ETV Bharat / state

Kamati Baug Zoo : વડોદરામાં કાળઝાળ ગરમીમાં અબોલ પશુ પક્ષીઓના રક્ષણ માટે કરવામાં આવી ખાસ વ્યવસ્થા - વડોદરામાં વાતાવરણ

વડોદરામાં પશુ પક્ષીઓને લઈને ગરમીથી બચવા માટે ખાસ ઉપાય કરવામાં આવ્યો છે. કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ અને પક્ષીઓ પર ગરમીને લઈને પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત પાંજરા પાસે ઘાસની પટ્ટીઓ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.

Kamati Baug Zoo : કાળઝાળ ગરમીમાં અબોલ પશુ પક્ષીઓના રક્ષણ માટે ખાસ વ્યવસ્થા

author img

By

Published : Apr 19, 2023, 8:05 PM IST

વડોદરામાં પશુ પક્ષીઓને લઈને ગરમીથી બચવા માટે ખાસ ઉપાય કરવામાં આવ્યો

વડોદરા : ઉનાળાની કાળઝાળ ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધતો જોવા મળી રહ્યો છે. હાલમાં રાજ્યમાં અંશતઃ 40 ડીગ્રી સુધી ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. ગરમીને કારણે સામાન્ય રીતે જનજીવન પર માઠી અસર પડતી હોય છે, ત્યારે માનવી ગરમીથી બચવા અનેક ઉપાયો કરી લેતા હોય છે. પરંતુ આ અંગ દઝાડતી ગરમીમાં અબોલા પ્રાણીઓ અને પક્ષીઓ માટે શું ખાસ વ્યવસ્થા કરવી જોઈએ. આ સમસ્યાને લઇ શહેરના કમાટીબાગમાં આવેલા પ્રાણી સંગ્રહાલયમાં રહેલા પ્રાણીઓ અને પક્ષીઓ માટે ગરમીથી બચવા માટે ખાસ કયા ઉપાયો અને શું ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે તે અંગે જાણીશું.

આ પણ વાંચો : Gujarat Weather Update : રાજ્યમાં 5 દિવસ સૂકું વાતાવરણની સાથે ગરમી વધવાની આગાહી

દિવસમાં ચાર વાર પાણીનો છંટકાવ : આ અંગે માહિતી આપતા વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, વડોદરા મહાનગરપાલિકા સંચાલિત કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ અને પક્ષીઓ આવેલા છે. છેલ્લા ચાર દિવસથી ગરમીનું પ્રમાણ વધતા પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ગરમીના પ્રમાણે જોતા દિવસમાં સવારે બે વાર અને સાંજે બે વાર એમ દિવસમાં ચાર વાર પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. સાથે જ દરેક પાંજરા પાસે ઘાસની પટ્ટીઓ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં 30 ટકાથી વધુ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને આવનાર દિવસોમાં સંપૂર્ણ કામગીરી પુરી કરવામાં આવશે.

આ પણ વાંચો : Gujarat Weather : ગરમીમાં લૂથી બચવા શું કરવું જોઈએ, જાણીલો આ નુસકો નહિંતર થઇ શકે છે આવું

ગરમીમાં વધારો થશે ફુવારા અને સ્પ્રિંકલર ઉપયોગ : કમાટીબાગ ખાતે આવેલા વિવિધ પાંજરાઓની ફરતે ગ્રીન નેટ લગાવવાની કામગીરી કરવામાં આવી છે. વધુમાં જો ગરમીનું પ્રમાણ વધશે તો ફુવારા અને સ્પ્રિંકલર લગાવી પાણીનો છંટકાવ કરવામાં આવશે. જેથી અબોલ જીવોને ગરમી સામે રક્ષણ મળી રહે. આ સાથે ઘાસની પટ્ટીઓ લગાવી છે. તેના પર પાણી પડતા જ નેચરલ કુલીંગ ઇફેક્ટ આવે અને વાતાવરણ ભેજવાળું રહે તેના માટેની પૂરતી તકેદારી રાખવામાં આવેલી છે. આ સાથે જ પ્રાણીઓના અને પક્ષીઓને ખીરાક માટે પાણી જન્ય ખોરાકનું પ્રમાણ વધારે હોય તેવો ખોરાક ખાસ આપવામાં આવે છે. જેથી પ્રાણીઓમાં પાણીનું સ્તર જળવાઈ રહે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.