ETV Bharat / state

Vadodara Crime : વડોદરામાં બે દીકરીની હત્યા કરનાર માતાને હોસ્પિટલમાંથી આપવામાં આવી રજા... - કારેલીબાગમાં માતાએ દિકરીની હત્યા કરી

વડોદરાના કારેલીબાગમાં માતાએ પોતાની બે દીકરીની હત્યા કરી નાખી છે. દીકરીની હત્યા કરીને માતાએ પણ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ માતા બચી જતા તેને હોસ્પિટલમાંથી સીધા પોલીસ મથકે લાવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Vadodara Crime : વડોદરામાં બે દીકરીની હત્યા કરનાર માતાને હોસ્પિટલમાંથી આપવામાં આવી રજા...

author img

By

Published : Jul 19, 2023, 9:25 PM IST

વડોદરામાં બે દીકરીની હત્યા કરનાર માતાને હોસ્પિટલમાંથી આપવામાં આવી રજા...

વડોદરા : શહેરના કારેલીબાગ વિસ્તારમાં તાજેતરમાં જ માતાએ બે દીકરીઓની હત્યા કરી પોતે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં કારેલીબાગ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. દક્ષા ચૌહાણ સામે હત્યાનો ગુનો હોવાથી તેઓ સામે પોલીસે તબિયત નાજુક હોવાથી કોઈ કાર્યવાહી હાથ ધરી ન હતી, પરંતુ તેઓને સયાજી હોસ્પિટલમાંથી આજે માનસિક રોગ વિભાગમાંથી યોગ્ય રિપોર્ટ આવતા રજા આપવામાં આવી છે.

વડોદરાના ચકચારી કિસ્સામાં પુત્રીની હત્યા કરી પોતે જીવન ટુંકાવવાનો પ્રયાસ કરનાર દક્ષાબેનની માનસિક સ્થિતિ સારી ન હોવાના કારણે તેમને SSG હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. આજે તેમને બધા રિપોર્ટ થયા બાદ રજા આપવામાં આવી છે. તેઓ ડિપ્રેશનમાં હોવાના લીધે આવું અંતિમ પગલું લીધું હશે તેવું કહી શકાય. - ડો. ચિરાગ બારોટ (એસો.પ્રોફેસર માનસિક રોગ વિભાગ SSG)

નિવેદનો લેવામાં આવશે : સારવાર અને માનસિક સ્વાસ્થ્ય થતાં જ સયાજી હોસ્પિટલમાંથી સીધા કારેલીબાગ પોલીસ મથકમાં લઈ જવાય હતા. સારવાર દરમિયાન પોલીસને નિવેદન લેવામાં મુશ્કેલી સર્જાઈ હતી. પરંતુ, આજે દક્ષા ચૌહાણે રજા આપતા કારેલીબાગ પોલીસ હોસ્પિટલમાંથી સીધી તેઓને કારેલીબાગ પોલીસ મથકમાં લઈ ગઈ હતી. જ્યાં તેઓના અન્ય નિવેદનો નોંધવામાં આવશે અને હત્યાના ગુનામાં અટકાયત કરવામાં આવશે. હત્યા પાછળ આર્થિક સંક્રમણ હોવાનું પોલીસે સુસાઈડ નોટ આધારે જણાવ્યું હતું, પરંતુ હવે આ હત્યા મામલે નવા ખુલાસા થઈ શકે છે. હાલમાં આ હત્યારી માતાને પોલીસ દ્વારા કાર્યવાહીના ભાવ રૂપે હોસ્પિટલથી સીધા જ પોલીસ મથકે લઈ જવાયા હતા.

હાલમાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે, ત્યાર બાદ અટકાયત કરવામાં આવશે. આ સાથે મહિલાની મોટી દીકરી હની સાથે વાતચીત કરનાર તેના મિત્રની પણ પૂછપરછ અને ચેટિંગ અંગેની તપાસ કરવામાં આવી છે. જેમાં આર્થિક સંક્રમણના કારણે આ પગલું ભર્યું હોવાનું સ્પષ્ટ થાય છે. - સી.આર. જાદવ (PI, કારેલીબાગ પોલીસ મથક)

ડિપ્રેશનમાં હોવાનું પ્રાથમિક તારણ : રિપોર્ટમાં પણ ડિપ્રેશન હોવાનું પ્રાથમિક તબક્કામાં જોવા મળ્યું છે. સાયકો મેટ્રીક એસેસમેન્ટ કરવામાં આવ્યો છે. તેમાં પ્રાથમિક તબક્કે ડિપ્રેશન હોવાનું સામે આવ્યું છે. દર્દી આઘાતમાં હોવાના કારણે ખુલીને સહકાર નહીં આપ્યો હોય. જેમ જેમ દર્દી આઘાતમાંથી બહાર આવશે તેમ તેમ વધારે જાણવા મળશે. હાલમાં આ પેશન્ટને રજા આપવામાં આવી છે.

  1. Bihar Crime News : હત્યા કેવી રીતે થાય? ગુગલ પર સર્ચ કરીને મોતીહારીમાં પૂર્વ પંચાયત સમિતિના સભ્યએ કરી આત્મહત્યા
  2. Deesa News : બાળકો અને માતાને ઝેરી પ્રવાહી આપી પિતાએ આત્મહત્યા કરવાની કરી કોશિશ
  3. Ahmedabad Crime : પત્નીની ગેરહાજરીમાં નરાધમ પિતાએ 10 વર્ષની દીકરી પર બળાત્કારનો પ્રયાસ કર્યો, દીકરી હિંમત ન હારી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.