વડોદરા : વહેલી સવારે વડોદરા નેશનલ હાઇવે નંબર 8 ગોલ્ડન ચોકડી પાસે એક ટેમ્પામાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. જેને લઈને ભારે બિહામણું દ્રશ્ય પણ સર્જાયું હતું. આગની ઘટનાના પગલે સ્થાનિક રહીશો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. સમગ્ર ઘટના જોતા ટેમ્પાના કેબિનમાં એક વ્યક્તિ આગમાં બળીને રાખ થઈ ગયો હતો.
ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી : સમગ્ર ઘટના અંગે સ્થાનિક રહેશો તાત્કાલિક દરજીપુરા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. દરજીપુરા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગ લાગેલ ટેમ્પા ઉપર પાણીનો મારો ચાલુ કરી આગ ઉપર ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો. આગ બૂઝાયાંની સાથે જ કેબિનમાં બળીને રાખ થઈ ગયેલ એક ક્લીનરનો મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.
ડ્રાઇવરનો આબાદ બચાવ : વડોદરા નેશનલ હાઇવે નંબર 8 ઉપર ગોલ્ડન ચોકડી પાસે એક ટેમ્પામાં એકાએક આગ ભભુકી ઉઠી હતી. પરંતુ ટેમ્પાનો ચાલક પોતાની ટેમ્પો છોડીને કૂદી પડ્યો હતો. જેને લઈને તેનો આબાદ બચાવ થઈ ગયો હતો અને ટેમ્પામાં ફસાયેલ ક્લીનર મૃગેશ નીનામા ( રહે શંકરપુરા ભાણગઢ રોડ, મધ્ય પ્રદેશ.) નીકળી શક્યો ન હતો જે આગમાં બળીને રાખ થઈ ગયો હતો.
ટેમ્પાના કેબીનમાંથી ક્લીનરનો મૃતદેહ બહાર કાઢ્યો : ગોલ્ડન ચોકડી નજીક ટેમ્પામાં એકાએક ભૂકી ઉઠતા સ્થાનિક રહીશો દોડી આવ્યા હતાં પરંતુ સમગ્ર બનાવનું દ્રશ્ય બિહામણું હતું. જેને લઈને સ્થાનિક રહીશોએ દરજીપુરા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને દરજીપુરા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવીને કેબિનમાં બળીને રાખ થઈ ગયેલ ક્લીનરના મૃત દેહને બહાર કાઢી હરણી પોલીસ સ્ટેશનને આ બાબતે જાણ કરી હતી અને મૃતદેહ હરણી પોલીસને સોંપ્યો હતો. હરણી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ફાયર બોટલનો અભાવ જાણવા મળતી માહિતી મુજબ હાલમાં પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટેશનના વેહિકલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટેશનના વાહનો ધરાવનારા પોતાના હાયર સેફ્ટીનો બોટલ વગેરે સાધનો રાખતા નથી. આવા અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે આગને સમયસર કાબૂમાં ન લઇ શકાતાં વેગ પકડી શકે છે.