ETV Bharat / state

દેવદૂત બન્યું જિલ્લા વહીવટી તંત્ર, માણસોની સાથે પશુઓને પણ આપ્યો આશરો - District Administration

રાજ્યમાં વરસાદને લઇને કેન્દ્રીય હવામાન વિભાગે (Meteorological department) આગાહી કરી છે કે, રાજ્ય પર સાયક્લોનિક સિસ્ટમ સર્ક્યૂલેશન સર્જાતા અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. મહત્વનું છે કે, છેલ્લા કેટલાય દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યા હતા. આ પરિસ્થિતિમાં વડોદરાના કરજણ તાલુકામાં NDRFની (National Disaster Response Force) મદદથી ઉગારવામાં આવેલા ગ્રામીણોને સારી વ્યવસ્થા સાથેના આશ્રય સ્થાનોમાં રાખવામાં આવ્યા છે

દેવદૂત બન્યું જિલ્લા વહીવટી તંત્ર, માણસોની સાથે પશુઓને પણ આપ્યો આશરો

author img

By

Published : Jul 17, 2022, 4:31 PM IST

વડોદરા: વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં પડેલા ભારે વરસાદને પગલે NDRFની (National Disaster Response Force) મદદથી ઉગારવામાં આવેલા ગ્રામીણોને સારી વ્યવસ્થા સાથેના આશ્રય સ્થાનોમાં રાખવામાં આવ્યા છે. ગ્રામીણો સાથે તેના પશુઓને પણ આશરો આપવામાં આવ્યો છે. કરજણ તાલુકાના કંડારી ગામમાં આવેલા ટાટાના શો રૂમમાં આવા 400 જેટલા પૂરગ્રસ્ત વિસ્તારોના લોકોને રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિવારજનોની જેમ સંભાળ રાખવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ 2022 : 18.80 લાખ રજીસ્ટ્રેશન, 9 અઠવાડિયા સુધી ચાલશે ક્વિઝ

લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા: પૂરની સંભવિત સ્થિતિને ધ્યાને રાખીને કલેકટર અતુલ ગોર દ્વારા તાલુકા તંત્રને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું હતું અને સમયસર પગલાં લઈ કરજણ તાલુકાના કંડારી ગામના હેઠવાસમાં આવેલા પૂરના કારણે નવી ધરતી વિસ્તારના ગૌચરમાં વસવાટ કરતા પશુપાલકોને NDRFની મદદથી બચાવી લેવામાં આવ્યા હતા. કંડારી ગામના ઉક્ત વિસ્તારમાં પૂરના પાણી ભરાવાના કારણે ત્યાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય આપદા પ્રબંધનની હોડીઓમાં બેસાડીને પશુપાલકોને બચાવી લેવામાં આવ્યા હતા 400 થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા માનવતાનો સાદ પડતા કંડારી ગામમાં ટાટા મોટર્સનો (Tata Motors) શો રૂમ ધરાવતા જયંતીભાઈ પટેલએ પોતાના શો રૂમના દરવાજા ખોલી આપ્યા હતા.

આ પણ વાંચો: તિસ્તા કેસમાં કોંગ્રેસ ક્નેક્શન મળતા વાઘાણીએ ચાબખા માર્યા, કહ્યું કોંગ્રેસનું કાવતરૂ

ભોજન આપવામાં આવે છે: પૂરમાં અસરગ્રસ્તોને (Flood affected people) તેમના 150 જેટલા બકરા અને મરઘાં ઉપરાંત 50 જેટલી ભેંસો સાથે અહી આશરો આપવામાં આવ્યો છે. તા. 12થી તેમને રાખવામાં આવતાની સાથે આરોગ્ય વિભાગ દ્વારા તેમના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી હતી એટલું જ નહીં, આ જ સ્થળે મહિલાઓ માટે અલગ રાતવાસો અને શૌચાલયની વ્યવસ્થા પણ કરાઈ છે આટલા પશુઓ અને ગ્રામીણો સાથે ગામની પ્રાથમિક શાળામાં વ્યવસ્થા કરવી મુશ્કેલ હતી. પરંતુ સમયસર મોટી જગ્યા મળી જતા તેમને અહી આશરો આપવામાં આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આશ્રિતો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. સવારે નાસ્તો, બપોર અને સાંજનું સ્વાદિષ્ટ ભોજન આપવામાં આવે છે. કેટલીક કિશોરીઓને ગૌરી વ્રત ચાલી રહ્યા હોવાથી તેમના માટે ફળાહાર પણ આપવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.