વડોદરા : સમગ્ર રાજ્યમાં રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોર સામે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વ્યાજખોરોના ત્રાસથી કોઈ પરિવારનો સભ્ય આત્મહત્યા ના કરે તે માટેના પોલીસ વિભાગ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે વડોદરામાં વ્યાજખોરે આપેલ ધમકીના પગલે યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. તેણે સ્યૂસાઈડ નોટમાં વ્યાજખોરને ન છોડવા પોલીસને અપીલ કરી હતો. વડોદરામાં મૂળ પંજાબનો પરિવાર અને હાલમાં શહેરના તરસાલી વડદલા રોડ ખાતે આવેલા બાલાજી રેસીડેન્સીમાં રહેતા સંધુ પરિવારના યુવક નિશાંતસિંહે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
સ્યૂસાઈડ નોટ લખી : આ આત્મહત્યા પાછળ પોલીસને મળેલ સ્યૂસાઈડ નોટમાં યુવકે ઉલ્લેખ કર્યો છે કે પોતે વ્યાજખોરના ત્રાસથી કંટાળી આત્મહત્યા કરી છે. આ મામલે મકરપુરા પોલીસે ગુનો નોંધી વ્યાજખોરને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્યૂસાઇડ નોટમાં મૃતક યુવકે વિસ્તારથી અક્ષય નામના યુવક પાસેથી વ્યાજે નાણાં લીધાં હોવાનું જણાવવા સાથે હેરાનગતિની અને કોઇ યુવતીને પ્રેમ કરતો હોવાની વાત પણ લખી છે.
આ પણ વાંચો Rajkot Crime News: વ્યાજખોરોનો ત્રાસથી જેતપુરમાં વધુ એક યુવાનનો આપઘાતનો પ્રયાસ
પરિવાર પંજાબ ગયો હતો : યુવકના પિતા દલબીરસિંહે નોંધાવેલ ફરિયાદ અનુસાર મૂળ પંજાબના અને હાલ શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ વડદલા રોડ પર આવેલ બાલાજી રેસિડેન્સીમાં રહીએ છીએ. હું મારા પરિવાર સાથે પંજાબ ખાતે લગ્ન પ્રસંગે ગયા હતા. ત્યારબાદ લગ્ન પુરા થતા મારા દીકરા પરત વડોદરા આવ્યા હતા. હું પણ ગત 18 તારીખે પંજાબથી વડોદરા વતન આવવા ટ્રેનમાં રવાના થયો હતો. હું રસ્તામાં મારા દીકરા નિશાંતને કોલ લગાવ્યા હતા પણ કોલ ઉપાડ્યો નહોતો. દરમ્યાન પારિવારિક સંબંધીનો કોલ આવ્યો હતો કે તમારા દીકરાએ આ પ્રકારે આત્મહત્યા કરી છે. મેં ઘરે આવી જોયું ત્યારે પોલીસ પણ ત્યાં પહોંચી હતી અને મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યો હતો.
મૃતકની સ્યૂસાઈડ નોટમાં શું લખ્યું છે : મૃતક યુવકે લખ્યું છે કે "મેં નિશાંતસિંહ અપને પૂરે હોશહવાસ મે લીખ રહા હું. અપની જિંદગી ખતમ કરને જા રહા હું. મેરી સુસાઇડ કરને કી દો સબસે બડી વજહ હૈ. મૈંને એક અક્ષય નામ કે લડકે સે પૈસા લિયા. રૂપિયા 20,000 ઉસકા વ્યાજ સહિત 32000 દિયા હૈ. જિસમેં સે મેને 5,000 વાપસ કર દિયા હૈ. બાકી પેસે અભી મેરે પાસ નહીં હૈ. હબ મેરે પાસ પૈસે આ જાયેંગે તો મેં દે દુંગા ઓર લડકા અક્ષય મુજે બાર બાર કોલ કરતા હૈ ઓર મેં પરેશાન હોકર કભી કભી કોલ નહી ઉઠાતા હું ઔર જબ ફોન ઉઠાતા હો તો મુજે ધમકી દેતા હૈ તેરી ગાડી મેં ભંગાર કટવા દુઘાઈ લેને મેને બહોત પરેશાન હોકર બહોત સોચા સમજ કર સુસાઇડ કર રહા હું. મેરી ટુ વ્હીલર ઉસકે પાસ હે ઓર પોલીસ વાલો કો રિક્વેસ્ટ કરતા હું કે અક્ષય જેસે લોકો માફ મત કરના અક્ષય જેસે કો પૈસે દેતે હૈ ઔર 10 સે 15 પર્સન્ટ ઇન્ટરેસ્ટ વ્યાજ હોતા હૈ. સાથે છોકરીને પ્રેમ કરું છું અને તે મથુરા રહે છે. તેને મારી સાથે ત્રણ ચાર દિવસથી વાત નથી કરી. હું સુસાઇડ કરું છું તે વાત તેને જણાવજો અને તેને પોલીસને રિકવેસ્ટ કરી કે તેને કઈ જ ન કરતા" આ પ્રકારના લખાણ સ્યૂસાઈડ નોટમાં ઉલ્લેખ કરેલા છે.
આ પણ વાંચો Patan Crime News : પરણિતાની આત્મહત્યા દુષ્પ્રેરણા કેસમાં આરોપીને કડક સજાની માગ કરતો મોદી સમાજ
મારા દીકરાને ન્યાય મળવો જોઈએ : મૃતકના પિતા દલબીરસિંહ સંધુએ જણાવ્યું હતું કે હું પંજાબથી ટ્રેનમાં આવી રહ્યો હતો. ગોધરા અને દાહોદના વચ્ચે પહોંચ્યા ત્યારે અમારા સંબંધીનો ફોન આવ્યો હતો અને પુત્રએ આપઘાત કર્યો છે તેવી માહિતી મળી હતી. અમે ઘરે આવ્યા ત્યારે પોલીસ અમારા ઘરે પહોચેલી હતી અને તેની બોડી નીચે ઉતરેલ હતી. તેણે કયા કારણોસર આ પગલું ભર્યું તે બાબતે કાઈ જ ખબર ન હતી. તેને લખેલી સ્યૂસાઈડ નોટના આધારે પોલીસ ફરિયાદ કરી છે. સ્યૂસાઈડ નોટમાં વ્યાજખોરના નામ સાથે તેને ન છોડવાની વાત કરી છે. સાથે અક્ષય નામના ઈસમ તેનું ટુ વિલર પણ લઈ ગયો હતો જે તેના મૃત્યુ બાદ તેના ઘર આગળ છોડીને ગયો હતો. દરમ્યાન પિતાએ ન્યાયતંત્ર સામે પોતાના દીકરાને ન્યાય મળે તેવી માંગ કરી છે.
પીઆઈ શું કહે છે : આ અંગે મકરપુરા પોલીસ મથકના પીઆઈ આર. કે. સોલંકીએ જણાવ્યું હતું કે મૃતક યુવક પાસેથી મળેલી સ્યૂસાઈડ નોટના આધારે આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે અને હાલમાં તેનો આર.ટી.પી.સી.આર ટેસ્ટ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.