વડોદરા : બરોડા ડેરીની આજે 66મી વાર્ષિક સાધારણ સભા કિલનપુર ખાતે આવેલ દાદા ભગવાનના મંદિરે યોજાઈ હતી. આ સાધારણ સભામાં પ્રમુખ, ઉપર પ્રમુખ, ડિરેક્ટરો,સભાસદો સાથે મોટી સંખ્યામાં સભ્યો પણ જોડાયા હતાં. આ સભા ઝડપભેર સમાપ્ત કરી દેવામાં આવી અને સમાપ્ત થતાની સાથે જ પશુપાલકોએ ભારે હોબાળો મચાવ્યો હતો.
પ્રમુખે કરી હિસાબોની રજૂઆત : બરોડા ડેરીના પ્રમુખ સતીશ પટેલ દ્વારા વર્ષ દરમિયાનના અહેવાલો અને આંકડા રજૂ કરવામાં તમામ દરખાસ્તો અને ઠરાવોને સરવાનું મતે મંજૂરી આપવામાં આવી. વર્ષ દરમિયાન સભાસદોને ભાવ ફેર રૂપે રૂપિયા 82 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી. આજની આ સધારણ સભામાં ડેરીના 1,200 થી વધુ મંડળીઓમાં સ્વચ્છતા અને વધુ દૂધ ભરનાર તેમજ વધુ સારા કામ કરનાર મંડળીઓના કાર્યકર્તાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
માઇક બંધ કરવા મુદ્દે હોબાળો : દાદા ભગવાનના મંદિર ખાતે બરોડા ડેરીની સામાન્ય સભા યોજાઈ હતી જેમાં સામાન્ય સભા પૂર્ણ થયા બાદ સાવલીના ડેસરના રાજપુરા મંડળીના પ્રમુખ સુરેશભાઈ પટેલ દ્વારા ભાવફેર માટે રજૂઆત કરવા આવી હતી. ત્યારે માઈક બંધ કરી દેતા તેઓએ હોબાળો મચાવ્યો હતો. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે દીનુ મામા પ્રમુખ હતા ત્યારે 99 કરોડની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આ વખતે તે રકમ ઘટીને 84 કરોડ કરવામાં આવી હતી
દર વર્ષે દૂધના ભાવ વધતા જાય છે. તો તેની જગ્યાએ આ રકમ માં કેમ ઘટાડો કરી દેવામાં આવે છે. અને દૂધ ઓછું આવે છે. તે કયા કારણે ઓછું આવે છે તે અંગે પણ ડેરીના સત્તાથી સધીકારીઓએ ઊંડાણપૂર્વક તપાસ કરી પશુપાલકોને પૂરતો ન્યાય અપાવો જોઈએ. માઈક બંધ કરો એ સાચી નિશાની નથી, કેમ ઘટ્યું તે પણ ખૂબ જ ખતરાની બાબત છે, પશુપાલક અને પોષક ભાવ નથી મળતા એટલા માટે આ દૂધ ઘટ્યું છે. સંઘના નિયામક મંડળ વિચારણા કરવી જોઈએ. આ સંસ્થા પશુપાલકોની બનેલી છે અને જો પશુપાલકોની બનેલી હોય અને પશુપાલકો વિશે પણ જાણવું પડશે માત્ર નફા - નુકસાનની વહેંચણી કરીને સંતોષ માણવાથી તે ફાયદો નથી. બરોડા ડેરીને પોતાના ઉત્પાદનની આઈટમો બરોડામાં જ પૂર્ણ થઈ જતી હોય છે. આ સંસ્થાને કોઈ જાહેરાત કરવાની કોઈ જરૂર નથી. ગાંધીનગર જિલ્લા સંઘ, બનાસકાંઠા કે મહેસાણા જિલ્લા સંઘને અતિશય દૂધ હોવાથી તેને બીજા જિલ્લામાં દૂધ મોકલવું પડે તેમજ સ્ટોરેજનો પણ ખર્ચો વધતો જાય છે અને વ્યાજબી ભાવ દૂધ વેચવું પડે. તેની સરખામણી બરોડા ડેરીમાં દૂધ માપનું જ આવે છે અને પૂરતો ભાવ આપી શકે તેવી ક્ષમતા ધરાવે છે. મંડળીના પ્રમુખનો માઈક બંધ કરી દેવાતા અવાજ દબાઈ જતો નથી....સુરેશભાઈ (રાજપુરા મંડળીના પ્રમુખ)
અઢી કરોડ લીટર દૂધ ઘટતું : આજની આ સામાન્ય સભા પત્યા બાદ ડેરીના ઉપપ્રમુખ જી. બી. સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે કેટલા વર્ષોથી અમુક લોકો સામાન્ય સભા પત્યા બાદ જ હોબાળો કરતા નજરે પડે છે. પરંતુ તેઓ જોતા નથી કે જ્યારે અઢી કરોડ લીટર દૂધ ઘટતું હોય તો તેના પ્રમાણમાં ભાવ પણ ઘટવાના જ છે. જો દૂધ વધે તો ભાવ વધવાનો જ છે એેમ તેઓ જણાવ્યું હતું.
આ આક્ષેપો તદ્દન પાયાવિહોણા છે. 14 દિવસ પહેલા પેપરમાં જાહેરાત આપી હતી કે જેને જે પણ કંઇ તકલીફ હોય કે વાંધો હોય તો લેખિતમાં સામાન્ય સભાના સાત દિવસ પહેલા મોકલવા હોય છે. પરંતુ અમુક લોકોને કાયમ માટે ખાલી વાતો કરી લોકોની વચ્ચે મીડિયા વચ્ચે આવવાના પ્રયત્નો હોય છે. તેના ભાગરૂપે છે એવો કોઈ વાંધો અમારી પાસે આવ્યો નથી. સાધારણ સભા માત્ર હિસાબો માટે હોય છે અને હિસાબો સર્વાનુમતે બધા મંજૂર કર્યા છે...સતીષભાઈ નિશાળીયા (બરોડા ડેરીના પ્રમુખ )
દિનુમામાએ કરી આભારવિધિ : સૌપ્રથમ આ સામાન્ય સભાની શરૂઆતે એક વર્ષમાં અવસાન પામેલ કર્મચારી, ડિરેક્ટર કે સભાસદને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ સામાન્ય સભાની શરૂઆત કરવામાં આવી હતી. સામાન્ય સભામાં આભાર વિધિ બરોડા ડેરીના પૂર્વ પ્રમુખ અને પાદરાના પૂર્વ ધારાસભ્ય દિનુમામા દ્વારા કરવામાં આવી હતી.
Gandhinagar News: બરોડા ડેરી વિવાદ પાટીલના દ્વારે પહોંચ્યો, જિલ્લા પ્રભારીની મોટી ચોખવટ
હવે મોદક બનશે મોંઘા, બરોડા ડેરીએ ઘીના ભાવ વધાર્યા
Baroda Dairy: બરોડા ડેરીના કાર્યકારી પ્રમુખ અને ઉપપ્રમુખ પદેથી જી બી સોલંકીનું રાજીનામું