- સાવલીનું ભાદરવા ગામ ધરાવે છે રાજપૂત ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ
- ભાદરવા ગામે ક્ષત્રિય-રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર, શાસ્ત્ર અને સીમડાં પૂજન
- સરકારની કોરોના મહામારીના ગાઈડલાઇન સાથે સાદાઈ પૂર્વક થયું પૂજન
વડોદરા: સાવલી તાલુકાના ભાદરવા ગામે વિજયા દશમી પર્વ નિમિત્તે પ્રતિવર્ષથી ચાલતી આવતી પરંપરા મુજબ આ વર્ષે કોરોના સામેની ખાસ તકેદારી સાથે સમી સાંજે શુભ મુહૂર્તમાં સાદાઈથી રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર, શાસ્ત્ર અને સીમડાં પૂજન કરાયું હતું. સરકારની કોરોના મહામારીના કારણે અપાયેલી ગાઈડલાઇનનું પાલન કરતાં સીમિત લોકોની હાજરીમાં શસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન કરવામાં આવ્યું હતું.
આવનાર પેઢી પારંગત થાય તે હેતુથી પૂજન
સાવલી તાલુકાનું ભાદરવા ગામ સ્ટેટના સમયથી રાજપૂત ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ ધરાવે છે. અહીં પ્રતિવર્ષે ક્ષત્રિય સમાજ દ્વારા પરંપરાગત રીતે મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો ભેગા મળીને વિજયાદશમી દશેરા નિમિત્તે ધામધૂમથી અને શોભાયાત્રા સાથે શસ્ત્ર,અને શક્તિ પ્રદર્શનના અનેક કાર્યક્રમ સાથે શસ્ત્ર,શાસ્ત્ર,અને સીમડાં, પૂજન કરે છે. જોકે, આ વર્ષે વૈશ્વિક કોરોના મહામારીના કારણે ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા ભાદરવા ગામના હનુમાનજી મંદિર ખાતે સીમિત સંખ્યામાં સરકારની ગાઈડલાઈનનું પાલન કરી શસ્ત્ર, શાસ્ત્ર,અને સીમડાં પૂજન સાદાઈ પૂર્વક કરવામાં આવ્યું હતું. આવનાર પેઢી આ પરંપરાથી પારંગત થાય તે હેતુસર રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા આ પૂજન કરવામાં આવ્યું હતું.