ETV Bharat / state

Ramsar Site વડોદરાના વઢવાણા તળાવ સહિત રાજ્યમાં હવે કુલ 4 રામસર સાઈટ - wadhwana lake ramsar site declared by UNESCO

ગુજરાતમાં વિશિષ્ટ જીવસૃષ્ટિના સંરક્ષણ માટે 4 આદ્રભૂમિને ‘રામસર સાઈટ’નો માનવંતો દરજ્જો આપવામાં આવ્યો છે. દેશભરમાંથી 75 આદ્રભૂમિને તેની વિશિષ્ટ જૈવ ભૌગોલિક સ્થિતિને ધ્યાને રાખી રામસર સાઇટની માન્યતા આપવામાં આવી (wadhwana lake ramsar site declared by UNESCO) છે. ત્યારે હવે દેશમાં માનવનિર્મિત હોય એવી માત્ર 5 જ ‘રામસર સાઇટ’ છે. આમાંથી એક વડોદરા જિલ્લાનું વઢવાણા ( wadhwana lake ramsar site) તળાવ છે.

Ramsar Site વડોદરાના વઢવાણા તળાવ સહિત રાજ્યમાં હવે કુલ 4 રામસર સાઈટ

author img

By

Published : Jan 28, 2023, 4:07 PM IST

વડોદરાઃ રામસર નામ સાંભળીએ એટલે એવું લાગે કે, કોઈ ગામડાં અથવા શહેરનું નામ હશે. વળી તેમાં ‘સાઇટ’ એવો શબ્દ ઉમેરાય એટલે એવું માનવાને કારણ મળે કે, રામસર ગામમાં કોઈ બાંધકામનું કામ ચાલતું હશે, પરંતું એવું બિલકુલ નથી. યુનેસ્કો દ્વારા ઈરાનના રામસર શહેરમાં આ માટે થયેલી બેઠકના અનુસંધાને જાહેર કરવામાં આવેલા સંમેલનને પગલે આવાં વિસ્તારોને ‘રામસર સાઇટ’ તરીકે માન્યતા આપવામાં આવે છે.

આ પણ વાંચો 2 મહિના સુધી એકસાથે જોવા મળશે દેશી વિદેશી પક્ષીઓ, વઢવાણામાં યાયાવર પક્ષીઓનું આગમન શરૂ

દેશમાં કુલ 75 રામસર સાઈટઃ આપણાં દેશમાં કુલ 75 ‘રામસર સાઈટ’ છે, જેમાં સૌથી વધુ ‘રામસર સાઈટ’ તામિલનાડુમાં 14, ઉત્તરપ્રદેશમાં 10 સાઈટ છે. જ્યારે હિમાચલ પ્રદેશમાં 3, કર્ણાટક, ત્રિપૂરા, ઉત્તરાખંડ, ગોવા, મણિપૂર, મિઝોરમ, આસામ, આંધપ્રદેશ અને બિહારમાં 1-1 સાઈટ આવેલી છે. તો જમ્મુ-કાશ્મીરમાં 5, હરિયાણા, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, લદ્દાખમાં 2-2, કેરળ અને મહારાષ્ટ્રમાં 3-3, પંજાબ, ઓડિશામાં 6-6. એવી જ રીતે ગુજરાત અને મધ્યપ્રદેશમાં 4-4 રામસર સાઇટ છે

વઢવાણ તળાવ માનવનિર્મિત રામસર સાઈટ
વઢવાણ તળાવ માનવનિર્મિત રામસર સાઈટ

વઢવાણ તળાવ માનવનિર્મિત રામસર સાઈટઃ તો 630 હેક્ટરમાં ફેલાયેલું વડોદરાના વઢવાણા તળાવને વર્ષ 2021માં રામસર સાઈટ જાહેર કરવામાં આવી હતી, જે માનવનિર્મિત ‘રામસર સાઇટ’ છે. અહીં ગાજહંસ, ગજપાંઉ, મત્સ્યભોજ, ભગવી સૂરખાબ, રાખોડી કારચિયા, લાલઆંક કારચિયા, વિવિધ બતકો અને વેડર્સ જેવાં પક્ષીઓ જોવાં મળે છે.રાજ્યની ઉપરોક્ત ‘રામસર સાઇટ’ ઉપર શિયાળામાં મધ્ય એશિયાથી આવતા સેંકડો યાયાવર પક્ષીઓનો જમાવડો થાય છે. રાજ્ય સરકાર દ્વારા પણ આ સાઇટને વિકસાવવાં માટે વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. વિકાસ સાથે પ્રકૃતિનું પણ જતન અને સંવર્ધન થાય તે સમયની માંગ છે. પ્રકૃતિની સમતુલા જાળવવાં માટે તે જરૂરી છે તેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં પણ નવી નવી સાઇટોને ‘રામસર સાઇટ’ તરીકે જાહેર કરવામાં આવે તે માટે વન વિભાગ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.

