ETV Bharat / state

Mahashivratri 2023: સમગ્ર ગુજરાત માટે વધુ એક દર્શનીય સ્થળ બન્યું સુરસાગર

મહાશિવરાત્રીના પાવન પર્વથી વડોદરા ઉપરાંત સમગ્ર ગુજરાત માટે એક નવું દર્શનીય સ્થળ બન્યું હતુ. સર્વેશ્વર મહાદેવની સુવર્ણજડિત 111 ફૂટ ઊંચી પ્રતિમાના અનાવરણ સાથે મુખ્યપ્રધાન દ્વારા હજારોની સંખ્યામાં ભાવિ ભક્તોની ઉપસ્થિતિમાં મહાઆરતીનો લ્હાવો લીધો હતો.

Vadodara News : સમગ્ર ગુજરાત માટે વધુ એક દર્શનીય સ્થળ બન્યું સુરસાગર

author img

By

Published : Feb 20, 2023, 1:17 PM IST

સુર સાગર તળાવ શ્રી સર્વેશ્વર મહાદેવ પ્રતિમા

વડોદરા : સમગ્ર રાજ્યમાં ઉત્સાહ ભેર મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શિવરાત્રીના પાવન પર્વથી વડોદરા ઉપરાંત સમગ્ર ગુજરાત માટે એક નવું દર્શનીય સ્થળ બન્યું છે શહેરનું સુરસાગર તળાવ. શહેરના હ્રદય સમાન સૂરસાગર તળાવ વચ્ચે વિદ્યમાન સર્વેશ્વર મહાદેવની 17.5 કિલો સુવર્ણથી અભિનિવિષ્ટ 111 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. સર્વેશ્વર મહાદેવની પ્રતિમાના અનાવરણ સાથે મુખ્યપ્રધાને ભક્તોની ઉપસ્થિતિમાં મહાઆરતીનો લ્હાવો લીધો હતો.

વડોદરા મહાશિવરાત્રી 2023
વડોદરા મહાશિવરાત્રી 2023

વડાપ્રધાને દર્શનીય સ્થળોનો વિકાસ કર્યો આ અવસર પર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, રાજ્યમાં આવેલા ધાર્મિક સ્થળોના વિકાસમાં કચાશ રાખવામાં આવી નથી. રાજ્યના તમામ દર્શને માટે આવતા યાત્રાળુંઓને તફલીક ના પડે એ માટે સુવિધાઓ કરવામાં આવી છે. વડાપ્રધાન મોદીએ જ્યોર્તિલિંગના વિકાસ કરીને ભગીરથ કાર્ય કર્યું છે. ભગવાન કાશી વિશ્વનાથ પરિસરનો જે સરસ વિકાસ થયો છે. આવી જ રીતે ઉજ્જૈનમાં મહાકાલ કોરિડોરને બેનૂમન બનાવવામાં આવ્યો છે. આ જ્યોતિર્લિંગના દર્શને જતાં લોકો તેમની દિવ્યતાનો અનુભવ થાય છે. આ વિવિધ સ્થળોના વિકાસ કરીને વડાપ્રધાનએ દેશની મોટી સેવા કરી છે.

પ્રવાસીઓ માટે સુવિધાઓ : મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે કહ્યું કે, અહીં પ્રવાસીઓ માટે નિવાસીય સુવિધા, વોકવે, સમુદ્ર કિનારનો વિકાસ સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સૂરસાગર તળાવ પહેલા ચંદન તલાવડીના નામથી ઓળખાતું હતું. પ્રાચીનકાળમાં 18મી સદીમાં તેનું નિર્માણ થયું હોવાનું માનવામાં આવે છે. અહીં 1996 સૂરસાગર તળાવમાં સત્યમ શિવમ સુંદરમ્ ટ્રસ્ટ દ્વારા 111 ફૂટ ઊંચી સર્વેશ્વર મહાદેવની પ્રતિમાનું નિર્માણ શરૂ કર્યું હતું. અનેક પ્રવાસીઓ, ભાવિકો માટે આ સ્થળ પસંદગીનું રહ્યું છે. વર્ષ 2002માં મહાશિવરાત્રિના દિવસે BAPS સંસ્થાના બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના હસ્તે સર્વેશ્વર મહાદેવની પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

