- વડોદરાના રેસિડન્ટ ડોક્ટર્સ ક્વાટર્સમાંથી ત્રણ મોબાઇલ ફોનની ઉઠાંતરી
- રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
- સિક્યુરિટી સામે અનેક સવાલો ઉઠ્યા
વડોદરાઃ કોઠી ચાર રસ્તા નજીક કુબેર ભવન સામે રેસિડન્ટ ડૉક્ટર્સ ક્વાટર્સમાંથી 3 મોબાઇલ ફોનની ચોરી થવા અંગે રાવપુરા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
મોબાઇલ ફોનની ઉઠાંતરી મોબાઇલ ચોરીની ઘટના
વડોદરા શહેરના જેલ રોડ પર કુબેર ભવન સામે રેસિડન્ટ ડૉક્ટર્સના ક્વાટર્સ આવેલા છે. તે ક્વાટર્સ પર 3 તબીબોના મોબાઇલ ફોન ચોરી થયા હતા. એક અજાણ્યો શખ્સ મોબાઇલ લઇ ફરાર થયો હતો. સવારના સમયે રુમમાંથી 3 તબીબોના મોબાઇલ ફોનની ચોરી થઇ હોવાના બનાવથી વાત વાયુ વેગે પ્રસરી જતા તે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. રાવપુરા પોલીસે મોબાઇલ ફોનની ચોરીના બનાવ અંગે ગુનો દાખલ કર્યો હતો.
SOG હોસ્પિટલમાંથી નર્સિસોના મોબાઈલની ચોરી
આ અંગે તબીબી અધિકારી તરીકેનો અભ્યાસ કરી રહેલા ડૉક્ટર કૃણાલ ચૌધરીએ જણાવ્યું હતું કે, મારા રૂમમાંથી 2 અને બીજા એક રૂમ માંથી એક મળી કુલ ત્રણ ડૉક્ટરોના મોબાઈલ ફોનની ચોરી થઈ છે. હોસ્ટેલમાં 4 થી 5 જેટલા સિક્યુરિટી જવાનો પણ છે. અમને કોઈ શંકા નથી. હોસ્ટેલમાં CCTV કેમેરા પણ લગાવેલા છે. અમે હોસ્ટેલ સંચાલકને પણ આ ઘટના અંગે જાણ કરી છે. CCTVમાં તપાસ કરવામાં આવશે.
મોબાઇલ ચોરીની થયાની ઘટના
અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ સયાજી હોસ્પિટલમાંથી નર્સોના મોબાઈલ ફોન ચોરી થયા હોવાની બુમો ઉઠી હતી. જેના CCTV પણ સામે આવ્યા હતા અને જે તે સમયે રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. તે તપાસ હાલ સુલઝી નથી ત્યાંતો વધુ એક વખત રેસિડેન્ટ ડૉક્ટરોના એક સાથે 3 મોબાઈલ ચોરી થયા હતા જે અંગે રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.