ETV Bharat / state

Google Play Store : ડિજિટલ સ્ટ્રાઈક, તમારા મોબાઈલમાં લોન એપ્લિકેશનમાં હવે કોઈ મારી નહીં શકે તરાપ - ગુગલ પ્લે સ્ટોર નવી પોલીસી

ગુગલ પ્લે સ્ટોર પર લોન અને ફાઇનાન્સિયલ કાર્યોની લગતી એપ્લિકેશન માટે નવી પોલીસી નિર્ધારિત કરી છે. આ પોલીસીની અંદર હવે કોઈપણ લોન એપ્લિકેશન યુઝર મોબાઈલની અંદર રહેવા મહત્વની ડેટા પર તરાપ મારી શકશે નહીં. ગુગલની નવી પોલીસી અનુસાર લોન એપ્લિકેશનોને મુખ્ય છ બાબતોથી અવરોધિત કરવામાં આવી છે.

Google Play Store : ડિજિટલ સ્ટ્રાઈક, તમારા મોબાઈલમાં લોન એપ્લિકેશનમાં હવે કોઈ મારી નહીં શકે તરાપ

author img

By

Published : Apr 8, 2023, 3:12 PM IST

ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશન પર ગુગલ દ્વારા નવા પ્રકારની ડિજિટલ સર્જીકલ સ્ટ્રાઈક

વડોદરા : આજના આધુનિક સમય અને ઇન્ટરનેટના સમયમાં ઘણા કામ સરળ થયા છે. પરંતુ આ તમામ કામો સાથે ઇન્ટરનેટ ઉપયોગ થકી યુઝરે નુકસાની પણ ભોગવવી પડતી હોય છે, ત્યારે હવે ગૂગલે તેના પ્લે સ્ટોર પર જેટલી લોન અને ફાઇનાન્સિયલ કાર્યોને લગતી એપ્લિકેશન છે. તેના માટે એક નવા પ્રકારની પોલિસી નિર્ધારિત કરી છે. જે 31 મે 2023થી લાગુ પડવા જઈ રહી છે. આ અંગે ખાસ ETV BHARAT સાથે સાયબર એક્સપર્ટ દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી.

હવે યુઝરને રાહત મળશે : આ અંગે સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકરે જણાવ્યું હતું કે, ઇન્સ્ટન્ટ લોનના નામે ગોરખ ધંધો સૌથી મોટો ચાલતો હતો અને અગાઉ પણ ETV BHARATના માધ્યમથી એક મુહીમ ચલાવી હતી. ત્યારે સાયબર અવેરનેસ કરવા માટેના પ્રયાસો કરાયા હતા. ગુગલની નવી પોલીસી અનુસાર હવેથી લોન એપ્લિકેશન યુઝરના મોબાઈલની અંદરના મહત્વના અને અગત્યના ડેટા પર કોઈપણ પ્રકારની તરાપ મારી શકશે નહીં. જેમ કે યુઝરના મોબાઈલની ગેલેરીનો એક્સેસ અને યુઝરના કોન્ટેક્ટમો એક્સેસ લઈ શકશે નહીં.

એપ લે ભાગુ એપ્લિકેશન પ્લેસ્ટોર : મહત્વની બાબત એ છે કે ઇન્સ્ટન્ટ લોન આપતી ઘણી એપ લેભાગુ એપ્લિકેશન પ્લે સ્ટોર પર હતી. આવી એપ્લિકેશન યુઝરના મોબાઈલના ગેલેરી અને કોન્ટેકનો એક્સેસ મેળવીને લોકોને હેરાન પરેશાન કરતી હતી. એમના પરિચિતોને હેરાન પરેશાન કરવામાં આવતા હતા. ઇન્સ્ટન્ટ લોન લેનારના ગેલેરીમાં ઉપલબ્ધ ફોટાઓને મોર્ફ કરીને એને વાયરલ કરવામાં આવતા હતા. જેનાથી ઇન્સ્ટન્ટ લોન લેનાર લોકોને આત્મહત્યા કરવાની પણ ફરજ પડી હતી. તો ઘણા સામાજિક રીતે બદનામ પણ થયા હતા.

આ પણ વાંચો : ગુગલની મુશ્કેલી વધી, 936 કરોડનો દંડ ફટકાર્યો આપી દીધો મોટો આદેશ

કઈ બાબતોને અવરોધિત કરવામાં આવી : તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ એક સારું પગલું કહી શકાય, જેનાથી યુઝરના અગત્યના ડેટા પબ્લિક ડોમેઈનમાં આવવાથી બચી શકશે. તેમજ યુઝરનો ડેટા ખાનગી જ બની રહેશે. ગુગલની નવી પોલીસી અનુસાર લોન એપ્લિકેશનોને મુખ્ય છ બાબતોથી અવરોધિત કરવામાં આવી છે. એક્સટર્નલ સ્ટોરેજને વાંચવાની પરવાનગી, મીડિયા ઇમેજને જોવાની પરવાનગી, કોન્ટેક ને વાંચવાની પરવાનગી, લોકેશન ટ્રેક કરવાની પરવાનગી, ફોન નંબર ને વાંચવાની પરવાનગી અને વિડીયોને જોવાની અને વાંચવાની પરવાનગી લેવી પડશે.

આ પણ વાંચો : પ્લેસ સ્ટોર પર એપ્સ પરની કોમેન્ટ રીવ્યૂને ફિલ્ટર કરાશે, પોલીસી લાગુ

હવે 60 દિવસનો સમય મળશે : શોર્ટ ટમ લોન આપતી એપ્લિકેશનને લોન રી પેમેન્ટ કરવા માટે 60 દિવસનો સમય આપવો પડશે. વધુમાં ગુગલની પોલિસીમાં એક બાબત ઉમેરવામાં આવી છે કે જે પણ ઇન્સ્ટન્ટ લોન આપતી એપ્લિકેશનનો 60 દિવસની અંદર લોન લેનાર યુઝર પાસેથી લોનને રી પેમેન્ટ કરવા માટે દાદાગીરી કરે છે. એવી એપ્લિકેશન પ્લે સ્ટોર પરથી 31 મે 2023 પછી પ્લે સ્ટોર થકી પોતાની સેવાઓ આપી શકશે નહીં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.