આ પણ વાંચો પક્ષીઓનું મોસાળ ભાવનગર, 150 કરતા વધુ પ્રજાતી છતાં રામસર વેટલેન્ડ નહીં

આંતરરાષ્ટ્રીય કક્ષાએ રામસર સાઇટનું ઘણું મહત્વઃ આના આધારે વિશ્વભરમાં આવેલાં જળપ્લાવિત વિસ્તારો, આદ્રભૂમિ એટલે કે વેટલેન્ડમાં પનપી રહેલી જીવસૃષ્ટિના સંરક્ષણ માટે આંતરરાષ્ટ્રીય ધોરણે પગલાં લેવામાં આવે છે. આદ્રભૂમિમાં વિશિષ્ટ પ્રકારની જીવસૃષ્ટિના સંરક્ષણ અને સંવર્ધન માટે આંતરરાષ્ટ્રીય કક્ષાએ રામસર સાઇટ ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.

આંતરરાષ્ટ્રીય કક્ષાએ રામસર સાઇટનું ઘણું મહત્વ

વર્ષ 1971માં રામસર સંધિ થઈઃ વિશ્વભરમાં પક્ષીઓની અનેક જાતો વિવિધ ઋતુઓમાં અન્ય દેશોમાં પ્રવાસ કરે છે. આ પ્રવાસી પક્ષીઓના સંરક્ષણ અને સંવર્ધન હેતુ વર્ષ 1960ના દાયકામાં જે આદ્રભૂમિ પર સૌથી વધુ પ્રવાસી પક્ષીઓ આવતા હોય તે સાઈટના રક્ષણ માટે વિવિધ દેશોની સરકાર વચ્ચે મંત્રણાઓ થઈ હતી. જ્યારે વર્ષ 1971માં ઈરાનના ‘રામસર’ શહેરમાં નિષ્ણાતો વચ્ચે ચર્ચાઓ થઈ હતી. જેને રામસર સંધિ તરીકે ઓળખવામાં આવે છે.

દર વર્ષે નવા સ્થળનો થાય છે ઉંમેરોઃ પક્ષીઓના રક્ષણ માટે આ ચર્ચાઓના આધારે રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. વર્ષ 1971માં ઈરાનના રામસરમાં પર્યાવરણની રીતે ખાસ મહત્વ ધરાવતી આદ્રભૂમિને સંરક્ષણ આપવાનો કરાર થયો હતો. યુનેસ્કો સાથે સંલગ્ન રહીને આ રામસર કન્ઝર્વેશન ભેજવાળી જમીનમાં સજીવોનું વૈવિધ્ય ધરાવતાં સ્થળોને સંરક્ષિત કરવાની ભલામણ કરવામાં આવે છે. 21 ડિસેમ્બર 1975ના દિવસે પૂર્ણરૂપથી આ સંધિ લાગુ કરવામાં આવી હતી. જોકે, ભારતે આ સંધિ 1 ફેબ્રુઆરી 1982થી અપનાવી હતી. પર્યાવરણની દૃષ્ટિએ ખૂબ જ વિશિષ્ટ હોય એવાં ભેજવાળા સ્થળોને રામસર આંતરરાષ્ટ્રીય સંધિ પ્રમાણે સંરક્ષણ આપવામાં આવે છે. દર વર્ષે તેમાં નવા-નવા સ્થળો ઉમેરવામાં આવે છે.

