- અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હાડકા મળ્યા હતા તે સ્થળે પહોંચી
- અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દહેજ અને PIના નિવાસ સ્થાને તપાસ હાથ ધરી
- કેસના તમામ જરૂરી પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી
વડોદરા : સ્વિટી પટેલ ગુમ કેસની તપાસ કરી રહેલા અમદાવાદા ક્રાઇમ બ્રાન્ચના ACP ડી.પી. ચુડાસમા સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે, આ કેસની તપાસ અમે આજથી હાથમાં લઇ શરૂ કરી છે. જેના અનુસંધાને આજે કરજણ સ્થિત સ્વિટી પટેલ અને અજય દેસાઇના નિવાસ સ્થાને તપાસ હાથ ધરવામાં આવી હતી. વધુમાં તેઓએ જણાવ્યું કે, જે સ્થળેથી હાડકા મળી આવ્યા હતા. તે સ્થળની તપાસ કરી પંચનામુ કરવામાં આવ્યું છે. આવતીકાલે ફોરેન્સિક રિપોર્ટ અંગે તપાસ કરવામાં આવશે. આ કેસના તમામ જરૂરી પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : સ્વીટી પટેલ કેસ ગુજરાત ATS અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોપવામાં આવ્યો
હાડકાની પુષ્ટિ કરવા માટે DNA તપાસ અર્થે મોકલાયા
સ્વિટી પટેલ ગુમ થયા મામલે પોલીસે પતિ અજય દેસાઇનો પોલીગ્રાફી ટેસ્ટ અને નાર્કોટેસ્ટ કરાવ્યો હતો. જેના રિપોર્ટ પર સૌ કોઇની નજર છે. આ કેસમાં દહેજ સ્થિત અટાલી ગામેથી મળેલા હાડકાની પુષ્ટિ કરવા માટે DNA તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. જોકે, આ તમામ ફોરેન્સિક રિપોર્ટ આ કેસમાં મહત્વ સાબિત થશે.
આ પણ વાંચો -
- Vadodara sweety patel case: PI અજય દેસાઈને FSL ટેસ્ટમાં ભાવનાત્મક સવાલો પુછાયા
- Vadodara PI wife case – ગુજરાત ATS અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સંયુક્તપણે તપાસમાં જોડાશે
- WIFE OF VADODARA DISTRICT SOG PI MISSING: ઉચ્ચકક્ષાએથી આદેશ બાદ તપાસમાં તેજી
- કરજણના PIની પત્ની ગાયબ થવાનો મામલો, હાડકાં યુવાન વયના માનવ શરીરના હોવાનું FSL રિપોર્ટમાં ખુલાસો
- વડોદરા સ્વીટી પટેલ કેસમાં અમદાવાદ ક્રાઇમબ્રાન્ચના ACPએ તપાસ સંભાળી