ETV Bharat / state

વડોદરા ONGCની પાઇપ લાઈનમાં પંચર પાડીને ક્રૂડ ઓઇલ ચોરીનું કૌભાંડ ઝડપાયું - Arrest of two persons including the owner of the transport

વડોદરા શહેર નજીક રાયપુર ગામની સીમમાંથી પસાર થતી ONGCની ક્રૂડ ઓઇલની પાઇપ લાઇનમાં પંચર કરીને તેમાંથી ઓઇલ ચોરી કરવાનું કૌંભાડ ચાલી રહ્યું હતું. ચાલી રહેલા આ કૌંભાડનો શહેર PCBએ પર્દાફાશ કર્યો હતો. ઓઇલ ચોરીનું કૌંભાડ ચલાવતા ટ્રાન્સપોર્ટના માલિક સહિત બે વ્યક્તિઓની ધરપકડ કરવા સાથે રૂપિયા 43.15 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા ONGCની પાઇપ લાઈનમાં પંચર પાડીને ક્રૂડ ઓઇલ ચોરીનું કૌભાંડ ઝડપાયું

author img

By

Published : Jul 18, 2021, 8:12 AM IST

  • PCBએ ટ્રાન્સપોર્ટ કંપનીના સંચાલક અને ડ્રાઈવર સહિત બેને ઝડપી પાડ્યા
  • 2 ટેન્કર, ઓઇલ ભરવાના સાધનો સહિત 43 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
  • ટ્રાન્સપોર્ટ કંપનીના સંચાલક શશીકાંત યાદવ અને ડ્રાઈવર હનુમંત વણઝારાની ધરપકડ

વડોદરા : શહેરમાં ONGCની પાઇપ લાઇનમાં પંચર કરીને તેમાંથી ક્રૂડ ઓઇલની ચોરી કરવામાં આવતી હતી. કુખ્યાત અમરસિંહ રાઠોડ વડોદરા નજીક આવેલા રાયપુર ગામની સીમમાંથી પસાર થતી ONGCની ક્રૂડ ઓઇલની પાઇપ લાઇનમાં પંચર કરીને તેમાંથી ક્રૂડ ઓઇલની ચોરી કરીને ટેન્કરોમાં રણોલી ખાતેના યાદવ ટ્રાન્સપોર્ટમાં લાવવામાં આવે છે.

ઓઇલ ભરવાના સાધનો મળીને કુલ રૂપિયા 43 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

ટ્રાન્સપોર્ટ ઓફિસના કમ્પાઉન્ડમાં ચોરીનું ઓઇલ લાવ્યા પછી અન્ય ટેન્કરોમાં ખાલી કરવામાં આવે છે. આ માહિતી શહેર PCBના ભરતસિંહ અજમલસિંહને મળી હતી. યાદવ ટ્રાન્સપોર્ટમાં ઓઇલ ચોરીનું કૌંભાડ ચાલતુ હોવાની ખાતરી થતા આજે PCB PI જે. જે. પટેલે સ્ટાફની મદદ લઇ રણોલી સ્થિત યાદવ ટ્રાન્સપોર્ટમાં દરોડો પાડી ONGCના ક્રૂડ ઓઇલ ચોરીના કૌંભાડનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે યાદવ ટ્રાન્સપોર્ટના કમ્પાઉન્ડમાંથી ONGCની પાઇપ લાઇનમાં પંચર કરીને લાવવામાં આવેલ ક્રૂડ ઓઇલ ભરેલા બે ટેન્કરો, ઓઇલ ભરવાના સાધનો મળીને કુલ રૂપિયા 43 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ પણ વાંચો : સુરતમાં 260થી વધુ કાર ભાડે લઈ વેચી દેવાનું કૌભાંડ બહાર આવ્યું

જવાહરનગર પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

પોલીસે યાદવ ટ્રાન્સપોર્ટના સંચાલક શશીકાંત દયારામ યાદવ ટ્રાન્સપોર્ટ કમ્પાઉન્ડમાંથી મળી આવેલા ટેન્કર ચાલક હનુમાન રંગલાલ વણઝારાની ધરપકડ કરી હતી. જ્યારે આ ONGCની પાઇપ લાઇનમાં ભંગાણ કરીને ઓઇલ ચોરી કરવામાં કુખ્યાત અને અગાઉ અનેક વખત પકડાઇ ચૂકેલા અમરસિંહ રાઠોડ સંજય ઉર્ફ કાલિયો અને મદનલાલ લક્ષ્મણ વણઝારાને વોન્ટેડ જાહેર કરીને તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. જવાહરનગર પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. બીજી બાજુ રણોલી સ્થિત યાદવ ટ્રાન્સપોર્ટમાં પોલીસે દરોડો પાડીને ઓઇલ ચોરીના ચાલી રહેલા નેટવર્કનો પર્દાફાશ કરતા રણોલી પંથકમાં ચકચાર મચાવી મુકી હતી.

આ પણ વાંચો : તુવેર કૌંભાડ: ખેડૂત હિત રક્ષક સમિતિએ ખેતરમાં શંકાસ્પદ તુવેરનો જથ્થો પકડ્યો

ક્રૂડ ઓઇલ ચોરી કરીને ટેન્કરોમાં ઠાલવવામાં આવતું

પોલીસ દ્વારા યાદવ ટ્રાન્સપોર્ટ સંચાલક શશીકાંત યાદવની કરેલી પૂછપરછમાં એવી વિગત બહાર આવી હતી કે, વડોદરા નજીક આવેલા રાયપુર ગામની સીમમાંથી ONGCની પાઇપ લાઇનમાં ડ્રીલથી પંચર કરીને તેમાંથી ક્રૂડ ઓઇલ ચોરી કરીને ટેન્કરોમાં ઠાલવવામાં આવ્યું હતું.

અમરસિંહ રાઠોડની અગાઉ પણ અનેક પોલીસ મથકોમાં ધરપકડ થઇ

ચોરી કરેલું ઓઇલ રણોલી સ્થિત યાદવ ટ્રાન્સપોર્ટ ઓફિસના કમ્પાઉન્ડમાં લાવવામાં આવતું હતું. ત્યાંથી અન્ય ટેન્કરોમાં ખાલી કરી ખૂલ્લા બજારમાં વેચી મારવામાં આવતું હતું. કાળા સોના તરીકે ઓળખાતા ક્રૂડ ઓઇલ ચોરીમાં માહિર અમરસિંહ રાઠોડ અગાઉ કડી, આણંદ, સિધ્ધપુર, પાટણ, જંબુસર, રાજસ્થાન કિશનગઢ પોલીસ મથકમાં પકડાયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.