વડોદરા : શહેરના ગોત્રી વિસ્તારમાં નજીવી બાબતે થયેલી બોલાચાલીમાં સાળાએ બનેવીને ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. સાસુના ઘરે ગેસ સિલિન્ડર પૂરો થઈ જતા જમાઈ ગેસ સિલિન્ડર આપવા સાસરીમાં આવ્યો હતો. તે દરમિયાન સાળા અને બનેવી વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થતાં ઉશ્કેરાઈ ગયેલા સાળાએ બનેવીના છાતીના ભાગે ઉપરા છાપરી ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેતા આ વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. આ મામલે ગોત્રી પોલીસ મથકમાં 3 શખ્સો સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં ત્રણ શખ્સોની અટકાયત કરવામાં આવી છે.
પત્નીએ નોંધાવી ફરિયાદ : ગોત્રી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ ઓમ રેસીડેન્સીમાં રહેતા સપના બારોટે નોંધાવેલી ફરિયાદ અનુસાર તેઓની મમ્મી સદગુરુ એપાર્ટમેન્ટમાં રહે છે. તેઓના ઘરે ગેસ સિલેન્ડર ખાલી થઈ ગયો હતો. જે દર વખતે તેઓ દ્વારા આપવામાં આવતો હતો. આ દરમિયાન ગતરોજ રાત્રીના સાડા દસ વાગે ગયા હતા. જ્યાં તેઓની માતા ન મળતા રાહ જોતા માસીન ઘરેથી પરત આવ્યા હતા. સિલેન્ડર આપી ખાલી બોટલ લઈ નીકળતા હતા. આ દરમિયાન સદગુરૂ ફ્લેટના ગેટ પાસે રાત્રીના અગિયાર વાગ્યાના સમયે સપનાની માસીનો છોકરો સાહિલ બાબુરાવ રાણા ચપ્પુ લઈને આવ્યો હતો અને ઝઘડો કરવા લાગ્યો હતો. આ દરમિયાન પતિ ધવલભાઈ પર છરીના ઘા ઝીંક્યા દીધા હતા.
108 મારફતે હોસ્પિટલમાં ખસેડાયા : આ દરમિયાન પતિ ધવલભાઈ મોપેડ પરથી નીચે પટકાયા હતા. તે દરમિયાન ચિરાગ રાણા આવ્યો હતો અને તેને સાહિલના હાથમાંથી ચપ્પુ લઇ તે ચપ્પુ વડે ધવાલભાઈને મારવા લાગ્યા હતા અને માસા બાબુરાવ રાણા પણ પ્લાસ્ટીકની પાઈપ લઈને આવ્યા અને મારા પતિ ધવલને માથાના ભાગે અને શરીરે મારવા લાગેલા હતા. આ મારમારીમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત પતિને હોસ્પિટલ લઈ જવા માટે 108ને કોલ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ચિરાગ અને સાહિલ સફેદ કલરની સ્વીફ્ટ ગાડી ભાગી ગયા હતા. ઈજાગ્રસ્ત પતિને શહેરની ગોત્રી હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન હજાર તબીબે મૃત જાહેર કર્યા હતા.
આરોપીઓ પોલીસના સકંજામાં : આ સમગ્ર મામલો ગોત્રી પોલીસ મથકમાં પહોંચ્યો હતો. જ્યાં મૃતકની પત્નીએ ગોત્રી પોલીસ મથકમાં સાહિલ બાબુરાવ રાણા, ચિરાગ બાબુરાવ રાણા અને બાબુરાવ અબ્બાસ રાવ રાણા વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી સાહિલ રાણા, બાબુરાવ રાણા અને ચિરાગ રાણાની ધરપકડ કરી છે.
ગતરોજ હત્યાનો ગુનો બન્યો હતો. જેમાં મૃતક ધવલ બારોટની સાસરીમાં સાસુને ત્યાં પત્ની સાથે આવ્યા હતા. આ દરમિયાન કૌટુંબિક સાળાઓ દ્વારા ચપ્પુથી હુમલો કર્યો હતો. જેમાં ધવલ બરોટનું મૃત્યુ થયું છે. આ બનાવમાં ગોત્રી પોલીસે ત્રણ આરોપી સામે હત્યાનો ગુનો નોંધી ત્રણ આરોપીઓની હાલમાં મેડિકલ કાર્યવાહી બાદ ધરપકડ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. - એ.વી. કાટકડ (ACP)
વધુ આરોપીઓ આવશે તો : જેમાં એક આરોપી ફરાર થઈ ગયો છે. હાલમાં ફરિયાદીની ફરિયાદના આધારે તપાસ ચાલુ છે. અન્ય કોઈ બાબત હશે તો તે તપાસ બાદ જ ખબર પડશે. હાલમાં ત્રણ આરોપીઓ છે અને તપાસમાં વધુ આરોપીઓ આવશે તો તેઓના નામ દાખલ કરીશું. આ પકડાયેલા આરોપીઓને ભાયલીથી ઝડપી પાડેલ છે. પકડાયેલા આરોપીઓમાં સાહિલ અગાઉ સિક્યુરિટીમાં નોકરી કરતો હતો અને હાલમાં બેકાર છે. તેના પિતા બાબુરાવ સિક્યુરિટીમાં નોકરી કરે છે. મૃતક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા તેવું જણાવ્યું હતું.