ETV Bharat / state

Vadodara Cycle Track : ખતરોં કે ખિલાડીનો અનુભવ કરાવતો દોઢ કરોડનો સાયકલ ટ્રેક, અમી રાવતનો મોટો આક્ષેપ

વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં દોઢ કરોડથી વધુ ખર્ચે બનેલ સાયકલ ટ્રેક ખતરો કે ખિલાડી કરતા ઓછો નથી. ક્યાંક થાંભલો તો ક્યાંક ઝાડ તો ક્યાંક ઇલેક્ટ્રિક બોર્ડ સાથે વોટર સપ્લાય ડ્રેનેજ અડચણરૂપ જોવા મળી રહ્યાં છે. સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલના દાવાઓ સામે વિપક્ષે વાર કર્યાં હતાં.

Vadodara Cycle Track : ખતરોં કે ખિલાડીનો અનુભવ કરાવતો દોઢ કરોડનો સાયકલ ટ્રેક, અમી રાવતનો મોટો આક્ષેપ
Vadodara Cycle Track : ખતરોં કે ખિલાડીનો અનુભવ કરાવતો દોઢ કરોડનો સાયકલ ટ્રેક, અમી રાવતનો મોટો આક્ષેપ
author img

By

Published : Feb 28, 2023, 3:08 PM IST

ડો.હિતેન્દ્ર પટેલના દાવાઓ સામે વિપક્ષે વાર કર્યાં

વડોદરા : વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં સૌથી લાંબો 4 કિલોમીટરનો સાયકલ ટ્રેક બનીને તૈયાર થયો છે. પરંતુ મહાનગરપાલિકા દ્વારા નગરજનો માટે ખુલ્લો મુકવામાં આવ્યો નથી. આ સાયકલ ટ્રેક માટે અંદાજીત દોઢ કરોડથી પણ વધુ ખર્ચ કરવામાં આવ્યો છે. એટલો અધધ ખર્ચ છતાં સાયકલ ટ્રેક સાયકલિસ્ટ માટે કોઈ સરળ ટ્રેક નથી. કારણ કે જેવી રીતે ખતરો કે ખિલાડીમાં પડાવ આવતા હોય છે તેવા ક્યાંક થાંભલા, તો ક્યાંક ઝાડ ,તો ક્યાંક મોબાઈલ ટાવર ,તો ક્યાંક ઇલેક્ટ્રિકલ બોર્ડ પણ જોવા મળી રહ્યા છે. જે અડચણરૂપ છે. સાથે અસંખ્ય દબાણો પણ દેખાઈ રહ્યા છે. જે એક સાયકલીસ્ટ માટે ખૂબ પડકારજનક સાબિત થશે.

ખર્ચના પ્રમાણમાં સાયકલ ટ્રેક નથી
ખર્ચના પ્રમાણમાં સાયકલ ટ્રેક નથી

ખર્ચના પ્રમાણમાં સાયકલ ટ્રેક નથી : શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીગેટ વિસ્તારમાં આવેલ સુલેમાનની ચાલીથી આ ટ્રેક વૃંદાવન ચાર રસ્તા, સરદાર એસ્ટેટ ચાર રસ્તા ત્યાંથી મહાવીર હોલ ચાર રસ્તા થઈ પરત પાણીગેટ સુલેમાની ચાલી સુધી આ ટ્રેક સંપૂર્ણ બનીને તૈયાર થયો છે પરંતુ ખર્ચ પ્રમાણે જે કામ કોન્ટ્રાક્ટરે કરવું જોઈએ તે દેખાતું નથી. સાથે અડચણ રૂપ દબાણોના પ્રશ્નને લઈ સ્ટેન્ડિંગ ચેરમેને પણ ત્યાં પહોંચી આ ટ્રેક પર રહેલા અડચણરૂપ દબાણો જલ્દી દૂર કરીશું અને ટૂંક સમયમાં આ ટ્રેક ખુલે તેવા પ્રયાસ કરીશું તેવું જણાવ્યું હતું.

