વડોદરા રાજ્યમાં વ્યાજખોરોના ત્રાસથી (Harassment of usurers in Vadodara) આત્મહત્યાના વધતા બનાવને લઈને સરકારે હવે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. ત્યારે પોલીસે હવે વ્યાજખોરો સામે લાલ આંખ કરી કાર્યવાહી શરૂ કરી છે. તેમ જ વ્યાજખોરોનો ભોગ બનેલા લોકોને પોલીસ ફરિયાદ (Vadodara Karjan Police) કરવા માટે આગળ આવવા માટે અપીલ કરવામાં આવી છે. ત્યારે વડોદરાના કરજણ પોલીસ મથકમાં (Karjan Police Station ) વ્યાજખોર સામે ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી (Karjan Police action against Usurer) હાથ ધરી છે.
વ્યાજખોર સામે ગુનો દાખલ કરાયો કરજણમાં ઑટો ગેરેજના સંચાલક પાસેથી 6 લાખ રૂપિયાની મૂડી સામે વ્યાજખોરે 10 ટકા વ્યાજ પ્રમાણે 20 લાખ રૂપિયા વસૂલ કર્યા હતા. તેમ છતાં ધમકી આપી વધુ રકમની માગણી કરી રહ્યો હોવાથી પોલીસે (Vadodara Karjan Police) વ્યાજખોર સામે ગુનો દાખલ કર્યો છે.
પ્રતિ માસ 10 ટકાના ઉંચા વ્યાજે રૂપિયા 6 લાખ આપ્યા નાણાંની જરૂરિયાત ઊભી થતાં જરૂરિયાતમંદે વ્યાજે રૂપિયા લીધાં હતાં, પરંતુ વ્યાજખોરો કડક ઉઘરાણી શરૂ કરી ધાકધમકી આપતા હતા. એટલે કરજણ પોલીસ મથકમાં (Karjan Police Station ) ફરિયાદ નોંધાવી હતી.
વર્ષ 2016માં લીધા હતા ઉછીના રૂપિયા ફરિયાદ મુજબ, કરજણ જૂના બજારમાં આવેલી 2, વૃંદાવન સોસાયટીમાં સંતોષકુમાર રાધેશ્યામ તિવારી પરિવાર સાથે રહે છે. તેઓ કરજણ શિવકૃપા હોટેલવાળા ગેરેજ નામે વ્યવસાય કરે છે. 1 ફેબ્રુઆરી 2016માં તેમને નાણાંની જરૂરિયાત ઊભી થઈ હતી. આથી કરજણ તાલુકાના સાંસરોદ ગામમાં રહેતા અને ગેરકાયદે ધીરધારનો ધંધો કરતા હુસેનભાઈ મુસાભાઈ સરનારીયાએ તેમને પ્રતિ માસ 10 ટકાના વ્યાજે રૂપિયા 6 લાખ આપ્યા (Vadodara Crime News) હતા.
આ પણ વાંચો લોકોની સેવા કરવાનો દાવો કરનારા AAPના નેતા ગૌતમ પટેલ નીકળ્યા વ્યાજખોર, હવે વોન્ટેડ જાહેર
કરજણ પોલીસે કાર્યવાહી શરૂ કરી આ બનાવમાં કરજણ પોલીસે (Vadodara Karjan Police) કાયદાકીય કાર્યવાહી (Karjan Police action against Usurer) શરૂ કરી છે. આ ઉપરાંત વ્યાજખોર હુસેને ગેરેજ સંચાલક સંતોષકુમાર તિવારીને ધાકધમકી આપીને માર પણ માર્યો હતો. સંતોષકુમાર પાસેથી સ્ટેમ્પ પેપર ઉપર હુસેનભાઈને રૂપિયા 18 લાખ આપવાના છે તેવું લખાણ લખાવી લીધું હતું. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, વ્યાજખોર હુસેને ગેરેજ સંચાલક સંતોષકુમાર તિવારી પાસેથી 6 લાખ રૂપિયાની મૂડીની સામે 20 લાખ રૂપિયા પડાવી લીધા હતા. તેમ છતાં વ્યાજખોર હુસેન ધાકધમકી આપી નાણાં વસુલી રહ્યો છે. કરજણ પોલીસે (Karjan Police Station) ફરિયાદના આધારે વ્યાજખોર હુસેન સરનારીયા સામે ગુનો દાખલ કરી કડક કાર્યવાહી (Vadodara Crime News) હાથ ધરી છે.
આ પણ વાંચો પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોર સામે ફરિયાદ, પોલીસ એક્શનમોડમાં
ધાકધમકી આપી ગેરેજમાંથી સામાન ઉઠાવી ગયો વ્યાજખોર હુસેન સરનારિયાએ ગેરેજના સંચાલક સંતોષકુમાર તિવારી પાસે સેફ્ટી માટે બે બેન્કોના કોરા ચેક સહી કરાવીને લઈ લીધા હતા. સાથે જ પ્રોમિસરી નોટ પણ લખાવી લીધી હતી. 5 માસ પહેલાં વ્યાજખોર હુસેન વ્યાજની ઉઘરાણી માટે સંતોષકુમારના ગેરજમાં પહોંચી ગયો હતો. અહીં ગેરેજમાં ટ્રક રિપેરીંગ માટે લાવેલા રૂપિયા 3,50,000ની કિંમતનો સામાન બળજબરીથી પોતાની કારમાં ભરીને રવાના થઈ ગયો હતો અને તે સામાન રૂપિયા 2,50,000માં વેચીને વ્યાજની વસૂલાત કરી હતી. આમ, આ બનાવમાં હવે પોલીસ (Vadodara Karjan Police) તંત્રએ કડક કાર્યવાહી (Karjan Police action against Usurer) હાથ ધરતા ગેરકાયદેસર રીતે ઉંચા વ્યાજે નાણાં ધીરનાર તત્વોમાં ફફડાટ ફેલાયો છે.