રામસર સાઈટની પસંદગી આ રીતે થાય છેઃ આ રામસર સાઇટ નિયત કરવાં કેટલાંક આંતરરાષ્ટ્રીય માપદંડો છે. આમાં એવાં સ્થળો કે, જ્યાં જૈવ ભૌગોલિક વિસ્તારમાં જૂજ અને વિશિષ્ટ પ્રકારની આદ્રભૂમિ હોવી જોઇએ. જોખમ કે અતિજોખમમાં હોય, લુપ્ત થવાના આરે હોય, પ્રજાતિનો નષ્ટ થવાનો ભય હોય એવી જીવસૃષ્ટિ માટે અનુકૂળ ભૂમિ હોવી જોઇએ. જૈવ ભૌગોલિક વિસ્તારમાં વૃક્ષો અને પ્રાણી સમૂહની વસતિ અનુકૂળ અને જૈવવિવિધતાને જાળવી રાખતી હોય એવી ભૂમિ હોવી જોઇએ. આવી જૈવસંપદાને આપત્તિના સમયમાં અથવા પ્રતિકૂળ સંજોગોમાં આશ્રય હોય, 20,000 કે તેનાથી વધુ પક્ષીઓને પોષણ અને આશરો આપતી હોય, પક્ષીઓની જાતિના 1 ટકા જેટલાં પક્ષીઓ પોષણ મેળવતા હોય તેમ જ આસપાસના વિસ્તારોમાં ખોરાકના સ્ત્રોત સાથે હંગામી વસવાટ માટે મેદાન અને સ્થળાંતરણનો માર્ગ હોય જે નિયમિત રીતે પક્ષી જાતિની એક ટકા જાતિના સમૂહ કે પેટા સમૂહને અનુકૂળ હોય એવી ભૂમિને ‘રામસર સાઇટ’ માટે પસંદ કરવામાં આવે છે.

નિયત પ્રક્રિયામાંથી થવું પડે છે પસારઃ 'રામસર સાઇટ’ જાહેર કરવાં નિયત પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. ઉક્ત માપદંડો પૈકી કોઈ વિશેષતા ધરાવતાં સ્થળ માટે વનવિભાગ દ્વારા પોતાના રાજ્ય દ્વારા કેન્દ્ર સરકારના વન અને પર્યાવરણ વિભાગને દરખાસ્ત કરવામાં આવે છે. આ દરખાસ્તને આધારે નિયત માપદંડોની ચકાસણી કરી યુનેસ્કોને જેતે આદ્રભૂમિને ‘રામસર સાઇટ’ જાહેર કરવાં માટે દરખાસ્ત કરવામાં આવે છે. યુનેસ્કોની ટીમ દ્વારા જરૂરી તપાસ કરીને જેતે સ્થળને ‘રામસર સાઇટ’ જાહેર કરવામાં આવે છે.

ગુજરાત સરકારે ફાળવ્યા રૂપિયાઃ ગુજરાતમાં આવેલી આવી 4 સાઇટ માટે રાજ્ય સરકાર દ્વારા 1 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આપણાં દેશમાં અત્યાર સુધીમાં 75 આદ્રભૂમિ એટલે કે વેટલેન્ડવાળા વિસ્તારોમાં પોષિત થઈ રહેલી જૈવ વિવિધતાને ધ્યાને રાખીને તેને ‘રામસર સાઇટ’ તરીકે જાહેર કરવામાં આવી છે. દેશમાં ‘રામસર સાઇટ’ હોય તેવી આદ્રભૂમિનો કુલ વિસ્તાર 13,26,677 હેક્ટર જેટલો છે. ગુજરાતમાં ‘રામસર સાઇટ’ તરીકે અત્યાર સુધીમાં 4 સ્થળોનો સમાવેશ થયો છે.

ક્યાં કેટલી રામસર સાઈટઃ આમાં વર્ષ 2012માં અમદાવાદ નજીક નળ સરોવર પક્ષી અભયારણ્ય, વર્ષ- 2021માં મહેસાણા જિલ્લાના થોળ તળાવ પક્ષી અભયારણ્ય, વડોદરા જિલ્લાના ડભોઈ નજીક વઢવાણા તળાવ અને જામનગર જિલ્લાના ખીજડિયા પક્ષી અભયારણ્યને ‘રામસર સાઇટ’ જાહેર કરવામાં આવી છે. આ ચારેય સાઇટનો કુલ વિસ્તાર 13,841 હેક્ટર જેટલો થાય છે. કુલ 3 પ્રકારની ‘રામસર સાઇટ’ હોય છે, જેમાં દરિયાઈ અને દરિયાઈ પટ્ટી, આંતરિક આદ્રભૂમિ અને માનવસર્જિત આદ્રભૂમિ એમ ત્રણ પ્રકાર છે. આખા ભારતમાં માનવસર્જિત આદ્રભૂમિ હોય એવી માત્ર 5 જ ‘રામસર સાઈટ’ છે, જેમાંથી એક ગુજરાતની ‘વઢવાણા તળાવ’ છે. આ તળાવ મહારાજા સયાજીરાવ ત્રીજાએ બનાવ્યું હતું. આવાં માનવ નિર્મિત જળપ્લાવિત વિસ્તાર બિહારમાં એક, તામિલનાડુમાં બે અને મહારાષ્ટ્રમાં એક છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.