પ્રાપ્ત માહિતી મુજબ વડોદરા શહેરમાં 7,98,437 લાખ લોકોના સર્વેમાં ઝાડાના 2627, ઝાડા ઊલટીના 327, મરડાના 59, શરદી - ખાંસીના 12,498 અને તાવના 5009 મળી કુલ 20,520 બીમાર લોકો મળ્યા હતા. જયારે 3 દિવસોમાં 420 મેડિકલ કેમ્પ કર્યા હતા અને 62,849 લોકોને આ કેમ્પમાં સારવાર અપાઈ હતી.
પૂર્વ અને દક્ષિણ ઝોનમાં સૌથી વધુ અસર જોવા મળી હતી. કોર્પોરેશને મેડિકલ કેમ્પોમાં 17,210 ORSના પેકેટ વિતરિણ કર્યા હતા.જોકે, શહારમાં ભારે વરસાદ અને પૂર બાદ ઝાડા ઉલટી, કમળો, ટાઈફોઈડ, કોલેરા, મરડો અને મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના પણ કેસો વધુ જોવા મળશે તે વાત પણ નકારી શકાય નહિ.
જોકે, વડોદરા આરોગ્ય વિભાગ સતત શહેરમાં લોકોને કેમ્પ યોજી ડોર ટુ ડોર ફરીને દવાનું વિતરણ અને દવાના છંટકાવનું કામ કરી રહી છે.
જોકે શહેરના વિવિધ ઝોનમાં અત્યાર સુધી દક્ષિણ ઝોનમાં 8 હજાર, ઉત્તર ઝોનમાં 8 હજાર, પુર્વ ઝોન 4 હજાર અને પશ્ચિમ ઝોનમાં 7 હજાર જેટલા લોકોને મેડીકલ કેમ્પ તપાસ અને દવાનું વિતરણ કરવામાં આવ્યું છે. જે આગામી દિવસોમાં પણ આજ રીતે શહેરના વિવિધ ઝોન મુજબ કામગીરી કરવામાં આવશે, જેથી શહેરમાં રોગચાળો માથુ ના ઉચકે તેની તકેદારી રાખવામાં આવી રહી છે.