ETV Bharat / state

વડોદરા મકરપુરા પોલીસે ચોરીની 20 બાઇકો સાથે 5 શખ્સોને ઝડપી પાડ્યા

મકરપુરા પોલીસે ચોરીની 20 મોટર સાયકલ સાથે 5 શખ્સોની ધરપકડ કરી છે. આ સાથે 3,99,000નો મુદ્દામાલ કબ્જે કરી વાહનચોરીના 25 ગુનાઓ છોટાઉદેપુર જીલ્લાના પ્રોહીબીશનના 7 ગુનાઓ મળી કુલ 32 અનડિટેકટ ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે.

xz
xz
author img

By

Published : Dec 29, 2020, 12:15 PM IST

  • વડોદરા પોલીસે ચોરીની 20 બાઇકો સાથે 5 શખ્સોને ઝડપી પાડ્યા
  • 25 વાહનચોરીના અને 7 પ્રોહીબીશનના ગુનાઓ મળી કુલ 32 અનડિટેકટ ગુનાઓનો ભેદ ઉકેલાયો
  • 3,99,000નો મુદ્દામાલ કબ્જે કરાયો

    વડોદરાઃ મકરપુરા પોલીસે ચોરીની 20 મોટર સાયકલ સાથે 5 શખ્સોની ધરપકડ કરી છે. આ સાથે 3,99,000નો મુદ્દામાલ કબ્જે કરી વાહનચોરીના 25 ગુનાઓ છોટાઉદેપુર જીલ્લાના પ્રોહીબીશનના 7 ગુનાઓ મળી કુલ 32 અનડિટેકટ ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે.

    જુદી જુદી ટીમો બનાવી વાહન ચોરીના ગુનાઓનું મેપીંગ કરવામાં આવ્યું

    વડોદરા શહેરના મકરપુરા અને માંજલપુર પોલીસ મથકની હદમાંથી છેલ્લા એક વર્ષમાં વાહન ચોરીના ભેદોને ઉકેલી કાઢવા માટે પોલીસ કમિશનર આર.સી. બ્રહ્મભટ્ટ તથા અધિક પોલીસ કમિશ્નર ચિરાગ કોરડીયાની સૂચનાથી મકરપુરા પોલીસની સર્વેલન્સની જુદીજુદી ટીમો બનાવી પોલીસ મથક હદ વિસ્તારમાં વાહન ચોરીના ગુનાઓનું મેપીંગ કરવામાં આવ્યું હતું. આ સાથે ડિકોય ગોઠવી તેમજ સીસીટીવી ફૂટેજ તથા હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી એક ઈસમ નીતિનકુમાર અરવિંદ સિંહ સોલંકીને મોટર સાયકલ સાથે ઝડપી પાડ્યો હતો.

    ડિકોય ગોઠવી તેમજ સીસીટીવી ફૂટેજ તથા હ્યુમન ઈન્ટેલિજન્સની મદદ લીધી

    આરોપીની વધુ પૂછપરછ કરતાં તેણે અલગ અલગ જગ્યાએથી મોટર સાયકલ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી અને આ ચોરી કરેલી મોટરસાયકલ ઉદેસિંહ રમેશભાઈ રાઠવા તથા તરજુ કરસનભાઈ રાઠવા અને સરતન ઉર્ફે લાલુ ભીખલાભાઈ રાઠવા તથા દેસિંગ તેરસિંગ રાઠવાને વેચાણ કર્યા હોવાનું જણાવ્યું હતું. જેથી સર્વેલન્સની જુદી-જુદી ટીમોએ આ તમામ આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી ચોરી કરેલી 20 મોટર સાયકલો કિંમત રૂપિયા 3,99,000નો મુદ્દામાલ રિકવર કરી તમામ આરોપીઓની વધુ પૂછપરછ દરમિયાન વાહન ચોરીના 25 ગુનાઓ તેમજ છોટાઉદેપુર જીલ્લાના પ્રોહીબીશનના 7 ગુનાઓ સાથે કુલ મળીને 32 અનડિટેકટ ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે પાંચ રીઢા વાહન ચોરોની ધરપકડ કરી 3,99,000 નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓની વધુ પૂછપરછ હાથધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.