વડોદરા: રામનવમીના દિવસે રામજીની શોભાયાત્રામાં શહેરના ફતેપુરા વિસ્તારમાં થયેલા પથ્થરમારાના બનાવને પગલે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે શહેરના પાંજરીગર મોહલ્લામાં થયેલા પથ્થરમારા બાદ વીએચપીના સહપ્રધાન રોહન શાહ દ્વારા ભડકાઉ ભાષણ આપવામાં આવ્યું હતું. જેને લઇ કારેલીબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા તેમની અટકાયત કરવામાં આવી છે.
રોહન શાહ દ્વારા ભડકાઉ ભાષણ: શહેરમાં થયેલ પથ્થરમારાની ઘટનાને લઇ શહેરમાં ભયનું વાતાવરણ અને લોકોને ઉશ્કેરવા બદલ વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે સોશિયલ મીડિયા ફેસબુક પર કોમી વાતાવરણ ફેલાય લાય તેવો વીડિયો એડિટ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર ઇરફાન મોહમ્મદભાઈ વહોરા સામે સાયબર ક્રાઇમ એ ફરિયાદ નોંધ આ શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો: Communal violence in Vadodara : વડોદરામાં આરોપીને પકડવા ગયેલી પોલીસ સાથે ટોળાએ કરી ઝપાઝપી
18 આરોપીઓના જામીન નામંજુર: શહેરના ફતેપુરા વિસ્તારમાં પાંજરીગર મહોલ્લા અને કુંભરવાળામાં થયેલ પથ્થરમારાની ઘટનામાં અત્યાર સુધીમાં 45 આરોપી સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાંથી 23 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાંથી પાંચ આરોપીને બે એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. તો અન્ય 18 આરોપીની કોર્ટે જામીન અરજી નામંજૂર કરી છે.
આ પણ વાંચો: Vadodara News : પથ્થરમારાની ઘટનાને લઈને 1 હજારથી વધુ પોલીસ ફોજ મેદાને ઉતરી , 45ની અટકાયત
ચકાસણી વગર વીડિયો પોસ્ટ ન કરવાની અપીલ: સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે સોશિયલ મીડિયાના મોનિટરિંગ દરમિયાન કેટલાક લોકોએ મોર્ફ કરેલ, એડિટ કરેલ અને જુના વીડિયોની ચકાસણી કર્યા વગર પોસ્ટ અને ફોરવર્ડ કરી રહ્યા છે. સાયબર ક્રાઇમ એ લોકોને અપીલ કરે છે કે આવા કન્ટેન્ટ વીડિયોને વેરીફાય કર્યા વગર પોસ્ટ કે ફોરવર્ડ ન કરશો. આવા વિડિયો પોસ્ટ કરવાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસે છે. જે કોઈ પોસ્ટ કરનાર કે વાયરલ કરનાર યુઝર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી અપીલ પણ કરવામાં આવી છે.