ETV Bharat / state

મોરબીના ઝૂલતા પુલની ઘટના ફરી ન બને તે માટે કમાટીબાગ કેબલબ્રિજની તંત્રએ શરૂ કર્યું આ કામ - કમાટીબાગ કેબલ બ્રિજનું નિરીક્ષણ

મોરબી પુલ હોનારત ( Morbi Bridge Incident) બાદની રાહત કામગીરીમાં 170ને બચાવી લેવાયાં છે. ગુજરાતના મોરબીની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં મહાનગરપાલિકાની ટીમો સક્રિય થઈ છે. હવે વડોદરા મ્યુનિસિપલ કમિશનરએ કમાટીબાગના (Inspection of Kamatibagh Cable Bridge) સંકલ્પભુમી પાસે આવેલી વિશ્વામિત્રી નદી પર બનેલા કેબલ બ્રિજની તપાસ હાથ ધરવામાં આવી છે. જેને લઈને બ્રિજની સ્ટેબિલીટી સહીતની ચકાસણી, મોનીટરીંગનો રિપોર્ટ આપશે.

મોરબીના ઝૂલતા પુલની ઘટના ફરી ન બને તે માટે કમાટીબાગ કેબલબ્રિજની તંત્રએ શરૂ કર્યું આ કામ

author img

By

Published : Nov 1, 2022, 8:36 PM IST

વડોદરા મોરબીમાં મચ્છુ નદી પરનો ઝૂલતો કેબલ બ્રિજ(Morbi hanging Bridge Tragedy) તૂટવાની ઘટનાથી સમગ્ર ગુજરાત શોક મગ્ન બન્યું છે. આ ઘોજારી ઘટનાને લઈ જાણે તંત્રના બહેરા કાને અવાજ પહોંચ્યો છે. ફરી આવી ઘટના ન બને તે માટે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. હવે વડોદરા મ્યુનિસિપલ કમિશનરએ (Vadodara Municipal Commissioner) કમાટીબાગના સંકલ્પભુમી પાસે આવેલી વિશ્વામિત્રી નદી પર બનેલા કેબલ બ્રિજના (Kamatibag Cable Bridge over Vishwamitri River) મોનીટરીંગની સૂચનાઓ આપવામાં આવી હતી.

VMCના 4 ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા કમાટી બાગ

કોર્પોરેશનના 4 ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા કમાટી બાગ ગુજરાતના મોરબીની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં મહાનગરપાલિકાની ટીમો (Gujarat Municipal teams are active) સક્રિય થઈ છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા મ્યુનિસિપલ કમિશનરની સૂચનાના આધારે શહેરના કમાટીબાગમાં આવેલા કેબલ બ્રિજની મુલાકાતે પાલિકાના 4 અધિકારીઓને નિરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. અધિકારીઓ દ્વારા બ્રિજની સ્ટેબિલીટી સહીતની ચકાસણી (Stability checking cable bridge at Kamatibagh), મોનીટરીંગનો રિપોર્ટ આપશે. મ્યુનિસિપલ કમિશનરને સોંપવામાં આવશે. આવનાર સમયમાં વધુ સાહેલની બ્રિજ પર ન જાય તે માટે સિક્યુરિટી ગોઠવી મોટી સંખ્યામાં બ્રિજ પર જતાં સહેલાણીઓને રોકવામાં આવી રહ્યા છે.

1964માં કેબલ બ્રિજ તૂટી પડ્યો હતો કમાટીબાગ મધ્ય ગુજરાતનો સૌથી મોટો બાગ છે. તહેવારના દિવસો દરમિયાન મોટી સંખ્યામાં સહેલાણીઓ બ્રિજ પરથી પસાર થાય છે. અહીં સર સયાજીરાવ ગાયકવાડે આ જ જગ્યાએ લાકડાનો ઝૂલતો પુલ બનાવ્યો હતો. જે 1964માં ફુગ્ગા અગિયારસના દિવસે ભારે ભીડને કારણે તૂટી પડ્યો હતો. જેમાં 10 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ 11.83 કરોડના ખર્ચે વર્ષ 2016માં નવો કેબલ સ્ટે બ્રિજ બનાવવામાં આવ્યો હતો. આ કેબલ બ્રિજ બાલભવનથી કમાટીબાગ ઝુને જોડી રહ્યો છે.

1000 લોકોની અવરજવર કરવાની બ્રિજની ક્ષમતા આ બ્રિજ 110 મીટર લાંબો અને 4.75 મીટર પહોળો છે. આ બ્રિજમાં 11 જેટલા કેબલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં 28.5 મીટરના થાંભલા ઉભા કરાયા છે. કેબલ બ્રિજ પરથી અંદાજે 1000 લોકો અવરજવર કરી શકે છે. હાલ બ્રિજની સ્ટેબિલિટી ચેક કરવામાં આવી રહી છે. મોરબી ઘટના બાદ વડોદરા મહાનગરપાલિકા તંત્ર દોડતું થયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.