ETV Bharat / state

વડોદરામાં કોરોના ગાઇડલાઇનનો ભંગ, ક્રિકેટ રસીયાઓનો જામ્યો જંગ - Lockdown

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે, ત્યારે લોકો દ્વારા કોરોના ગાઇડલાઇન ભંગના કિસ્સો સામે આવી રહ્યા છે. જ્યારે વડોદરા શહેરમાં પણ એક એવો જ કિસ્સો સામે આવ્યો છે. કોરોનાના કહેર વચ્ચે કોરોનાથી બેખબર બનીને ક્રિકેટ રસીયાઓ મેચ રમી રહ્યા છે.

વડોદરામાં કોરોના ગાઇડલાઇનનો ભંગ, ક્રિકેટ રસીયાઓનો જામ્યો જંગ

author img

By

Published : May 14, 2021, 11:29 AM IST

  • વડોદરામાં કોરોનાથી બેખબર બની ક્રિકેટ રસીયાઓનો જામ્યો મેચ
  • વડોદરામાં કોરોના ગાઇડલાઇનનો ભંગ
  • કોરોના સામે નાની અમથી પણ બેદરકારી જીવલેણ નિવડી શકે છે

વડોદરાઃ જિલ્લા સહિત રાજ્યના તમામ શહેરોમાં કોરોના બેકાબુ બન્યો છે. કોરોનાને નિયંત્રણમાં લાવવાના પ્રયાસના ભાગરૂપે સરકારે રાજ્યમાં આંશિક લોકડાઉન લાગું કર્યુ છે. તેવામાં વડોદરાના રાજમહેલ રોડ પર આવેલા પોલોગ્રાઉન્ડ પર કોરોનાથી બેખબર બનીને ક્રિકેટ રસીયાઓ મેચ રમી રહ્યા હતા. એક સાથે આટલી મોટી સંખ્યામાં લોકો મેદાનમાં એકત્ર થવાથી કોરોનાનું સંક્રમણ ફેલાવવાની શક્યતામાં વધારો થઇ શકે છે.

આપણ વાંચોઃ જૂનાગઢ: સાંસદની હાજરીમાં કોરોના ગાઇડલાઇનનો ભંગ

રાજ્યમાં કોરોનાની બીજી વેવ ચાલી રહી છે

વડોદરામાં સહિત રાજ્યમાં કોરોનાની બીજી વેવ ચાલી રહી છે. બીજી વેવમાં તેજીથી સંક્રમણ ફેલાવતા કોરોનાને અટકાવવા માટે સરકારે કોરોના કર્ફ્યુ અને આંશિક લોકડાઉન લાગુ કર્યુ છે પરંતુ વડોદરામાં દુકાનનું શટર બંધ કરીને બૂટનું વેચાણ હોય કે કોરોના કર્ફ્યુમાં પીત્ઝા પાર્લર ખુલ્લું રાખીને નિયમોનો ભંગ કરવાના કિસ્સાઓ સામે આવતા રહે છે. તેવામાં હજી પણ લોકો કોરોનાને હળવાશથી લઇ રહ્યા હોય તેવો એક વીડિયો સામે આવ્યો છે. વડોદરાના જાણીતા ક્રિકેટ ગ્રાઉન્ડ ગણાતા પોલો ગ્રાઉન્ડ પર રોજ સવારે અને સાંજે ક્રિકેટ રસીયાઓ વચ્ચે મેચ જામી છે. જેમાં મોટી સંખ્યામાં ક્રિકેટ રસીયાઓ ગ્રાઉન્ડ પર એકત્ર થયેલા જોવામળે છે. ક્રિકેટ રસીકો મેદાનમાં ઠેક ઠેકાણે વાહન પાર્ક કરીને મેચ રમતા જોવા મળ્યા હતા.

આપણ વાંચોઃ ભાજપની પેજ કમિટીના કાર્યક્રમમાં કોરોના ગાઇડલાઇનનો ભંગ, નિયમો ફક્ત સામાન્ય લોકો માટે છે?

વડોદરામાં ક્રિકેટ ગ્રાઉન્ડ પર મોટી સંખ્યામાં ક્રિકેટ રસીકો એકત્ર થયા

કોરોનાને નાથવા માટે એક તરફ સરકારે આંશિક લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. તો બીજી તરફ વેક્સિનેશન પર જોર મુકવામાં આવી રહ્યો છે. તેવા સમયે સરકારના કોરોના સામેની લડતના પ્રયાસોમાં લોકોએ માક્સ પહેરી, સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરીને અને સરકારની ગાઇડલાઇનને અનુસરીને સાથ આપવો જોઇએ. તેની જગ્યાએ લોકો બેફીકર બનીને મેચ રમી રહ્યા છે, દુકાનો ચાલું રાખી રહ્યા છે, તે જોતા લોકો એવું લાગી રહ્યું છે કે, લોકો કોરોનાને હળવાશથી લઇ રહ્યા છે. કોરોના સામે નાની અમથી પણ બેદરકારી જીવલેણ નિવડી શકે છે અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા સુરતના મોટા વરાછા સ્થિત ક્રિકેટ ગ્રાઉન્ડ પર મોટી સંખ્યામાં ક્રિકેટ રસીકો એકત્ર થયા હતા. જો કે, ચાલુ મેચમાં પોલીસને એન્ટ્રી પડતા ફિલ્મી સ્ટાઇલથી નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.