ETV Bharat / state

વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયામાં વ્હાલાદવલાની નીતિ - વડોદરા એમએસ યુનિવર્સીટી ભ્રષ્ટાચાર

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી(Maharaja Sayajirao University) ભરતી પ્રક્રિયા વિવાદ મુદ્દે સેનેટ અને સિન્ડિકેટ સભ્યોએ સાવલીના ધારાસભ્યને રજુઆત કરતા તેઓએ આ મામલે રાજ્યના મુખ્યપ્રધાન અને શિક્ષણપ્રધાનને પત્ર લખી યુનિવર્સીટીમાં ચાલતી વ્હાલાદવલાની નીતિ સામે કસુરવારો સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી.

વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયામાં વ્હાલાદવલાની નીતિ

author img

By

Published : Oct 13, 2021, 3:31 PM IST

  • ભરતી કૌભાંડ મામલે મુખ્યપ્રધાન અને શિક્ષણપ્રધાનને રજુઆત કરી
  • એમ.એસ.યુ.માં ભરતીનો વિવાદ વકર્યો
  • સરકાર નિયુક્ત સેનેટ સભ્યો અને સિન્ડિકેટ સભ્યોની સાવલીના ધારાસભ્યની મુલાકાત
  • ધારાસભ્ય, સિન્ડિકેટ અને સેનેટ સભ્યો ગાંધીનગર પહોંચ્યા

વડોદરા: સરકાર દ્વારા નિયુક્ત સેનેટ મેમ્બર ડો.દિલીપ કટારીયા અને પ્રો.સિન્ડિકેટ સભ્ય હસમુખ વાઘેલા, સહિતનું પ્રતિનિધિ મંડળ સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર(MLA Ketan Inamdar)ની મુલાકાત લીધી હતી. તેમની સમસ્યા મુદ્દે રજુઆત કરી હતી. એમએસ યુનિવર્સીટી(MS University)માં ભરતી પ્રક્રિયામાં ગેરરીતિઓ બાબતે વ્હાલાદવલાની નીતિથી ભરતી કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે ધારાસભ્ય કેતન ઈનામદારને રજુઆત કરી હતી.

એમએસ યુનિવર્સિટીમાં સગાવાદ અને ભ્રષ્ટાચાર

એમએસ યુનિવર્સિટીમાં તાજેતરમાં કરવામાં આવેલી શૈક્ષણિક ભરતી(Academic recruitment) તેમજ બિનશૈક્ષણિક ભરતીમાં યુનિવર્સીટી સત્તાધિશો દ્વારા સગાવાદ અને ભ્રષ્ટાચાર આચરાયો છે. જે બાબતે સિન્ડિકેટ સભ્ય ડો.દિલીપ કટારીયા, હસમુખ વાઘેલા અને ચેતન સોમાણી દ્વારા યુનિ.રજિસ્ટ્રાર પાસે ઉમેદવારોની જરૂરી વિગતો માગવામાં આવી હતી. જે વિગતો આપવાની ના પાડવામાં આવતા જ આજે ત્રણેય સિન્ડિકેટ સભ્યો ઉપરાંત સરકાર નિયુક્ત સેનેટ સભ્યો સાવલીના ધારાસભ્ય અને સરકાર નિયુક્ત સેનેટ સભ્ય કેતન ઇનામદારને રજૂઆત કરવા પહોંચ્યા હતા.

વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયામાં વ્હાલાદવલાની નીતિ

ત્યારબાદ કેતન ઇનામદાર પણ સિન્ડિકેટ અને સેનેટ સભ્યો સાથે ગાંધીનગર પહોંચ્યા હતા. આ ઉપરાંત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમજ શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીને લેખીત તેમજ મૌખીક રજૂઆત કરવામાં આવી હતી. એટલું જ નહીં ભરતીમાં આચરવામાં આવેલા ભ્રષ્ટાચાર અને સગાવાદ(Corruption and nepotism)ના પુરાવા પણ આપવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ ગુજરાત યુનિવર્સિટી ( Gujarat University)માં LLMના વિદ્યાર્થીઓની હોલ ટિકિટ (Hall Ticket)માં નામ અને ફોટો અલગ-અલગ વિદ્યાર્થીના

ધારાસભ્ય કેતન ઈનામદારનુ્ નિવેદન

ધારાસભ્ય કેતન ઈનામદારે જણાવ્યું હતું કે, એમ.એસ.યુનિવર્સીટીના ત્રણ સિન્ડિકેટ સભ્યો સહિત 13 સેનેટ સભ્યો આજે રજૂઆત કરવા આવ્યા હતા કે વાઇસ ચાન્સેલર પ્રો.પરિમલ વ્યાસ દ્વારા શૈક્ષણિક અને બિનશૈક્ષણિક ભરતીમાં કરવામાં આવેલા ભ્રષ્ટાચાર તેમજ સગાવાદ બાબતે મને વિસ્તૃત માહિતી આપી હતી. જેથી મેં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ શિક્ષણપ્રધાન વાઘણીને પત્ર લખી રજૂઆત કરી હતી. યુનિવર્સીટીની ગરિમાને ઝાંખપ લગાડતા તત્વો સામે તપાસ થાય થવી જોઈએ.

એમએસ યુનિવર્સીટીના રજિસ્ટ્રાર ડો. ચુડાસમાનુ નિવેદન

જ્યારે એમએસ યુનિવર્સીટીના રજિસ્ટ્રાર ડો. કેએમ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ભરતી પ્રક્રિયા નિયમ અનુસાર છે. એમએસ યુવિનર્સિટીમાં ચાલી રહેલી ભરતી પ્રક્રિયામાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા આપવામાં આવેલા મિનિમમ ક્વોલીફીકેશનનું પાલન કરવામાં આવી રહ્યું છે. જેમાં યુનિવર્સિટીના એક પણ વ્યક્તિ , હોદ્દેદાર કે અધિકારી દ્વારા કોઇ જ ભ્રષ્ટાચાર અને સગાવાદ આચરવામાં આવ્યો નથી.

આ પણ વાંચોઃ ગુજરાતમાં રમકડાનું ઉત્પાદન થશે, સરકારે ચિલ્ડ્રન યુનિવર્સિટીને આપી જવાબદારી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.