મેડિકલ શિક્ષણ આલમમાં સનસનાટી મચાવતા પ્રકરણની વિગત સામે છે, સયાજી હોસ્પિટલમાં સ્વાઇન ફ્લુ વોર્ડની પાછળના ભાગે ફિઝિયોથેરાપી કોલેજ આવેલી છે. આ કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થિનીઓના વાઇવા ગત 16 જુલાઇ અને 17મી જુલાઇએ હતા. આ વાઇવામાં એનાટોમીના વિષય માટે બરોડા મેડિકલ કોલેજના સિનિયર પ્રોફેસર એસ.કે. નાગરને નિયુક્ત કરવામાં આવ્યાં હતા. આ વાઇવામાં તેમણે વિદ્યાર્થિનીઓને સુરૂચિનો ભંગ થાય તેવા સવાલો પૂછ્યા હોવાનો વિદ્યાર્થિનીઓએ આક્ષેપ કર્યો હતો.
વિદ્યાર્થિનીઓએ જણાવ્યું કે, ‘સામાન્ય રીતે કોઇ પર્સનલ નંબર માંગતું નથી પણ તેમનું નંબર માંગવું આઘાતજનક હતું.'ઉપરાંત પ્રાધ્યાપકે વાઇવા પૂરા થયા બાદ એક્સટરનલ એક્ઝામમાં પણ હું જ આવવાનો છું તેમ કહેતા કેટલીક છોકરીઓ ગભરાઇ ગઇ હતી. એક વિદ્યાર્થિનીએ તો નાગર સર હોય તો હું પરીક્ષા આપવાની નથી તેવું કહીને પોતાના ગામ જતી રહી છે. જેને લઇને આજ રોજ મેડીકલ કોલેજની રોષે ભરાયેલી વિદ્યાર્થીનીઓ એ મોટી સંખ્યામાં એકત્રિત થઇ વાઇસ પ્રેસિડેન્ટ સલોની મિશ્રા અને જી એસ વ્રજ પટેલની આગેવાનીમાં યુનીવર્સીટી હેડ ઓફીસ ખાતે ભારે સુત્રોચ્ચાર કરી પ્રોફેસર નાગર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી હતી.