ETV Bharat / state

Vadodara News : 100 કરોડની જમીન કૌભાંડ મામલે વૈભવી વ્હાઇટ હાઉસ પર ફરશે બુલડોઝર - Vadodara news

વડોદરામાં સરકારી જમીન પર બાંધેલો વ્હાઇટ હાઉસ બંગલાનું દબાણ દૂર કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા દબાણ શાખાની ટીમ તેમજ પોલીસના બંદોબસ્ત સાથે દબાણો દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Vadodara News : 100 કરોડના જમીન કૌભાંડ મામલે વૈભવી વ્હાઇટ હાઉસ પર મનપાનું ફરશે બુલડોઝર

author img

By

Published : Feb 15, 2023, 1:43 PM IST

વડોદરામાં વૈભવી વ્હાઇટ હાઉસ પર મનપાનું ફરશે બુલડોઝર

વડોદરા : સરકારી જમીન પર બનેલા વ્હાઇટ હાઉસ બંગલાનો વિવાદને લઈ આજે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. મામલતદાર દક્ષિણ દ્વારા બંગલો તેમજ અન્ય બાંધકામો તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મામલતદાર દક્ષિણે જમીન પર કરેલા બંગલાનું દબાણ તોડી પાડવા આપેલી નોટિસનો પિરિયડ પૂરો થઈ ગયો હતો. 100 કરોડની સરકારી જમીન પર બાંધેલો વ્હાઇટ હાઉસ બંગલાનુ‌ં દબાણ દૂર કરવા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વડોદરામાં સરકારી જમીન પર દબાણ દુર કરવાની કાર્યવાહી

સરકારી દબાણ પર બુલડોઝર : દબાણો તોડવા કોર્પોરેશનની દબાણ શાખાની ટીમની મદદ લેવામાં આવી રહી છે. આ દબાણને લઈ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સૌ પ્રથમ વ્હાઇટ હાઉસ બંગલાનું દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે તબક્કાવાર દૂર કરશે. વ્હાઇટ હાઉસ બંગલા બાદ કાનન વિલા સાઇટના પણ બાંધકામના દબાણો દૂર કરવામાં આવશે. ભૂ માફીયાઓ દ્વારા બોગસ‌ NA હુકમને આધારે વ્હાઇટ હાઉસ બંગલો બાંધી દેવાયો હતો. બંગલાની બાજુની સરકારી જમીન પર પણ ડુપ્લેક્સની સ્કીમ મૂકી દસ્તાવેજ કરવામાં આવ્યા હતા. આજે તમામ આરોપીઓ જેલ હવાલે કરાયા છે અને આ સરકારી દબાણ પર બુલડોઝર ફરી વળશે.

શું હતો મામલો : વડોદરા શહેરના દંતેશ્વરમાં 100 કરોડની સરકારી જમીન કૌભાંડમાં ગેરકાયદેસર પોતાના નામે કરી વૈભવી બંગલો બનાવ્યો હતો. મકાનોની સ્કીમ પાડનાર આરોપી સંજયસિંહ પરમાર શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રિમાન્ડ દરમિયાન સમગ્ર મામલો સામે આવ્યો હતો. વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ જમીન પચાવી પાડવાના મામલે શરત ફેર અને બિનખેતીના ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા. તેના પર પોતાનો વૈભવી બંગલો ઉપરાંત ટેનામેન્ટની સ્કીમ બનાવવાનો બહુચર્ચિત કૌભાંડની તપાસમાં ચોકાવનારી વિગતો બહાર આવી હતી.

