ETV Bharat / state

Vadodara Crime News: જરોદ પાસે આવેલ આમલીયારા ગામની 19 વર્ષીય યુવતીનો મૃતદેહ મળ્યો - Vadodara Crime News

જરોદના આમલીયારા ગામે રહેતી એક 19 વર્ષીય યુવતી અગમ્ય કારણોસર ગુમ થઈ હોવાની ફરિયાદ છાણી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. જે ફરિયાદના આધારે ગુરુવારે આ યુવતીનો મૃતદેહ છાણી કેનાલમાંથી મળી આવ્યો હતો. જે અંગેની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

Vadodara dead body: જરોદ પાસે આવેલ આમલીયારા ગામની 19 વર્ષીય યુવતીનો મૃતદેહ મળ્યો

author img

By

Published : Apr 1, 2023, 4:26 PM IST

19 વર્ષીય યુવતીનો મૃતદેહ મળ્યો

વડોદરા: સયાજીપુરા ગામ પાસે આવેલી એક કંપનીમાં છેલ્લા દોઢ વર્ષથી નોકરી કરતી અને આંબલીયા ગામે રહેતી 19 વર્ષીય યુવતી જે 20 તારીખે રાત્રિના સમય દરમિયાન પોતાના ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. તેઓએ તારીખ 21ના રોજ બાપોદ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. જે બાદ ગુરૂવારના રોજ છાણી કેનાલમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

છાણી કેનાલમાંથી મળી આવ્યો નોકરી ઉપર ગયેલી યુવતીનો મૃતદેહ: જરોદના આમલીયારા ગામે રહેતી એક 19 વર્ષીય યુવતી અગમ્ય કારણોસર ગુમ થઈ હોવાની ફરિયાદ છાણી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. જે ફરિયાદના આધારે ગુરુવારે આ યુવતીનો મૃતદેહ છાણી કેનાલમાંથી મળી આવ્યો હતો. જે અંગેની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

G20 Summits: ગુજરાતના ગાંધીનગરમાં બીજી ETWG મીટિંગનું આયોજન

યુવતી પરણિત મિત્ર સાથે બાઈક ઉપર બેસી ઘરેથી નીકળી હતી: જરોદ નજીકના આંબલીયારા ગામની 19 વર્ષની યુવતી ગુમ થઈ હતી. જેથી પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા. પરંતુ જાણવા મળતી માહિતી મુજબ યુવતીની બહેને જણાવ્યું હતું કે, આ 19 વર્ષીય યુવતીને એક પરિણીત મિત્ર સાથે બોલચાલ હતી. તા 20 ના સાંજના સુમારે આ યુવતીના પરિણીત મિત્રનો સંપર્ક થઈ શક્યો ન હતો. જેથી પિતાએ પરણિત મિત્રની પત્નીને પણ આ અંગેની જાણ કરી હતી.

Vadodara Crime: ઈન્સ્ટાગ્રામ પર વિશ્વાસ કેળવીને કર્યું કુકર્મ, સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરાવતો

પોલીસ ફરિયાદનાં આધારે તપાસનાં ચક્રો ગતિમાન: યુવતીનાં પરિવારજનોએ યુવતીને શોધવા પ્રયત્નો કર્યા હતાં.પરંતુ તેની કોઈ ભાળ ન મળતાં છેવટે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદનાં આધારે પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે. હવે ઉંડાણપૂર્વકની તપાસમાં સાચી હકીકત બહાર આવશે પરંતુ હાલ આ બનાવ અંગે રહસ્ય અકબંધ છે.

યુવતી સાંજે ઘરે પરત ન ફરતા ફરિયાદ: જરોદ પોલીસ સ્ટેશનના પીએસ.ઓએ આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, જરોદના આમલીયારા ગામે રહેતી 19 વર્ષીય યુવતી તારીખ 20 મીના રોજ સાંજે ઘરે પરત ન ફરતા પરિવારજનોએ 21 તારીખે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી એ ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા ગુરુવારે સાંજે આ યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો જેને પીએમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.