ETV Bharat / state

વડોદરામાં એક પણ મતદાર હવે મતદાન કર્યા વગર નહીં રહે, લીધો સામૂહિક સંકલ્પ

author img

By

Published : Nov 30, 2022, 12:21 PM IST

વડોદરામાં 5 ડિસેમ્બરે બીજા તબક્કામાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) માટે મતદાન થશે. ત્યારે મતદાન પહેલા અહીં મતદારોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી (Vadodara People oath to do voting) રહ્યો છે. સાથે જ અહીં ચૂંટણી તંત્ર મતદાન કરવા માટે સામૂહિક સંકલ્પ કાર્યક્રમો યોજી રહ્યું છે.

વડોદરામાં એક પણ મતદાર હવે મતદાન કર્યા વગર નહીં રહે, લીધો સામૂહિક સંકલ્પ
વડોદરામાં એક પણ મતદાર હવે મતદાન કર્યા વગર નહીં રહે, લીધો સામૂહિક સંકલ્પ

વડોદરા વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) માટે શહેર અને જિલ્લામાં 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે. તેને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન કરવા માટે સામૂહિક સંકલ્પ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. તો આ મતદાન સંકલ્પ શપથગ્રહણ (Vadodara People oath to do voting) સમારંભોમાં અનેક સરકારી અને બિનસરકારી સંસ્થાઓ પણ જોડાઈ હતી. તે દરમિયાન તમામ મતદારોએ મતદાન કરવાનો સામૂહિક સંકલ્પ કર્યો હતો.

જિલ્લા ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં યોજાયો શપથગ્રહણ સમારોહ

શપથગ્રહણ સમારોહ કલેકટર કચેરી ખાતે યોજાયેલા મુખ્યશપથ ગ્રહણ કાર્યક્રમમાં (Vadodara People oath to do voting) જિલ્લા ચૂંટણી (Gujarat Election 2022) અધિકારી અને કલેક્ટર અતુલ ગોરે મહેસૂલી, પોલીસ અને અન્ય ખાતાઓના કર્મચારીઓને અચૂક મતદાન કરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો. જ્યારે નિવાસી અધિક કલેકટર અને અવસર મતદાર જાગૃતિ અભિયાનના (Avsar Matdar Jagruti Abhiyan) નોડલ અધિકારી ડો. બી.એસ. પ્રજાપતિ અને ઉચ્ચ અધિકારીઓ તેમની સાથે જોડાયા હતા. જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. સુધીર જોશીએ શપથ (Vadodara People oath to do voting) વાંચન કરાવ્યું હતું.

સારો પ્રતિસાદ મળ્યો જિલ્લા માહિતી કચેરી ખાતે સંયુક્ત માહિતી નિયામક રાજેન્દ્ર રાઠોડે માહિતી ખાતાના સભ્યોને મતદાનનો સંકલ્પ લેવડાવ્યો હતો. તે દરમિયાન MCMCમાં કાર્યરત્ ITI કર્મચારીઓ પણ જોડાયા હતા. તો મતદાન સંકલ્પ ગ્રહણને શહેર અને જિલ્લાના લોકોએ ખૂબ પ્રોત્સાહક પ્રતિસાદ આપ્યો હતો.

જિલ્લો મતદાનમાં મોખરે રહેશે આ અંગે જિલ્લા ચૂંટણી (Gujarat Election 2022) અધિકારીએ જણાવ્યું હતું કે, 5 ડિસેમ્બરે મતદાન કરાવવા માટે ખૂબ જહેમત લઈને તંત્ર જરૂરી વ્યવસ્થાઓ કરી રહ્યું છે. આજે મતદારોએ ભૂલ્યા વગર મતદાન કરવાનો સંકલ્પ લીધો છે. મને શ્રદ્ધા છે કે, વડોદરા શહેર જિલ્લો સૌથી વધુ મતદાન કરીને મોખરે રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.