- કરજણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી
- ઉમેદવારી પત્રોની ચકાસણી પૂર્ણ
- 19 ઓક્ટોબરે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ
કરજણ: શનિવારે હાથ ધરવામાં આવેલી ફોર્મ ચકાસણીની પ્રક્રિયામાં 13 ઉમેદવારોના ફોર્મ યોગ્ય જણાયા હતા, જ્યારે 5 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા હતા. 19 ઓક્ટોબરે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે. ત્યારબાદ ઉમેદવારોનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે.
કરજણ બેઠક માટે કુલ 18 ફોર્મ ભરાયા
અગાઉના દિવસો દરમિયાન કરજણ બેઠક માટે 5 ઉમેદવારી પત્રો ભરાયા હતા. જોકે, ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસ સુધીમાં કરજણ બેઠક માટે કુલ 18 ફોર્મ ભરાયા હતા. અગાઉના દિવસોમાં અક્ષય પટેલ, દિનેશ પટેલ, કિરીટસિંહ જાડેજા અને જયદીપ સુરતિયાએ ઉમેદવારી નોંધાવી હતી.
ઉમેદવારી ફોર્મની ચકાસણી કરાઈ
ચૂંટણી અધિકારી કે.આર. પટેલે જણાવ્યું હતું કે, 17 ઓક્ટોબરે કરજણ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ઉમેદવારોના ફોર્મની ચકાસણી સવારે 11 કલાકથી રાખવામાં આવી હતી. કરજણ વિધાનસભા પેટા ચૂંટણી માટે કુલ 18 ઉમેદવારી પત્રો રજૂ થયા હતા.