વડોદરા : શહેરના દાંડિયાબજાર વિસ્તારમાં ગત તારીખ 9ના રોજ મધ્ય રાત્રીએ 69 વર્ષીય સવિતા વાઘરીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે અકસ્માતે મોતની કલમના આધારે ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ વધુ તપાસ કરતા સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા હતા. ત્યારે અકસ્માતે મૃત્યુ નહીં પણ હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
માનસિક અસ્થિર હોવાનું સામે આવ્યું : મૃતકના ભત્રીજાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર પોતાની ફઈ ગત તારીખ 3 માર્ચના રોજ ઘરેથી નીકળી ગયા હતા. તેવીની સ્થિતિ માનસિક રીતે સારી ન હોવાથી વારંવાર આ રીતે ઘરેથી નીકળી જતા હતા. શોધખોળ બાદ તેઓ મળ્યા ન હતા. છેવટે ગત તારીખ 9 માર્ચના રોજ શહેરના દાંડિયાબજાર વિસ્તારમાંથી તેઓની મૃતક અવસ્થામાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. સમગ્ર મામલે પોલોસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ આરંભી હતી.
શારીરિક છેડછાડ બાદ હત્યા : આખરે પોલીસે CCTV ફૂટેજ હાથ લાગતા પરિવારના સભ્યને પોલીસ મથકમાં બોલાવી તપાસ કરતા 9 માર્ચના રોજ રાત્રીના 1 વગાયના સમયે મૃતક મહિલાને છેડછાડ કરતો એક શખ્સ નજરે પડ્યો હતો. ત્યારબાદ તેઓએ પ્રતિકાર કરતા અજાણ્યા શખ્સ ગુસ્સે થઈ નજીકથી પથ્થર વડે હુમલો કરી મહિલાને રહેંસી નાખી હતી. આખરે સમગ્ર મામલે રાવપુરા પોલીસે હત્યા થઈ હોવાથી હત્યાના ગુનાના આધારે એક શખ્સની અટકાયત કરી છે.
આ પણ વાંચો : Mahisagar Crime : પ્રેમીની હત્યા કરીને મૃતદેહ તળાવમાં ફેંકી દીધો, પ્રેમીકાએ છલાગ લગાવી જીવન ટુકાવ્યું
આરોપીની અટકાયત : રાવપુરા પોલીસે CCTV ફુટેજના આધારે નજરે પડી રહેલા શખ્સની ઓળખ કરી હતી. તેનું નામ નજીર ઉર્ફે ટકલો રહીમ શેખ (રહે. નવાપુરા, વડોદરા)ની અટકાયત કરી છે. હત્યારો આ શખ્સ અગાઉ પણ પ્રોહિબિશનના સાત અને જી.પી. એકટના ત્રણ ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : Surat Crime News : દમણમાં થયેલ ઝગડાના સમાધાન માટે ઘરે બોલાવી મિત્રએ મિત્રની હત્યા કરી નાખી
પોલીસનું નિવેદન : સમગ્ર મામલે રાવપુરા પોલીસ મથકના PI આર.બી.ચૌહાણે જણાવ્યું હતું કે, હાલમાં હત્યા કરનાર આરોપીની અટકાયત કરવામાં આવી છે. હાલમાં તેનો કોરોના ટેસ્ટ કર્યા બાદ તેને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવશે. રીમાન્ડની માંગણી કરવામાં આવશે. રિમાન્ડ દરમિયાન વધુ ખુલાસા થઈ શકે છે કે ક્યા કારણોસર હત્યા કરી હતી.