આ પણ વાંચો Vadodara News : મિલકત વેરા ધારકોને વેરો ભરવાની નોટિસ, 4 હજારથી વધુ મિલકતો સીલ

ટ્રેક માર્ક કરવા માટે પટ્ટા મારવામાં આવ્યાં : વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં બનેલ આ સાયકલ ટ્રેક પર હાલમાં રોડની બંને સાઈડ સાયકલ ટ્રેક માર્ક લાલ કલરના પટ્ટા મારવામાં આવ્યા છે. સાયકલ ટ્રેક પર સાયકલના નિશાનવાળા પટ્ટા દોરવામાં આવ્યા છે તો અન્ય નડતરરૂપ જગ્યાએ ડાયવર્જન લાલ પટ્ટા મારવામાં આવ્યા છે.

માત્ર એવોર્ડ લેવા પૂરતો સાયકલ ટ્રેક : આ અંગે વિપક્ષ નેતા અમી રાવતે જણાવ્યું હતું કે સૌપ્રથમ સ્માર્ટ સિટી અંતર્ગત એરિયાબેઝ ડેવલોપમેન્ટનો 8 ટકા એરીયા હતો તેમાં સ્પેશિયલ સાયકલ ટ્રેક બનાવવાનો હતો. આ બાબતે નાણાં ઓન પેપર બતાવે છે. પરંતુ આજદિન સુધી સાયકલ ટ્રેક જોવામાં આવ્યો નથી. લગભગ પોણા બે કરોડ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. છતાં રોડ બાઇડન કરવામાં આવ્યો છે સાથે આમા પણ કોલિટી વર્ક નથી થયો. સાથે દબાણો પણ હજુ દૂર નથી કરાય સ્માર્ટ સિટીની વાતો કરનાર આનાથી અનસ્માર્ટ ન હોઈ શકે. મેઇન રોડની બાજુમાં નવો રોડ બનાવી સાયકલ ટ્રેક બનાવવો યોગ્ય નથી. વડોદરાના વાહનચાલકો એટલા ટ્રાફિકથી સેન્સેબલ નથી કે જે માત્ર સાયકલ ટ્રેક માર્ક કરવાથી સમજી જશે. વડોદરા શહેર સ્માર્ટ સિટીમાંથી અનસ્માર્ટ બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. હું ચેલેન્જ કરું છું કે માત્ર એક રોડ વાઈડન કર્યો છે. માત્ર પૈસાનો વ્યય થયો છે. માત્ર ક્રેડિટ લેવા માટે આ એવોર્ડ લેવા પૂરતું કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે તે ઉપયોગમાં લેવાય તેવું લાગતું નથી.

આ પણ વાંચો Pet Dog Tax: વડોદરામાં પાલતુ શ્વાન પરનો ટેક્સ આખરે કરાયો નાબૂદ

સાયકલ ટ્રેક ટૂંક સમયમાં ખુલ્લો મુકાશે : આ અંગે સ્થાયી સમિતિ અધ્યક્ષ હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આજે હું આ સાયકલ ટ્રેકની મુલાકાતે છું. આ એક પૂર્વ વિસ્તારનું એક નજરાણું અને ઉપયોગી બનશે. આવનાર સમયમાં તંદુરસ્ત રહેવા માટે સાયકલ ટ્રેકના માધ્યમથી કસરત કરી શકશે. આજવા વાઘોડિયા રોડને સ્પર્શ કરતો 4 કિલોમીટરનો આ સાયકલ ટ્રેક તૈયાર છે. ટૂંક સમયમાં ખુલ્લો મુકવામાં આવશે. સાઈન બોર્ડ સાથે માર્કની કામગીરી પૂર્ણ થઈ છે. સાથે નાના મોટા દબાણોને દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આસપાસના શહેરીજનોને અપીલ છે કે આ સાયકલ ટ્રેક ઉપર કોઈપણ વેહિકલ પાર્ક ન કરે તેવી અપીલ કરું છું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.