કાનન વિલા સાઇટના પણ બાંધકામના દબાણો
કાનન વિલા સાઇટના પણ બાંધકામના દબાણો

53 સબ પ્લોટ પાડી વેચાણ કર્યું : શરૂઆતથી જ વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ આ જમીન કૌભાંડ મામલે તપાસ કરી હતી, ત્યારે પાંચ દિવસના રિમાન્ડ દરમિયાન કૌભાંડી સંજયસિંહ પરમાર સરકારી જમીન પર 53 સબ પ્લોટ પાડી તેનું વેચાણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. જેમાં વિવિધ ગ્રાહકો પાસેથી બેથી ત્રણ કરોડ રૂપિયાની રકમ મેળવી હોવાનું પણ બહાર આવ્યું છે. સાથે જ સહ આરોપી શાંતાબેનને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હજુ પણ બે દિવસના રિમાન્ડ દરમિયાન નવા ખુલાસા થઈ શકે છે.

આ પણ વાંચો : Vadodara Crime : સરકારી જમીન પર વ્હાઇટ હાઉસ કૌભાંડનો મામલો, વડોદરા કોર્પોરેશનના 3 કર્મીઓની ધરપકડ

સરકારી રજા ચિઠ્ઠીનો દુરુપયોગ : ક્રાઈમ બ્રાન્ચના પાંચ દિવસના રિમાન્ડ દરમિયાન ઘટસ્ફોટ થયો છે કે, વડોદરા મહાનગર પાલિકા દ્વારા હરિકૃષ્ણ મહારાજ કેળવણી ટ્રસ્ટ કંડારી સ્વામિનારાયણ ગુરુકુળ રોડને ઇશ્યુ કરવામાં આવેલો હતો. આ રજા ચિઠ્ઠીના સરકારી રેકોર્ડમાં ચેડાં કરીને સરકારી જમીનના ડોક્યુમેન્ટ બનાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ દસ્તાવેજ બનાવવા માટે આરોપીઓએ અન્ય વ્યક્તિઓની પણ મદદ લીધી હોય તેવું જાણવા મળતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી સંજયસિંહ દ્વારા ખેડૂત વારસદાર તરીકે સહ આરોપી એવા વૃદ્ધ શાંતા રાઠોડ પાસે બેંક ખાતા ફોર્મમાં સહી કરાવી અને તેનું જોઈન્ટ એકાઉન્ટ ખોલાવ્યું હતું. આ એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન માટે પોતાનો મોબાઈલ નંબર રાખ્યો હતો.

આ પણ વાંચો : Vadodara Crime : વ્હાઇટ હાઉસ કૌભાંડ મામલે આરોપીને સાથે રાખી તપાસ ધરી હાથ, કોર્ટે રિમાન્ડ કર્યા મંજુર

સમગ્ર મામલે નિવેદનોનો દોર : હાલ વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીને રિમાન્ડ દરમિયાન મહાનગરપાલિકાના બે ક્લાર્ક અને ડેપ્યુટી ટીડીઓની અટકાયત કરી છે. તેમની પૂછપરછ કરતા સમગ્ર મામલે સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર બોગસ દસ્તાવેજોને ધ્યાનમાં લઇ આ તમામ આરોપીઓને જેલ હવાલે મોકલ્યા હતા. હાલ સરકારી બાબુઓની સંડોવણી સામે આવી હતી અને ત્યારબાદ સમગ્ર મામલે કલેકટર દ્વારા સરકારી જમીન પરત સરકારના નામે કરી હતી. આ સરકારી જમીન પરના દબાણો તોડવાની મુદત પૂરી થતાં આજે દબાણ સહકારની ટીમની મદદ લેવાઈ હતી. સીટી સર્વે દ્વારા મદદની માંગણી કરી આ દબાણો પર બુલડોઝર ફરી રહ્યું છે.

દબાણ દૂર કરવા કાર્યવાહી
દબાણ દૂર કરવા કાર્યવાહી

ડેપ્યુટી ટીડીઓ શું કહે છે? આ મામલે ડેપ્યુટી કલેક્ટરે જણાવ્યું હતું કે, સરકારી જમીન પર જે કંઈ દબાણ હોય છે. તેને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે, ત્યારે સરકારી પ્રોસિજર પૂરી કરી તેના પર બનેલા દબાણોને દૂર કરવાની કાર્યવાહી સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટ દ્વારા કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.