વડોદરા એમ.એસ.યુનિવસિટીની જર્નાલીઝમ ફેકલ્ટી ખાતે દેશના જવાનો માટે લાગણીભર્યા સંદેશા સાથેના ૫૦૦થી વધારે કાર્ડ તૈયાર કરવામાં આવ્યા હતા. તૈયાર કરેલા તમામ કાર્ડ જમ્મુ-કાશ્મીરની વિવિધ ચેકપોસ્ટ પર મોકલાશે. ત્યાંથી જવાનોને આપવામાં આવશે. વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ શાળા અને એનજીઓમાં જઈ કાર્ડ કલેક્ટ કર્યા હતા. ત્યારબાદ પોસ્ટ મારફતે દેશના જવાનોને મોકલવામાં આવશે.
દેશના લોકો દિવાળી મનાવી શકે તે માટે દેશના જવાનો શરહદો પર ખડે પગે ઉભા રહે છે, તેમના દ્વારા વાર તહેવારની ઉજવણી કરવામાં આવતી નથી, દેશની ઉજવણીમાં જ તેમની ઉજવણી હોય છે. માટે વડોદરા એમ.એસ.યુનિવસિટીના વિદ્યાર્થીઓ દ્વારા જવાનોને કાર્ડ મોકલાવી તેમનો આભાર વ્યક્ત કરશે.