ETV Bharat / state

SRP Jawan Commit Suicide: વડોદરામાં SRP જવાને પોતાની જ સર્વિસ રાઇફલથી આત્મહત્યા કરી - SRP જવાને પોતાની જ સર્વિસ રાઇફલથી આત્મહત્યા કરી

છેલ્લા 28 વર્ષથી SRP તરીકે ફરજ બજાવતા પ્રવીણભાઈ બારીયાએ વડોદરામાં પોતાની ફરજ દરમિયાન પોતાની જ સર્વિસ રાયફલ વડે ગોળી ચલાવી જીવન ટુંકાવ્યું હતું. સામે આવેલી માહિતી પ્રમાણે પ્રવીણભાઈ છેલ્લા 13 વર્ષથી બીમારીથી પીડાતા હતાં. જેનાથી કંટાળીને તેઓએ આ પગલું ભર્યું હોય હતું.

SRP Jawan Commit Suicide
SRP Jawan Commit Suicide
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 17, 2023, 12:36 PM IST

SRP જવાનનો આપઘાત

વડોદરા: લાલબાગ ખાતે આવેલ SRP કેમ્પસમાં ફરજ બજાવતા પ્રવીણભાઈ બારીયાએ પોતાના પર જ ગોળી ચલાવી જીવનનો અંત આણ્યો હતો. પ્રવીણભાઈ બારીયા મૂળ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ફતેપુરા ગામના રહેવાસી છે. તેઓ છેલ્લા 28 વર્ષથી SRP તરીકે ફરજ બજાવી રહ્યા છે. વડોદરા લાલબાગ ખાતે આવેલ એસઆરપી કેમ્પસમાં પોતાની ફરજ દરમિયાન જ પોતાની જ સર્વિસ રાયફલ વડે આત્મહત્યા કરી હતી.

પરિવારજનોએ મોભી ગુમાવતાં ભારે શોક
પરિવારજનોએ મોભી ગુમાવતાં ભારે શોક

પરિવારજનોએ છત્ર છાયા ગુમાવી: પરિવારજનો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ પ્રવીણભાઈ છેલ્લા 13 વર્ષથી બીમારીથી પીડાતા હતાં. જેના કારણે કંટાળીને તેઓએ આ પગલું ભર્યું હોય તેવું બહાર આવ્યું હતું. જવાનના મોતથી તેમના પત્ની અને ત્રણ સંતાનો નિરાધાર બન્યા હતા. પરિવારજનોએ મોભી ગુમાવતાં ભારે શોક છવાઈ ગયો હતો.

પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા: મૃતક એસઆરપી જવાન પ્રવીણભાઈ બારીયાએ પોતાની સર્વિસ રાયફલ પોતાના ઉપર ચલાવીને જીવન ટુંકાવ્યું હતું. જે ઘટનાએ એસઆરપી આલમમાં ભારે ચકચાર મચી દીધી છે. સમગ્ર ઘટના બનતાં તેઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને ત્યારબાદ અંતિમવિધિ માટે તેઓના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે.

  1. SRP જવાનને આજીવન કેદ, પ્રેમિકા પત્ની અને પુત્રીના 21 કટકા કરેલા
  2. PM મોદીના આગમન પહેલાં SRP જવાને પોલીસ સ્ટેશનમાં કર્યું ફાયરિંગ, નોંધાઈ પોલીસ ફરિયાદ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.