વડોદરાઃ સંસ્કારીનગરીમાં ગુનાખોરી સતત વધી રહી છે. ત્યારે શહેર નજીક આવેલી એક નદીના કોતરમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતાં પોલીસ દોડતી થઈ છે. આ અંગે વડોદરા છાણી પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઘટના અંગે વડોદરા છાણી પોલીસને વર્ધી મળી હતી કે, પદમલા નજીક મિની નદીના કોતરોમાં એક અજાણી મહિલાનો મૃતદેહ પડ્યો છે. તેના આધારે વડોદરા છાણી પોલીસના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. ત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસના જવાનોને મહિલાની હત્યા કરી હોવાનું અનુમાન છે.
આ પણ વાંચોઃ Navsari Crime: પાપ છુપાવવા પુત્રને પતાવી દીધો, 3000થી વધુ ફોન નંબર સ્કેન કર્યા બાદ મળી કડી
હત્યાની આશંકાએ FSL અને ડોગ્સ સ્ક્વોડની મદદ લેવામાં આવીઃ પદમલા નજીક બનેલી આ ઘટનાને લઈને પ્રથમ દ્રષ્ટિએ હત્યા કરાઈ હોવાનું જાણવા મળ્યું હતું, જેથી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ત્યારે આ તપાસમાં પોલીસે FSL અને ડોગ સ્ક્વોડની પણ મદદ લીધી હતી. મહિલાના મૃતદેહના પોસ્ટમોર્ટ રિપોર્ટ બાદ બધુ સ્પષ્ટ થશે.
મહિલાની હત્યા કરી હોવાનું અનુમાનઃ સમગ્ર ઘટનાને ધ્યાને રાખી ફરજ પરના એ ડિવિઝનના એસીપી ધર્મેન્દ્રસિંહ ચાવડા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ મહિલાની ઉંમર લગભગ 30થી 35 વર્ષની આસપાસ જણાઈ આવી હતી. આ મિની નદીના બ્રિજ ઉપર 20થી 25 ફૂટ જેટલી ઢસેડી હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન કર્યું હતું.
આ પણ વાંચોઃ Ahmedabad Crime : કૌટુંબિક વ્યક્તિ હત્યા કરી આરોપી મૃતદેહ ફંફોળવા કામે લાગ્યો, આ રીતે પોલીસે પકડ્યો
મહિલાના મૃતદેહને નદીના કોતરમાં નાખી દેવાયો હોવાની આશંકાઃ આ સમગ્ર ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે, અજાણી મહિલાને સૌપ્રથમ તો તેને રેતીના ઢગલા પાસેથી 20થી 25 ફૂટ જેટલી ઢસડી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારબાદ તેના મૃતદેહને નદીના કોતરમાં નાખી દેવાયો હોવાની આશંકા છે. મહત્વની વાત એ છે કે, સમગ્ર ઘટના અંગેની વધુ વિગતો અને કડી તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.