નિલેશ ખોરાશીએ 18 ઈસમો વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવી છે. જેમાં ફરિયાદીએ ખુદ 78 લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદની દાઝ કાઢવા આ ફરિયાદ નોંધાઈ હોવાનું વકીલબંધુઓનું કહેવું છે.

સમગ્ર દેશમાં 8 નવેમ્બર 2016ના 500 અને 1000ના દરની નોટો પર અચાનક નોટબંધી લાદી દીધા બાદ જે તે વખતે વાપીમાં પંજાબ નેશનલ બેંકમાં ગણેશ કાર્ગોના નામે બેન્ક ખાતું ધરાવતા નિલેશ ખોરાશીના બેન્ક એકાઉન્ટમાં વાપીના જાણીતા વકીલ બંધુ મેહુલ કક્કડ, સચિન કક્કડ અને પંજાબ નેશનલ બેંકના મેનેજર સહિત 18 વ્યક્તિઓએ પોતાના એકાઉન્ટમાં 1.24 કરોડ જેવી માતબર રકમ જમા કરાવી RTGS થકી મુંબઈની બંધન બેંકમાં ટ્રાન્સફર કરી હોવાની અને પોતાનું અપહરણ કરી ધમકી આપતા હોવાની ફરિયાદ ટ્રાવેલ્સનો બિઝનેસ કરતા નિલેશ ખોરાશીએ નોંધાવી છે.  

આ સમગ્ર મામલે નિલેશ ખોરાશીએ એવી વિગતો આપી હતી કે જે તે વખતે આ વકીલ બંધુઓએ તેમનું અપહરણ કરી તેમનો મોબાઈલ, ATM કાર્ડ, સહિતની ચીજવસ્તુઓ લૂંટી લીધી હતી. અને પાછળથી તેનો ગેર ઉપયોગ કર્યો છે. નિલેશના જણાવ્યા મુજબ વકીલ બંધુઓ અને તેમના મળતીયાઓએ 1.24 કરોડની રકમ મુંબઈની બંધન બેંકમાં ટ્રાન્સફર કરી હતી એ ઉપરાંત 14.24 લાખનો અન્ય DD પણ બનાવ્યો હતો. 

જ્યારે આ સમગ્ર મામલે વકીલબંધુ મેહુલ કક્કડ અને સચિન કક્કડની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે સમગ્ર મામલો બંને ભાઈઓને બદનામ કરવા માટેનો છે. તેમની પ્રતિષ્ઠાને બદનામ કરી આર્થીક રીતે પાયમાલ કરવા ફરિયાદીએ ખોટી ઉપજાવી કાઢેલી ફરિયાદ નોંધાવી છે. હકીકતમાં નિલેશ ખોરાશીએ પોતાના ત્રણ ક્લાયન્ટસ સાથે અનુક્રમે 28.59 લાખ, 25 લાખ અને 28 લાખની છેતરપિંડી કરી હતી. જે કેસ સંદર્ભે નિલેશ આ દાઝ કાઢી રહ્યો છે. નિલેશે આ પહેલા પણ ફરિયાદ કરી હતી જે બેઝ લેસ અને બોગસ હોઈ B સમરી થયેલી.  

જે બાદ આ ભાઈએ હવે આ નવી ફરિયાદ નોંધાવી છે. જેમાં એ જે પંજાબ નેશનલ બેંકના મેનેજરની વાત કરે છે તેને તેઓ ઓળખતા પણ ના હોવાનું જણાવી અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે. અને આગામી દિવસોમાં સમગ્ર મામલે યોગ્ય ચુકાદો આવશે તેવું જણાવ્યું હતું. મેહુલ કકકડે વધુમાં જણાવ્યું હતું કે જે રીતે તેમની પાસે સઘળી માહિતી છે. તે જોતાં કદાચ આ સમગ્ર પ્રકરણમાં નિલેશ પોતે જ સંડોવાયેલ છે. અને આ સમગ્ર કૌભાંડ પોતે જ કર્યું છે તેવું અમારું માનવું છે.