હજારોની સંખ્યામાં ભાવિભક્તો : સાવલીવાળા સ્વામીજીની પ્રેરણાથી વડોદરા શહેરમાં વર્ષ 2013થી શિવજી કી સવારી કાઢવામાં આવી રહી છે. આ શિવજી કી સવારીમાં સમગ્ર વડોદરા શહેરના હજારોની સંખ્યામાં ભાવિભક્તો ઉત્સાહભેર જોડાય છે. આ સ્વામીજીની પ્રેરણાથી આ પ્રતિમાને 2017માં સુવર્ણથી મઢવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. આ મહાકાર્યનું નેતૃત્વ સુવર્ણ સંકલ્પ ફાઉન્ડેશનના નેજા હેઠળ વરિષ્ઠ ધારાસભ્ય અને પૂર્વ પ્રધાન યોગેશ પટેલે લીધું હતું. જેને પૂર્ણ કરી આજે સંપૂર્ણ સર્વેશ્વર મહાદેવ સુવર્ણજડિત કરવામાં આવ્યા છે. પરંપરાગત નીકળતી શિવજી કી સવારી શહેરમાં હજારો ભાવિ ભક્તિ સાથે અનેક લોકો જોડાયા હતા.

આ પણ વાંચો : Vadodara News : સુરસાગર તળાવમાં સોનાના શિવજીની પ્રતિમાનું મુખ્યપ્રધાન કરશે ઉદઘાટન

રામ મંદિર નિર્માણ દિવસેજ પ્રારંભ : અયોધ્યામાં રામ મંદિરના નિર્માણકાર્યના ભૂમિ પૂજનની સાથે 5 ઓગસ્ટ 2020ના રોજ સર્વેશ્વર મહાદેવની પ્રતિમાને સુવર્ણથી મઢવાના કાર્યનો પ્રારંભ થયો હતો.જે હવે પૂર્ણ થયો છે. આ ભગીરથ કાર્યમાં સત્યમ શિવમ સુંદરમ સમિતિ સાથે અનેક લોકોએ યોગદાન આપી આજે સર્વેશ્વર મહાદેવને સુવર્ણજડિત કરવાના સ્વામીજીના સંકલ્પને સાકાર કર્યો હતો.

મહાશિવરાત્રી પર્વ
મહાશિવરાત્રી પર્વ

સ્વામીજીના સંકલ્પને પૂર્ણ કર્યો : પરમ પૂજ્ય સાવલીવાડા સ્વામીજીએ યોગેશ પટેલ સમક્ષ એક લાગણી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, દેશમાં માત્ર ઉજ્જૈનમાં જ નીકળતી શિવજી કી સવારી જેવી સમગ્ર શિવ પરિવારની યાત્રા શિવનગરી વડોદરામાં પણ નીકળવી જોઈએ. આ સંકલ્પની યોગેશ પટેલે દ્રઢતાપૂર્વક પૂરું કરી મહાકાય નદી પર સવાર શિવ પરિવારની મૂર્તિના નિર્માણનું કર્યા પંચધાતુ માંથી તૈયાર કરેલી મહાનંદી પર સવાર સાડા આઠ ટનની બેનમુન જીવંત લાગતી પ્રતિમા તૈયાર કરી અને રથ પર આ પ્રતિમાને આર રૂટ કરવામાં હતી.

સુરસાગર તળાવ
સુરસાગર તળાવ

આ પણ વાંચો : Somvati Amavsya : જાણો સોમવતી અમાસનું શું મહત્વ છે, શું વિશેષ પૂજાના લાભ

પરંપરાગત રૂટ પર નીકળી સવારી : આ શિવાજી કી સવારી વર્ષ 2013થી નીકળે છે જે શહેરના પ્રતાપનગર સ્થિત રણમુકતેશ્વર મહાદેવના મંદિરેથી નીકળી હતી. ત્યાર બાદ શહેરના વાડી, ચોખંડી, માંડવી, ન્યાયમંદિર, માર્કેટ ચાર રસ્તા,દાંડિયાબજાર થઈ શહેરના સુરસાગરના મધ્યમાં બિરાજમાન સર્વેશ્વર મહાદેવ ખાતે પહોંચી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.