ETV Bharat / state

Vadodara Gotri Policeએ જુગાર રમતા 17 જુગારીઓને પકડી પાડ્યા

વડોદરામાં ગોત્રી રોડના શિવાલય હાઇટસમાં જુગાર(Gambling) રમતા વોર્ડ નં.-10ના ભાજપના યુવા મોરચાના પ્રમુખ જયેન્દ્રસિંહ સોલંકી તથા ભાજપના 2 કાર્યકર મળીને 17 જુગારી(Gambling) ઝડપાયા હતા. શહેરના રાજકારણમાં આ ચર્ચાનો વિષય બન્યો હતો. પોલીસે બે લાખનો મુદ્દામાલ કબ્જે કરીને વધુ તપાસ હાથ ધરી છે.

જુગાર રમતા 17 જુગારીઓને પકડી પાડ્યા
જુગાર રમતા 17 જુગારીઓને પકડી પાડ્યા
author img

By

Published : Jun 11, 2021, 1:00 PM IST

  • શહેરના ગોત્રી વિસ્તારમાં બાતમીના આધારે પોલીસે દરોડા પડ્યા
  • ગોત્રી પોલીસે સ્થળ પરથી 17 આરોપીઓને ઝડપ્યા
  • વૉર્ડ 10 ભાજપ યુવા મોરચાના પ્રમુખ સહિત 2 ભાજપી કાર્યકર ઝડપાયા

વડોદરા : શહેરના ગોત્રી વિસ્તારમાં શિવાલય હાઇટ્સ બિલ્ડિંગના મકાનમાં અમરિષ ઠાકોર નામનો શખ્સ બહારથી લોકોને પોતાના ઘેર બોલાવીને જુગાર(Gambling) રમાડે છે. આવી બાતમી Gotri Poiceને મળતાં પોલીસે દરોડો પડ્યા હતા. પોલીસે પાડેલા દરોડામાં અમરિષ ઠાકોર સહિત 17 જુગારી ઝડપાયા હતા.

આ પણ વાંચો : વાંકાનેર નજીક પોલીસના દરોડામાં રાજકીય આગેવાન સહિત છ લોકો જુગાર રમતાં ઝડપાયાં

પોલીસે સ્થળ પરથી 17 આરોપીઓને ઝડપ્યા

Gotri Poiceએ સ્થળ પરથી અમરિષ ઠાકોર, જયેશ શંકર ખારવા, કિરીટ સંપત જાની, નિતેશ કિરીટ જોશી, પંકજ ઠાકોર સોની, નામદેવ ગોપાલ તીડકે, અક્ષીતસિંહ રાજેન્દ્રસિંહ રાજ, મિતેશ રાયસીંગ ઠાકોર, હસમુખ બાબુ માળી, રફીક મહંમદહુસેન શેખ, નિતીન મહાદેવ પવાર, રાજેન્દ્ર રામચન્દ્ર ધોત્રે, ઇરફાન યુસુફભાઇ પટેલ, સાવધાન ફકીરભાઇ સોનવણે, કુણાલ મહાદેવ પવાર તથા મુખત્યાર હશન પઠાણ અને વોર્ડ નં.-10ના ભાજપના યુવા મોરચાના પ્રમુખ જયેન્દ્રસિંહ ઉર્ફે લાલો ચન્દ્રસિંહ સોલંકીને જુગાર(Gambling) રમતા ઝડપી પાડ્યા હતા.

આ પણ વાંચો : ધરમપુર પોલીસે વાઘવડ ગામે જુગાર રમતા 5ને ઝડપી લીધા

Gotri Poiceએ કુલ મળીને રૂપિયા 2,00,550નો મુદ્દામાલ કબજે કર્યો

પોલીસે જુગારીઓ પાસેથી 41,400 રૂપિયા રોકડા તથા 15 મોબાઇલ ફોન તથા જમીનદાવ પરના 66,150 રુપિયા રોકડા મળીને 2,00,550 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસના દરોડાના પગલે જુગારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.