ETV Bharat / state

વડોદરામાં કોવિડ-19ની ગાઇડલાઇનના ચુસ્ત પાલન સાથે RTO કચેરી ધમધમી - Vadodara RTO

વડોદરામાં કોરોના વાઈરસની મહામારીના પગલે 72 દિવસ બાદ વડોદરા RTO કચેરી કોવિડ-19ની ગાઇડલાઇનના ચુસ્ત નિયમોના પાલન સાથે ધમધમી ઉઠી છે. જોકે, RTO કચેરીમાં જે વ્યક્તિએ ઓનલાઇન એપોઇમેન્ટ લીધી છે. તેઓને જ પ્રવેશ આપીને તેઓના RTO સંબધિત કામ કરવાની શરૂઆત કરવામાં આવી રહ્યા છે.

વડોદરા કોવિડ-19ની ગાઇડલાઇનના ચુસ્ત પાલન સાથે RTO કચેરી ધમધમી ઉઠી, ઓનલાઇન એપોઇમેન્ટ અને માસ્ક પહેરનારને જ પ્રવેશ

author img

By

Published : Jun 4, 2020, 8:42 PM IST

વડોદરાઃ શહેરના RTO ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર એ.એમ. પટેલે જણાવ્યું હતું કે, કોરોના વાઈરસના લોકડાઉનના કારણે બંધ રાખવામાં આવેલી RTO કચેરી ગુરૂવારને 4 જૂનથી શરૂ કરવામાં આવી છે. કોવિડ-19ની ગાઇડલાઇન મુજબ તમામ તકેદારી રાખીને શરૂ કરવામાં આવેલી કામગીરીમાં જે લોકોએ ઓનલાઇન એપોઇમેન્ટ લીધી છે. તેઓને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ સાથે માસ્ક પહેરીને આવનારને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

વડોદરા કોવિડ-19ની ગાઇડલાઇનના ચુસ્ત પાલન સાથે RTO કચેરી ધમધમી ઉઠી, ઓનલાઇન એપોઇમેન્ટ અને માસ્ક પહેરનારને જ પ્રવેશ

કચેરીના કર્મચારીઓ તેમજ વિવિધ કામ માટે આવતા અરજદારોનું થર્મલ ગનથી સ્ક્રિનિંગ કરીને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત કચેરીના ગેટ ઉપર સેનેટાઇઝની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

લોકડાઉનના કારણે જે વ્યક્તિના 21 માર્ચ બાદ લર્નિંગ લાયસન્સની મુદત પૂરી થઇ છે. તેવા અરજદારો 31 જૂલાઈ સુધીમાં નવી એપોઇમેન્ટ લઇને કચેરી ખાતે ટેસ્ટ માટે આવી શકશે. લોકડાઉન દરમિયાન પોલીસ દ્વારા આપવામાં આવેલા RTO મેમો અંગે તેઓએ ઉમેર્યું કે, આ કામગીરી જે-તે પોલીસ મથકને સોંપવામાં આવેલી છે. RTO કચેરીમાં કોરોના વાઈરસ માટે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઇડલાઇન મુજબ સોશિયલ ડીસ્ટન્સિંગનું પણ ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.