વડોદરા: શહેરના સુભાનપુરામાં આવેલ વલ્લભપાર્ક સોસાયટીમાં A-14 નંબરનું ઘર ઘણા સમયથી બંધ હતું. તેમજ તેમાંથી દુર્ગંધ આવી રહી હતી. જેથી આસપાસના લોકોએ આ અંગે ગોરવા પોલીસને જાણ કરી હતી. પોલીસની હાજરીમાં મકાનનો દરવાજો ખોલતામાં તેમાં શિલ્પાબેન પરીખ નામની આધેડ મહિલાની લાશ મળી હતી. મહિલાની લાશ પરના કપડાં પણ અવ્યવસ્થિત હતા. જેથી આ મહિલાનું મોત શંકાસ્પદ સ્થિતિમાં થયું હોવાની શક્યતા સાથે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તેમજ મહિલાના મોત અંગે ગોરવા પોલીસે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો Ganja laced chocolate: ચેન્નાઈમાં ગાંજાની ચોકલેટ વેચતા બિહારના યુવકની ધરપકડ
યુગલ વડોદરાથી ઝડપાયું: વડોદરા રેલવે સ્ટેશન નજીક એક શંકાસ્પદ યુવક-યુવતી મળી આવતા તેમને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા ઓફિસ લાવી પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે યુવતીનું નામ કૃપા મયુરકુમાર નટરવાલાલ જોષી અને યુવક હાર્દિક ઇશ્વરભાઇ પરીખ છે. બંને પુખ્ય વયના છે અને તેમણે અમદાવાદમાં ચાંદખેડા ખાતે લગ્ન રજીસ્ટર સમક્ષ વિવાહ કર્યા છે. આ દરમિયાન યુવતીના પિતાએ પાલનપુરમાં પુત્રી ગુમ થયા અંગે ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આ અંગે યુવતીના પિતાને જાણ કરી હતી અને તેમની પુત્રીને ફોન પર વાત કરાવી માતા-પિતા સાથે ભેટો કરાવ્યો હતો. બંને યુગલ નોકરીની શોધમાં વડોદરા આવ્યા હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો Rajkot Crime News : રાજકોટમાં નકલી નોટો આંગડિયા મારફતે વટાવવાનું કૌભાંડ, આ 5 પકડાયાં
મોબાઈલ સ્નેચિંગનો શિકાર બન્યો શહેરના અક્ષર ચોક વિસ્તારમાં રહેતા અભિષેક કૃષ્ણકાંત તિવારી સાવલી ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેઓ નોકરીથી પરત ઘરે આવી કોઈ કામ અર્થે ચાલતા જતા હતા. દરમ્યાન ચાલતા ચાલતા વિડીઓ કોલમા વાત કરતા કરતા અક્ષરચોક વિસ્તારમાં એક શો રૂમની પાસેથી પસાર થતા બે અજાણ્યા ઈસમો બાઇક લઈ મોબાઈલ છીનવી ફરાર થઈ ગયા હતા. આ અંગે જે પી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે પી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ.
મોબાઈલ છીનવી ફરાર: જે પી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર શહેરના અક્ષરચોક વિસ્તારમાં વ્રજધામ સોસાયટીમાં રહેતા 30 વર્ષીય અભિષેક કૃષ્ણકાંત તિવારી સાવલી ENPAY ટ્રાન્સફોર્મર કમ્પોનેટ્સ પ્રા.લિ કંપનીમાં નોકરી કરે છે. અને તેઓ ગત તારીખ 16 જાન્યુઆરી ના રોજ નોકરીથી પરત આવી સાંજના સુમારે અક્ષરચોકથી ચાલતા જતા સમયે રીનોલ્ટ શોરૂમ પાસેથી પસાર થતા વિડિઓ કોલમાં વાતચીત ચાલતી હતી. દરમ્યાન અચાનક મુજ મહોડા તરફથી એક ટુ વિલર પલ્સર ઉપર આવેલા બે ઈસમો પૈકી પાછળ બેસેલા ઈસમ દ્વારા યુવાનના હાથમાંથી મોબાઈલ છીનવી ફરાર થઈ ગયા હતા. યુવકે આપેલી ફરિયાદના આધારે જે પી પોલીસે આ બંને અજાણ્યા ઇસમને વિવિધ ટેક્નિકલ અને ફરિયાદીના વર્ણન અનુસાર આ બંનેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.