નિલેશ ખોરાશીએ આ સમગ્ર પ્રકરણમાં પોલીસના અધિકારીઓ સામે પણ ફરિયાદ નહિ લેવાના અને તપાસ નહીં કરવાના ગંભીર આક્ષેપો હાઇકોર્ટમાં કર્યા છે. હાઇકોર્ટના આદેશ સાથે ઉના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી તે ફરિયાદ ઝીરો નંબરથી વાપીના GIDC પોલીસ મથકે આવતા GIDC પોલિસે સમગ્ર કૌભાંડ અંગે તપાસ હાથ ધરી છે. જેમાં હજુ સુધી કોઈ ખાસ મહત્વની કડી મળી નથી. 

તો, આ સમગ્ર કૌભાંડમાં કેટલાક એવા સવાલો પણ ઉઠી રહ્યા છે જેમાં ખુદ ફરિયાદી જ આરોપી સાબિત થઈ શકે છે. જેમ કે નિલેશના કહેવા મુજબ તેમનું અપહરણ કરી તેમના બેન્ક ATM મોબાઇલ ફોન લૂંટી લેવાયા હતા તો તે બાદ નિલેશે કેમ તાત્કાલિક પોતાનો ફોન નંબર બંધ ના કરાવ્યો? શા માટે પોતાનું બેન્ક એકાઉન્ટ ક્લોઝ ના કરાવ્યું? અને સૌથી મહત્વની વાત કે શા માટે તેણે પોલીસ ફરિયાદ ના નોંધાવી? આ સમગ્ર મામલે નિલેશ કહે છે કે તે ડરી ગયો હતો તો હવે એનો ડર કેમ ગાયબ થઈ ગયો એ પણ ત્રણ વર્ષ બાદ?

જ્યારે વકીલ બંધુ મેહુલ કક્કડના જણાવ્યા મુજબ નિલેશે તેમના ત્રણ ક્લાયન્ટસ સાથે 20મી ઓક્ટોબર 2016 અને 24 મી ઓક્ટોબર 2016માં છેતરપિંડી આચરી હતી અને તે કેસ તેઓ લડ્યા હતાં તો પછી એ લોકો કઈ રીતે નોટબંધી વખતે નિલેશનું અપહરણ કરે? શુ તેમને ખબર હતી કે મોદી સાહેબ નોટબંધી લાવવાના છે અને તેમાં નિલેશના બેન્ક એકાઉન્ટ્સનો ગેર ઉપયોગ કરવાનો છે.

વધુમાં ફરિયાદી નિલેશ એવું પણ જણાવે છે કે, નોટબંધી વખતે વાપીમાં અંદાજિત 12 બેંકમાં કુલ 100 કરોડના ગેર કાયદેસર ટ્રાન્જેક્શન થયેલા છે. આમાં એક વ્યક્તિનું બોગસ એકાઉન્ટ્સ પણ ખોલેલું અને હાલમાં આ ઈસમ આફ્રિકામાં છે. આ સમગ્ર કૌભાંડમાં પોલીસ અને રાજકીય લોકોની પણ ભૂમિકા હોવાની શંકા નિલેશ વ્યક્ત કરે છે. ત્યારે આટલી બધી માહિતી તેની પાસે આવી ક્યાંથી અને એ પણ ત્રણ વર્ષ બાદ? તેવા અનેક સવાલો હાલ વાપીના પ્રબુદ્ધ નાગરિકોમાં ઉઠ્યા છે. હવે, પોલીસ આ સમગ્ર મામલે કેવી તપાસ કરે છે અને તપાસમાં શુ બહાર આવે છે તેના પર સૌ કોઈ મીટ માંડીને બેઠું છે.   

Bite :- નિલેશ ખોરાશી, ફરિયાદી
Bite :- મેહુલ કક્કડ, વકીલ, જેમની વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે.

Video spot send FTP
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.