ETV Bharat / state

Vadodara Crime : વડોદરામાં સાસરિયા પક્ષ માનસિક ત્રાસ આપતા પરિણીતાએ નોંધાવી ફરિયાદ - વડોદરામાં પરિણીતાને માનસિક ત્રાસ

વડોદરામાં એક શિક્ષકાએ સાસરિયા સામે ફરિયાદ કરી છે. શિક્ષકાએ માનસિક-શારીરિક ત્રાસ, દહેજની માંગણી, પતિ મારઝુડ કરતો વગેરે બાબતને લઈને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે. ઉપરાંત ભુવા ભપેડા કરીને સાસરિયા પક્ષ વારંવાર મહેણા-ટોણા પણ મારતા હતા.

Vadodara Crime : વડોદરામાં સાસરિયા પક્ષ દહેજ સાથે માનસિક ત્રાસ આપતા પરિણીતાએ નોંધાવી ફરિયાદ

author img

By

Published : Jul 18, 2023, 3:50 PM IST

વડોદરા : પરણિત યુવતીએ માનસિક-શારીરિક ત્રાસ અને દહેજની માંગણીને લઈ સાસરિયા સામે મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. બીમારી દરમિયાન પરિવાર ભુવા ભપેડા કરવી માનસિક હેરાનગતિ અને પતિ ત્રાસ આપતો હોવાની ફરિયાદ મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

શિક્ષકાની ફરિયાદ
શિક્ષકાની ફરિયાદ

શું છે સમગ્ર મામલો : મકરપુરા પોલીસ હદ વિસ્તારમાં રહેતી યુવતીએ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, હું સરકારી સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવું છું. હું મારી દિકરી સાથે પિયરમાં રહું છું અને મારા પતિ છેલ્લા ચારેક મહિનાથી તેમના માતા-પિતા સાથે શ્રેયસ પાર્ક સોસાયટી, ઈસરામા, તાલુકો પેટલાદ, જિલ્લા આણંદ ખાતે રહે છે. મારા લગ્ન સને-2010માં થયા હતા, મારા લગ્ન 16 મે-2017ના રોજ ઈસરામા ગામના પેટલાદ ખાતે રાજ ચતુરભાઇ પરમાર સાથે હિન્દુ વિધિથી થયા હતા.

દહેજની માંગણી કરી : લગ્ન બાદ મારી નોકરી અલગ અલગ જગ્યાએ હોવાથી જેથી અમે બંન્ને નોકરીના સ્થળની નજીકમાં ભાડેથી ઘર રાખી સાથે રહેતા હતા. આ દરમિયાન મારા પતિ છાણી ખાતે કોઇ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા હતા અને અમારૂ લગ્ન જીવન સારી રીતે ચાલતુ હતુ, જેથી અમારે 2014માં એક દિકરીનો જન્મ થયો હતો. મારા પતિની પ્રાઈવેટ નોકરી છૂટી જતા મારા પતિએ જુદા જુદા પ્રકારના ધંધા શરૂ કર્યા હતા અને ધંધામાં ખોટ જવાથી દેવુ થઈ ગયુ હતું. જેથી મારા પતિ રાજ અવારનવાર મારી સાથે પૈસાની બાબતે બોલાચાલી ઝઘડો કરતા રહેતા હતા તેમજ અમારા મા-બાપને ગમે તેવી ગાળો બોલી દહેજ પેટે પૈસાની માંગણી તેમજ અમારા લગ્નના કરિયાવરમાં મળેલા સોના-ચાદીના ધરણાની તેમજ પતિએ મારા પિતા પાસે ફોર વ્હીલરની માંગણી કરતા હતા.

પતિ-સાસુ-સસરનો ત્રાસ : મારા સાસુ-સસરાઓ મને એમ કહેતા હતા કે 'તમારા પિતાજીનું જે મકાન છે, જેમા મારા દિકરા રાજના નામે લખાવી દે' જેથી મે તેમજ મારા પિતાએ ના પાડતા મારા પતિએ મારી સાથે મારઝૂડ કરીને મને શારીરિક-માનસિક ત્રાસ આપ્યો હતો. દરમિયાન મારા પતિ મારી સાથે નોકરાણીની જેમ વર્તન કરતા હતા અને મારા સાસુ-સસરા મને અમારા આડોશ-પાડોશમાં વાતો કરવાની મનાઈ કરી હતી. મને ઘરમાંથી બહાર પણ નીકળવા દેતા ન હતા અને દહેજમાં કાંઈ આપ્યું નથી તેમ કહીને મને વારંવાર મહેણા-ટોણા મારતા હતા.

ભુવા ભપેડા કરી માનસિક ત્રાસ આપ્યો : મારા પતિ, સાસુ-સસરા જાદુ ટોણામાં માનતા હોવાથી અમારા લગ્ન થયા ત્યારથી મને કોઈપણ બીમારી હોય અથવા અમારા પતિ સાથે ઝગડોઓ થાય ત્યારે મને મારા પતિ તેમજ સાસુ-સસરા મને ભુવાને ત્યાં લઈ જતા હતા. આવી રીતે અવારનવાર આ મારા પતિ, સાસુ સસરા મારી સાથે જાદુ ટોણા ભુવા જાગરીયા કરાવતા હતા અને માનસિક ત્રાસ આપતા હતા.

  1. Ahmedabad Love Jihad Case : 'ધ અમદાવાદ સ્ટોરી', હિન્દૂ યુવતીને પ્રેમજાળમાં ફસાવી વિધર્મી યુવકે યુપી લઈ જઈ ગુજાર્યો અમાનુસી ત્રાસ
  2. Ahmedabad Crime : છૂટાછેડા માટે ત્રાસ આપતા યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો , ભાજપ વોર્ડ પ્રમુખ દિયર સહિત સાસરિયાનો ત્રાસ
  3. Ahmedabad Crime : પ્રેમલગ્નના વર્ષો બાદ પતિ સામે ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવવી પડી, વર્ષોની સહનશીલતા જવાબ દઇ ગઇ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.