વડોદરા મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એસ.એસ.જી હોસ્પિટલમાં(Vadodara SSG Hospital) આવતા દર્દીઓના પરિવારજનો રહી શકે તે માટે ખાનગી કંપનીએ સી.એસ.આર હેઠળ બનાવી આપેલ વિશ્રામ સદન (Vishram Sadan )એક વર્ષ થી ધૂળ ખાઈ રહ્યું છે. કરોડો રૂપિયા ખર્ચી બનાવવામાં આવેલ આ સદનનો ઉપયોગ ન કરતા દર્દીના પરિવાર જનોને હાલાકીનો સામનો(People were tortured in SSG hospital)કરવો પડી રહ્યો છે.
તંત્રના પાપે દર્દીના પરિવારજનોને હાલાકી વિવિધ શહેરોમાં સરકારી હોસ્પિટલો પાસે દર્દીઓના સગાઓને નજીવા દરે રહેવા માટે વિશ્રામ સદનની વ્યવસ્થા (Arrangement of Rest House)હોય છે. પરંતુ વડોદરા શહેર અને મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એસ એસ જીમાં આ સુવિધા ઉપલબ્ધનો હતી. જેથી ખાનગી કંપનીએ સી.એસ.આર એક્ટિવિટી હેઠળ 22 કરોડના ખર્ચે વિશ્રામ સદન બનાવ્યું હતું. પરંતુ સરકારી તંત્ર પાસે આ બિલ્ડીંગ હેન્ડ ઓવર લેવાનો જાણે સમય જ નથી. જેને લઈને આલીશાન વિશ્રામ સદન એક વર્ષ થી ધૂળ ખાઈ રહ્યું છે. SSG હોસ્પિટલનું તંત્ર પણ વિશ્રામ સદન મળે તેની રાહ જુએ છે.
ખુલ્લામાં વિશ્રામ કરવાનો વારો આવ્યો SSG હોસ્પિટલમાં વિવિધ સુવિધાઓને લઈ સારવાર અર્થે અન્ય રાજ્યમાંથી પણ દર્દીઓ આવતા હોય છે. હાલમાં દર્દીઓના સગાઓને ભારે હાલાકી વેઠવી પડે છે. હોસ્પિટલમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યમાંથી પણ ગરીબ દર્દીઓ સારવાર હેઠળ આવે છે. હાલમાં તેઓને ખુલ્લામાં વિશ્રામ કરવાનો વારો આવ્યો છે. વિશ્રામ સદન સુવિધા જલ્દી ઉપલબ્ધ થાય તે પ્રકારે એસ એસ જી હોસ્પિટલનું તંત્ર પણ રાહ જોઈ રહ્યું છે જેથી દર્દીના પરિવારજનોને હાલાકીનો સામનો ન કરવો પડે.