આ પત્રકાર પરિષદમાં આજવા ડેમ અને વિશ્વામિત્રી નદીમાં હાલ પાણીની સ્થિતિ અંગે માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, શનિવારે સવારથી વરસાદ હોવાથી શહેરમાં હાલ પરિસ્થિતિ કાબુમાં છે. આજવા સરોવરની સપાટી 212.55 છે અને વિશ્વામિત્રીનું પાણી લેવલ 28 ફૂટ છે. જો કે, વિશ્વામિત્રીમાં પાણી આવતું હોવાથી શહેરના નીચાણવાળા વિસ્તરોમાં સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે, ફૂડ પેક્ટ અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
જ્યારે શુક્રવાર રાત્રીથી અત્યાર સુધી 1100 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે. સાથે જ વડોદરા જિલ્લામાં પણ વરસાદી પરિસ્થિતિ અંગે ડભોઇમાં 1800 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે. અને ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.